________________
નિષ-સોટી છે. એ ક્સોટી ઉપર પોતાના આત્માને કસ્યા પછી જ, પોતે સાચા વૈરાગ્યને વરેલ છે કે નહિ તેનો નિર્ણય પ્રત્યેક વૈરાગ્યના અર્થિ આત્માએ કરવો જોઇએ. એ રીતે કસોટી ઉપર કસીને શુદ્ધ વૈરાગ્યને પામેલા આત્માઓ, નિર્દમ્ભ ચેષ્ટાઓના અનુમાનથી અન્યના શુદ્ધ વૈરાગ્યની પણ પરીક્ષા કરી શકે છે. આ રીતે વૈરાગ્યની પરીક્ષાનો રાજ્માર્ગ છોડી દઇને જે આત્માઓ નક્કી વૈરાગ્યની બહુલતાઓ જોઇ સાચા વૈરાગ્ય પ્રત્યે પણ ઉદાસીનભાવ સેવે છે, તે આત્માઓ વૈરાગ્યના અમૂલ્ય સામર્થ્યને કાં તો પીછાની શક્યા જ નથી અથવા પીછાનવા છતાં પોતે તેની પ્રાપ્તિ નહિ કરી શક્યાના કારણે તેના મૂલ્યને છૂપાવે છે, તેના ગુણોને દૂષિત કરે છે યાવત્ તેને નિન્દવાનો પણ અધટિત માર્ગ અખત્યાર કરે છે.
કોઇ પણ સારી વસ્તુની અયોગ્ય રીતે થતી નિન્દાને સહી લેવી, એ વિવેકી આત્માઓનું કર્તવ્ય નથી. વૈરાગ્ય એ પણ જો સારી વસ્તુ છે, તો તેને નહિ પિછાની શક્તાર કે નહિ પામી શક્નાર આત્માઓ તરફથી અયોગ્ય રીતિએ થતી તેની નિન્દાનો પ્રતિકાર કરવો, એ તેના ગુણને પીછાણનાર આત્માઓનું કર્તવ્ય થઇ પડે છે. એજ ન્યાયે આ ગતમાં નકલી વૈરાગ્યના બ્હાને મૂલ (અસલ) અને અમૂલ (મિંતી) એવો વૈરાગ્ય પણ નિન્દાઇ તો હોય કે ઉપેક્ષણીય બનતો હોય તો તેને અટકાવવાનું કાર્ય કરવું, એ ગુણગ્રાહી સજ્જનોનું પરમ કર્તવ્ય છે.
દંભસહિત ત્યાગ અને વૈરાગ્ય એ જેટલા નિન્દનીય છે, તેટલા જ દંભરહિત ત્યાગ અને દંભરહિત વૈરાગ્ય પ્રશંસનીય છે. ત્યાગ અને વૈરાગ્યમાં પ્રવેશ પામતો દંભ એ ત્યાજ્ય છે, પરન્તુ ત્યાગ અને વૈરાગ્ય કદી પણ ત્યાજ્ય નથી. દંભ જેટલો ત્યાજ્ય છે, તેટલો જ વૈરાગ્ય ઉપાદેય છે. દંભના કારણે વરાગ્યને પણ જેઓ ત્યજી દેવા ઇચ્છે છે, તેઓ કુલટાઓના કારણે સતીઓનો પણ ત્યાગ કરી દેવા તૈયાર થઇ જાય છે. સ્ત્રીઓમાં જેમ સતીઓ હોય છે, તેમ કુલટાઓ પણ હોય છે, બલ્કે સતી કરતાં કુલટાઓની સંખ્યા વિશેષ પ્રમાણમાં હોય છે. તેટલા માત્રથી પોતાની સતીભાર્યાનો પણ ત્યાગ કરી દેવા તૈયાર થનારો જેમ મૂર્ખાઓનો આગેવાન છે, તેમ વૈરાગ્યની પાછળ પણ નિર્દતા કરતાં દમ્ભ અધિક રહેલો હોય છે. એજ કારણે નિર્દમ્ભ વૈરાગ્યનો પણ ત્યાગ કરી દેવા તૈયાર થવું, એ પણ મહા મૂર્ખતાભર્યાં ચેષ્ટિત સિવાય બીજું કશું જ નથી. વૈરાગ્યમાં પ્રવેશ પામતો દમ એ અવશ્ય ત્યાજ્ય છે, પરન્તુ વૈરાગ્ય એ કદાપિ ત્યાજ્ય નથી, એ વસ્તુ ખૂબ ભારપૂર્વક સમજી લેવી જરૂરી છે. આજે કેટલાક આત્માઓ ધર્મની પાછળ થઇ રહેલા અધર્મોને જોઇ શુધર્મને પણ છોડી દેવા તૈયાર થયા છે. તે આત્માઓ પણ ઉપરની કોટિના આત્માઓ જ છે, એ સમજી લેવું જોઇએ.
આપણો ચાલુ વિષય તો વૈરાગ્ય એક મહાન સદ્ગુણ છે એ સિદ્ધ કરવાનો છે અને એ વૈરાગ્ય બીજો કોઇ નહિ પણ દંભના લેશ વિનાનો હોય તે જ. વહાણમાં છિદ્રનો લેશ પણ જેમ તેને તથા તેના ઉપર બેસનાર સર્વને ડૂબાડનાર થાય છે, તેમ વૈરાગ્યમાર્ગમાં દંભનો લેશ પણ તે વૈરાગ્ય અને તેને ધારણ કરનાર આત્માઓનો અવશ્ય વિનાશ કરનાર થાય છે. દંભરતિ વૈરાગ્યની પ્રાપ્તિનો આધાર ભવસ્વરૂપની ચિન્તા છે. જે આત્માઓના અંતરમાં ભવસ્વરૂપની ચિન્તા રૂપી અગ્નિ પ્રજ્વલિત બને છે, તે આત્માઓના અંતરમાં વૈરાગ્યના સ્વરૂપનો વિનાશ કરી નાંખનાર દંભ રૂપી વેલડી એક ક્ષણવાર પણ ટકી શકતી નથી.
સંસારસ્વરૂપની ચિન્તાથી ભવ પ્રત્યે અબહુમાન પ્રગટ થાય છે અને ભવ પ્રત્યે અબહુમાન પ્રગટ્યા પછી અંતરમાં દંભને પ્રવેશ પામવા માટે એક લેશ પણ અવકાશ રહેતો નથી. કોઇ પણ આત્માના
અંતરમાં દંભને પ્રવેશ પામવાનો અવકાશ ત્યાં સુધી જ રહે છે, કે જ્યાં સુધી તે આત્માને આ ભવ ઉપર
Page 173 of 234