________________
અને કલ્પિત ગુમાનના શિખરે ચઢી ગયો, તો જન્માન્તરમાં હાડકાનાં ચૂરેચૂરા થઇ જશે અર્થાત્ એકેન્દ્રિયાદિ બુદ્ધિહીન અવતારોમાં અનન્તકાળ પર્યત રખડવું પડશે. અમારી ખાત્રી છે કે-આ જાતિના વિહિત અને શિષ્ટ વિચારોનું સેવન તું અંત:કરણથી કરીશ, તો જ્ઞાનીઓના વિરહકાળમાં આજે પણ તું તારી શ્રદ્ધાને નવપલ્લવિત રાખી શકીશ અને શ્રીનિવચન પ્રત્યે શ્રદ્વાળુ બનેલા એવા તને સર્વ સિદ્ધિઓની સંપ્રાપ્તિ થશે, એમાં કોઇ પણ જાતનો સંદેહ ધરાવવાનું કારણ નથી. ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ અને તેમના વચનોનું અનુમોદન કરતાં ઉપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી મહારાજા ફરમાવે છે કે
"शास्त्रे पुरस्कृते तस्मादीतराग: पुरस्कृत: ।
पुरस्कृते पुनस्तरिम, नियमात्सर्वसिद्धयः ।।१।।" શાસ્ત્રને આગળ કરવાથી વીતરાગ આગળ કરાય છે અને વિતરાગ આગળ કર્યા એટલે સર્વ સિદ્ધિઓની સિદ્ધિ નિયમા થાય છે.'
અહીં શાસ્ત્રનો અર્થ વીતરાગનું વચન છે અને એ વીતરાગનું વચન આગળ કરનાર વીતરાગવચન પ્રત્યેની શ્રદ્ધાવાનો છે. એ શ્રદ્વા એની સર્વ સિદ્ધિઓનું બીજ છે. શ્રદ્ધાનું આ મહાફળ સમજનારો એ શ્રદ્ધાને પોષક જેટલી સામગ્રીઓ છે, તે સર્વ સામગ્રીઓનું સર્વ પ્રકારે બહુમાન કરે એમાં કશું જ આશ્ચર્ય નથી. એમાંની એક પણ સામગ્રીની અવગણના એ સાક્ષાત વીતરાગની જ અવગણના છે. આ દ્રષ્ટિએ વિચાર કરનાર આત્મા ‘નિર્દભ વૈરાગ્યની પ્રાપ્તિ શ્રી નિવચનની પ્રાપ્તિ સિવાય શક્ય નથી' એ કથનનું તાત્પર્ય સહેલાઇથી સમજી શકશે.
અહીં એક શંકા થવાને અવકાશ છે કે-શ્રી જિનેશ્વરદેવ એ સર્વજ્ઞ છે, તેથી તેમના વચનમાં કોઇને પણ શંકા થાય એ માનવું જ અસ્થાને છે. વર્તમાનમાં શ્રી જિનવિદ્યમાન નથી તેથી તેમના વિરહમાં તેમનું કહેલું વચન કર્યું? એનો નિશ્ચય નહિ થવાના કારણે જ કોઇને પણ સંદેહ થાય છે અર્થાત્ શ્રી નિવચન પ્રત્યે નિશ્ચળ શ્રદ્વા શ્રી જિનના વિદ્યમાનકાળમાં જ શકય છે. તે સિવાયના કાળમાં તો શ્રી જિનના નામે કહેવાતા કેટલાક વચનો ઉપરનો સંદેહ ટળવો શકય જ નથી અને શ્રી જિનભાષિત એક પણ વચન ઉપરનો સંદેહ એ સમ્યગદર્શનની પ્રાપ્તિમાં પ્રતિબંધક છે, એમ શાસ્ત્રોનું કથન છે : અને એ કથન માન્ય કરી લઇએ તો આજે એક પણ આત્મા સમ્યગ્દર્શનગુણને ધારણ કરવાવાળો નીકળી શકશે નહિ : તો પછી શ્રી જિનની આજ્ઞાનુસાર નિર્દમ વૈરાગ્યાદિ મહા સદ્ગણોને ધારણ કરનાર તો કયાંથી જ નીકળી શકે? આ પ્રશ્ન અધુરો સમજણમાંથી ઉદભવેલો છે. ગીતાર્થ ગુરૂઓની ઉપાસના કર્યા સિવાય બની ગયેલા પુસ્તકીયા પંડિતોએ તો આજે આવા આવા અનેક પ્રશ્નો ઉભા કરીને ભદ્રિક પરિણામી અને સુખે ધર્મ પામી શકે તેવા સરળ અધ્યવસાયવાળા આત્માઓના શ્રદ્ધા રૂપી દેહ ઉપર કારમી કતલ ચલાવી છે. એ કતલમાંથી આજે જે કોઇ આત્માઓ બચી શક્યા હોય, તેને અમે ભારે પુણ્યવાન માનીએ છીએ. પરન્તુ એવા પુણ્યવાન આત્માઓની સંખ્યા આંગળીના વેઢે ગણાય તેટલી પણ રહી નથી : અને જે રહી છે તે પણ શ્રદ્ધાનાશના માર્ગે જવાની તૈયારીમાં છે, એમ સૂક્ષ્મ દ્રષ્ટિએ જોનાર કોઇને પણ લાગ્યા સિવાય રહી શકે તેમ નથી. આવી પરિસ્થિતિમાં ઉપરોકત પ્રશ્નનું સમાધાન સચોટ રીતે થવું જોઇએ, એમ અમને લાગે છે.
શ્રી જિનેશ્વરદેવ એ સર્વજ્ઞ છે, તેથી તેમના વચનમાં કોઇને પણ સંદેહ થાય એ બનવાજોગ નથી, એમ કહેવું એ સર્વથા ખોટું છે. કથન કરનાર સર્વજ્ઞ છે, કિન્તુ એ કથનને ઝીલનાર સર્વજ્ઞ નથી. ઝીલનાર
Page 183 of 234