________________
સેવ્યની સેવા :
કર્તવ્યતાના જ્ઞાનથી પરવારેલા આત્માઓમાં “પ્રતિપત્તિ' નો અર્થ જે ઉપચાર, તે પણ આવવો શકય નથી. ઉપચારના પણ અનેક અર્થો છે. તેમાં - “સેવા, વ્યવહાર, ધર્મનું અનુષ્ઠાન અને યથાર્થ બોલવાથી સંતોષ પમાડ.' -આ અર્થો પણ છે. જેઓ કર્તવ્યતાના જ્ઞાનથી જ બેનશિબ રહેવા પામ્યા હોય, તેઓ સેવાના પાત્રની ઉચિત સેવા રૂપ “ઉચિત પ્રતિપત્તિ' કયી રીતિએ કરી શકે? ગમે તેની પાસેથી સેવા લેવી, એ જમનોદશામાં મહાલનારાઓ સેવ્યની ઉચિત સેવા કરવાને સજ્જ થાય, એ એટલું બધું અસંભવિત છે કે જેની વાત જ ન થાય. સેવ્યની સેવા કરવામાં પણ નાનમ માનનારા અને નિરૂપાયે કરવી પણ પડે તો તેમાં પણ દર્ભનો આશ્રય લેનારા પામરો, આ “ઉચિત પ્રતિપત્તિ' રૂપ વિનયથી પરવારેલા જ છે. “ઉચિત પ્રતિપત્તિ' રૂપ વિનયના આ સેવન માટે સાચા સેવક બનવાની જ ભાવનાથી ઓતપ્રોત બનવું પડશે. સાચા સેવકો માટે જ સાચું સેવ્યપણું છે, પણ સેવ્ય બનવાની લાલસામાં જ મરી રહેલાઓ તો સેવાથી બેનશિબ રહે છે, એટલે સેવ્યપણું તો નથી જ પામતા પણ એવી ગુલામી પામે છે કે-જેના નામથી પણ કમ્પારી છૂટે. સેવ્યોની ઉચિત સેવાથી દૂર ભાગનારાઓને, મોહે ઉપજાવેલી એવી એવી ગુલામીઓ કરવી પડે છે કે-જ ગુલામી કરતાં અનંત કાલ સુધી એ આત્માઓને અનીચ્છાએ પણ નરકનિગોદ આદિની ભયંકર દુ:ખમય મુસાફરી કરવી પડે છે અને કારમી રીતિએ સડવું પડે છે. જે આત્માઓને સેવ્યોની સેવા કરવી નથી ગમતી અને સેવ્યો પાસે પણ સેવા કરાવવી ગમે છે, તે આત્માઓ એ એવા આત્માઓ છે કે-એમનાથી ઉચિત વ્યવહારનું પાલન કે ઉચિત ધર્મના અનુષ્ઠાનનું આચરણ થઇ શકતું જ નથી. ઉચિત વ્યવહારના પાલન માટે અને ઉચિત ધર્માનુષ્ઠાનના આચરણ માટે આત્મામાં ઘણી નમ્રતા આવશ્યક છે. એના વિના યથાર્થ બોલીને કોઇને પણ સાચો સંતોષ પમાડવો કે બક્ષીસને યોગ્ય હોય તેને ઉચિત બક્ષીસ આપીને ‘ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનય સેવવો એ શક્ય નથી. ખરેખર, ગુણહીન આત્માઓ જ્યારે અનધિકારપણે ગુણમય સ્થાને આવી પડે, ત્યારે તેઓ આ “ઉચિત પ્રતિપત્તિ' રૂપ ગુણનું ખૂન કરીને ગુણમય સ્થાનને કલંકિત કરવાનું મહાપાતક ઉપાર્જ છે અને એથી તેઓ આ અનાદિ-અનંત એવા ભવસાગરમાં રૂલનારા જ બને છે. આ ગુણ વિનાના આત્માઓ સાચી રીતિએ ધર્મ પામવાની કે પાળવાની લાયકાત ધરાવતા નથી અને કદાચ ધર્મ પામી જાય તો તે પછી પણ જો આ ગુણને ન પામે તો પામેલા ધર્મને કારમી રીતિએ હારી જાય છે અને અનંત કાલ સુધી પણ સંસારમાં રખડી જાય
છે.
ચન્દનમાં ગંધ તેમ માણસમાં વિનય :
આટલા વર્ણન પછી તમને સમજાશે કે- “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયમાં ઘણા ઘણા ગુણો સમાવિષ્ટ થાય છે. આવો વિનય શિષ્ટ લોકોનું વધુ આકર્ષણ કરે અને પોતાના સેવકને અધિક અધિક લોકપ્રિય બનાવે, એ વાતમાં શાણાને તો શંકા થાય જ નહિ.
સ. “લોકપ્રિયતા' ગુણનું વર્ણન તો ગજબ છે.
આથી તમને ખાત્રી થઇ ગઇ હશે કે-લોકપ્રિય બનવા માટે જેઓ ધર્મથી પણ વિરૂદ્ધ વર્તન કરનારા છે, તેઓ “લોકપ્રિયતા' ગણને પામી શકતા જ નથી : એટલું જ નહિ પણ સાચી લોકપ્રિયતા તેવા આત્માઓથી દૂર જ રહે છે.
સ. એમ જ બને. લોકપ્રિય બનવા માટે જેમ નિન્દા આદિ ઇહલોકવિરૂદ્ધ કાર્યો, ખરકર્મ આદિ પરલોકવિરૂદ્ધ કાર્યો
Page 128 of 234