________________
થાય, પણ એ તો કૃષ્ણનું નાટક જ. ગોપલીલા જેવી ભકતલીલા જ. કૃષ્ણ અને તે કોઇનો નાશ શું કરી શકે? તે પહેલાં તો તેમનું જ હૃદય કંપવા લાગે ને તૂટવા લાગે. કૃષ્ણથી એવો ડર છોડી દઇએ.
કૃષ્ણના સરજેલા આપણે-કૃષ્ણનો સ્પર્શ પામેલા આપણે, જેને નાટકિય એક્વાર સ્પર્શ થાય તે વળી કદી નાશ પામતો હશે ? આ નાટકિયાનાં નાટકોની કોઇ સીમા નથી. ડર્યા વગર આપણે તેમના નાટકોનો આસ્વાદ નો આસ્વાદ લેતા રહીએ અને તે સાથે વહેલી તકે તેમનો સાક્ષાત મોઢામોઢનો મેળાપ થાય તે માટે મથતા રહીએ, કેમકે એના સાનિધ્યમાં જ અભુત આનંદ આવે છે તો એના પૂરા માપમાં અહીં ન મળી શકે ને ? એ માટે તો એમની મોઢામોઢ જ જવું રહ્યું.
અને તેથી આપણે આપણા બદ્વિ-નાશ ના પગથિયેથી આત્મબુદ્ધિના પગથિયે પહોંચાડતી સીડીની શોધ અને શરણ લેવાની ચિંતા કરવી રહી.
બુદ્ધિ ની આ વિવેચનામાં ગીતા બુદ્ધિ ના સંદર્ભમાં આવતી વિવિધ પરિસ્થિતિઓ બતાવી, જીવ પોતે હાલમાં કયાં છે ને કયાં જવા ધારે છે તે વિશે સૂત્રાત્મક છતાં માર્મિક રૂપમાં માર્ગદર્શન આપે છે. આ કંઇ એક્લા ગાંડીવધારી કુંતાપુત્ર અર્જુન માટે નથી કહ્યું તમારે-મારે માટે જ કહાં છે આમાં કશું સર્જક દ્વારા ફરજિયાત બતાવાયું નથી. ફરજિયાત તો જે તે જીવને લાગે તો ફરજિયાત નહિતર ગીતાકાળમાં અને આજે પણ આથી બરાબર ૧૮૦ ડિગ્રીને ખૂણે ઊભા રહેલા અગણિત જીવો પણ ક્યાં નથી જોવા મળતા ? એમને માટે એ ક્યાં ફરજિયાત છે ? તમને આ ફરજિયાત છે એમ લાગે તો તેને તમારે તમારા ભાગ્યસૂર્યના ઉદયનું પૂર્વચિહ્ન સમજવું. આને ફરજ્યિાત સમજતા રહેશો તો ક્યારેક પણ તમારા જીવનઆકાશમાં સહસ્ત્ર કળા સાથે એ સૂર્ય ઉદિત થશે અને તમારા જીવન આકાશને પ્રકાશથી તથા તમને ઉષ્માથી ભરી દેશે.
ગીતાગાયક કૃષ્ણને ખરેખર આમ જ કહેવું હતું તે પણ હું (કે અન્ય કોઇ) જાણતો નથી. આમ તે આ બધી મારી તરંગલીલા જ ગણાય, પણ તેની ખાતરી કરવા હું કૃષ્ણનું કાર્ડ ક્યાં જઇને પકડું ? તમે તમને આ પ્રકાશ માટે ઝંખતા અનુભવો તો તે સાચું છે કે ખોટું તે પણ તમારા સિવાય કોણ કહી શકવાનું ? એટલે પ્રત્યેક વાચકે ગીતા (કે અન્ય કોઇપણ ગ્રંથ) નો અર્થ પોતાની રીતે સમજાય તે લેતા રહેવો અને તે માર્ગે ચાલતા રહેવું. તેમાં ભૂલ હશે તો તેની ચિતા તમારે નહિ કરવાની. તમે ચાલતા રહો. પેલો (કૃષ્ણ બાપો) અકળાશે અને તમારી ભૂલ હશે તો સુધારી તમને સાચે રસ્તે મૂકશે. એમાં એની આબરૂનો પણ મોટો સવાલ છે.
એટલે તમે તો બેધડક, અને થોડાક નફ્ફટ થઇને. કૃષ્ણની આબરૂના ધજાગરા થવા હોય, તો ભલે થતા એવા મિજાથી તમને સમજાયું હોય તે કરતા રહો, બિચારા દેવકીના હૈયાને અર્ધી રાત્રે અડવાણે પગે, દોડતા આવીને તમારો હાથ પકડી, તમને સાચે રસ્તે ન મૂક્વા પડે તો આવું કહેનાર મગનલાલ છગનલાલને ફટ કહેજો.
પણ મગનલાલ એની ચિંતા નથી કરતો, કે એનો એ લાલા સાથે એકદમ ખાનગીમાં કરાર થયો છે કે મગનલાલે એની બધી ગુપ્તવાતો જાહેર કરી દઇ એને મુશ્કેલીમાં ન મૂક્યો અને બદલામાં તે મગનલાલના ભૂલભરેલા અર્થને પણ પોતાની આબરૂને ખાતર સાચો ઠરાવવા એની પુરી શકિતથી મથશે. તો હવે લૂંટવું લૂંટાવવું કે લૂંટાવ એનો નિર્ણય જે તે કૃષ્ણદાસે સ્વબુદ્ધિથી જ કરી લેવો !
પ્રાર્થનાની કળા
Page 205 of 234