________________
પ્રત્યેની શ્રદ્દા સિવાય બીજું શું ક્પી શકાય તેમ છે ? શ્રી જિનવચન પ્રત્યે શ્રદ્વા ધરાવનાર શ્રદ્વાળુ, એ શ્રી નિની જેમ સર્વજ્ઞ નથી બની તો, તો પણ સર્વજ્ઞના સઘળા જ્ઞાનનો લાભ તો જરૂર ઉઠાવી શકે છે. પિતા પ્રત્યે શ્રદ્વાળુ બાળક પિતાસમાન નથી બની શક્તો, તો પણ પિતાની જેમ નિવિઘ્ન જીવન પસાર અવશ્ય કરી શકે છે. શ્રદ્ધા એ અપૂર્વ ચીજ છે. શ્રદ્ધાળુ આત્મા જેના પર શ્રદ્વા ધરાવે છે, તેમાં (શ્રદ્ઘાના પાત્રમાં) જે કાંઇ સામર્થ્ય છે, તે સામર્થ્યનો લાભ પોતાની શ્રદ્દાના બળે પોતે પણ મેળવી શકે છે. શ્રી નિવચન પ્રતિ નિ:શંક શ્રદ્ધા ધરાવનાર આત્મા શ્રી નિના સઘળા જ્ઞાનનો ઉપભોગ કરી શકે છે, એમ કહેવું એ એક દ્રષ્ટિએ તર્દન વ્યાજબી છે. તમેવ સર્વાં નિસંò નં નિનેહિં વેડ્ય ।' -આ જાતિની સર્વજ્ઞવચન પ્રત્યે નિ:શંક શ્રદ્વા, એ અલ્પજ્ઞ આત્માની ઉન્નતિનું બીજ છે. એ બીજ જે કોઇ આત્મામાં રોપાઇ જાય છે, એ આત્મા કાળક્રમે સર્વજ્ઞ સમાન બન્યા સિવાય રહેતો નથી. માનસશાસ્ત્રનો અભ્યાસ કરવાનો દાવો ધરાવનાર આત્માઓએ આ વસ્તુ બહુ વિચારવા જેવી છે અને તે જો સત્ય માલુમ પડે, તો મનસ્વી તરંગોનો ત્યાગ કરી દઇ શ્રી નિવચન પ્રત્યે શંકાના લેશ વિનાની શ્રદ્ધાવાળા બની જ્વ જોઇએ અને લોકો બને એ માટે તનતોડ પ્રયાસ કરવો જોઇએ. અન્યથા, મુખરપણાનો ઇલ્કાબ મેળવી તત્ત્વજ્ઞોની દ્રષ્ટિએ મૂર્ખાઓની સંખ્યામાં ઉમેરો કરવાનું જ માત્ર એક સૌભગ્ય પ્રાપ્ત થશે.
શ્રી નિવચન પ્રત્યે નતાને શંકા વિનાની બનાવવી હશે, તેણે અતીન્દ્રિય જ્ઞાનીઓના વર્તમાન વિરહકાળમાં આધારભૂત પ્રામાણિક પુરૂષોની પરમ્પરામાં ઉતરી આવેલા સત્ય શ્રી નિવચનની શોધ કરવી પડશે અને એ શોધાયા પછી એના તરફ પોતાની કે પરની એક લેશ પણ અરૂચિ ન ફેલાય, તે માટે પોતાની જીબાન અને ક્લમ અથવા મન, વચન અને કાયા ઉપર અંકુશ મૂકી દેવો પડશે. પોતાના વક્તવ્યો અને લખાણોથી સંસારસાગરમાં દીપ સમાન અને ભવાટવીમાં ભોમીઆ સમાન દુર્લભ એવું શ્રી જિનવચન આ દુષમાર ઘોર અંધારી રની સમાન કાળમાં ન નિન્દાઇ જાય તેની પૂરેપૂરી કાળજી રાખવી
પડશે.
શ્રી નિવચનમાં પણ આજે અનેક વિવાદો છે, માટે આપણે તો સૌને માન્ય હોય તેટલું જ સાચું માનવું, બાકી બધું મતાગ્રહમાંથી જ્મેલું માનવુ, એમ બોલવા પહેલાં મતાગ્રહનો એ આક્ષેપ પોતા કરતાં કેટલી ઉચ્ચ કોટિના મહાન પુરૂષો ઉપર પહોંચી જાય છે, તેનું ભાન રાખતાં પણ શીખવું પડશે. છેવટમાં છેવટ ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા, ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા અને છેલ્લામાં છેલ્લા દુ:ષમકાળ રૂપી અંધારી ઘોર રાતમાં રફ્નીશ (ચંદ્રમા) તુલ્ય ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજ્યજી મહારાજાએ પોતાના અપૂર્વ બુદ્ધિબળે, અપૂર્વ શ્રદ્વાબળે અને અપૂર્વ ચારિત્રબળે શ્રીનિવચનનો જે નિર્ણય ર્યો છે, તેની વિરૂદ્વ એક અક્ષરનો પ્રલાપ ર્યા પહેલાં ચૂપ થઇ જવું પડશે. તેમણે શ્રી નિવચનની સિદ્ધિ માટે આપેલી સઘળી દલીલોને ધ્યાનપૂર્વક સાંભળવી પડશે : એ સાંભળ્યા, વાંચ્યા અને વિચાર્યા પછી પણ સંદેહો ન ટળે તો થોભવું પડશે. તેમના સંદેહો દૂર થયા અને તારા ન થયા, તેમાં કારણ તેમના કરતાં તારામાં બુદ્ધિબળ કે સત્ય સોધવાની જિજ્ઞાસાવૃત્તિ અધિક છે એમ માનવા પહેલાં, તારા અને તેમના બુદ્ધિબળની કે જિજ્ઞાસાવૃત્તિની તુલના કરજે. તેમનામાં રહેલી સત્યશોધક અને સત્યસ્વીકાર વૃત્તિ અને તારામાં રહેલી તે વૃત્તિઓનું અંતર તપાસજે, જેથી તને સાચી સ્થિતિનું ભાન થશે. એ વિચાર કરવામાં તું અંધશ્રદ્દાના માર્ગે ઘસડાઇ જાય છે, એવી શંકા રખે આણતો. અંધશ્રદ્વાનો તું જેટલો વિરોધી છે, તેના કરતા કેઇગુણા વિરોધી તેઓ હતા. છતાં તેઓ ઉપર તને શ્રદ્વા ન બેસે, તો તારી અલ્પબુદ્ધિના મદમાં છકીને મિથ્યા ગુમાનના શિખર ઉપર આરૂઢ થયો છે કે કેમ ? તેની તપાસ કરજે. એ તપાસ ન કરી
Page 182 of 234