________________
ગુણસ્થાનક
મુનિ શ્રી નરવાહનવિજયજી
ગુણસ્થાનક = ગુણોનું સ્થાન. જ્યાં સાધના કરતાં કરતાં આત્માના વિકાસ માટેનાં ગુણોની મસર પ્રાપ્તિ થતી જાય અને તે ગુણોની સ્થિરતા બનતી જાય. તેવી જ રીતે તે તે ગુણોની સ્થિરતાનો અભાવ થતો જાય. અર્થાત્ અપકર્ષ એટલે તે ગુણોની અનુભૂતિનો નાશ પણ થતો જાય એમ બન્ને પ્રકારની પ્રક્રિયા ચાલ્યા કરે તેવા સ્થાનોનાં પરિણામ ને ગુણસ્થાનક હેવામાં આવે છે.
આ આત્મપરિણતિના ગુણોનો ઉત્કર્ષ જેમ જેમ થતો જાય તે પરિણામોને જ્ઞાનીઓએ અવસ્થાભેદ રૂપે તે તે ગુણોનાં સ્થાન નક્કી કરેલ છે તે ગુણસ્થાનક કહેવાય છ. તે ગુણસ્થાનકો મસર ચૌદ ભેદે છે. તે ચૌદનાં નામ -
(૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન (૩) મિશ્ર (૪) અવિરતિ સમ્યદ્રષ્ટિ (૫) દેશ વિરતિ (૬) પ્રમત્ત સર્વ વિરતિ (૭) અપ્રમત્ત સર્વ વિરતિ (૮) અપૂર્વકરણ અથવા નિવૃત્તિકરણ (૯) અનિવૃત્તિકરણ અથવા બાદર સંપરાય (૧૦) સૂક્ષ્મ સંપરાય (૧૧) ઉપશાંત માહ છદ્મસ્થ વીતરાગ (૧૨) ક્ષીણ મોહ છદ્મસ્થ વીતરાગ (૧૩) સયોગિ કેવલી અને (૧૪) અયોગિ કેવલી ગુણસ્થાનક હોય છે. મિથ્યાત્વ ગુણસ્થાનક
અનાદિ કાળથી ભટકતાં જીવો અનાદિ કર્મના સંયોગવાળા હોય છે. અનાદિ કર્મના સંયોગના કારણે રાગ દ્વેષ રૂપ પરિણામ અનાદિ કાળથી જીવનો જે હોય છે તે અત્યંતર સંસારરૂપે ગણાય છે અને તે પરિણામના કારણે જન્મ મરણરૂપ સંસાર જીવનો જે ચાલી રહ્યો છે તે બાહ્ય સંસાર કહેવાય છે. આ રાગ દ્વેષના પરિણામની સાથેને સાથે જીવોને જે કાંઇ અનુકૂળ સામગ્રી મલે એટલે એકેન્દ્રિય જીવોને પણ અનુકુળ પુદ્ગલોનો આહાર મલે તેમાં રાજીપો થાય છે અને પ્રતિકૂળ પદાર્થોનો એટલે પુદ્ગલોનો આહાર મલે તેમાં નારાજી થાય છે. આ સંસ્કાર સમયે સમયે ગ્રહણ કરતાં આહારના પુદ્ગલોને વિષે થયા જ કરે છે. તેના પ્રતાપે જીવો પાપનો અનુબંધ પેદા કરતાં જાય છે. આ રાજીપો અને નારાજીનો જે પરિણામ એને જ્ઞાની ભગવંતો મિથ્યાત્વ કહે છે. મિથ્યાત્વ એટલે શ્રી સર્વજ્ઞ પરમાત્માએ પોતાના જ્ઞાનથી જોયેલા પદાર્થોને અર્થથી નિરૂપણ કરી જેવા સ્વરૂપે દેખ્યા તેવા સ્વરૂપે જ્ગતના જીવો પાસે પ્રકાશિત કર્યા તેવા સ્વરૂપે તે પદાર્થોને ન માનતાં તેનાથી વિપરીતપણાની બુધ્ધિ રાખીને તે પદાર્થોને માનવા તે મિથ્યાત્વ કહેવાય છે.
તાત્વિક દ્રષ્ટિથી જો વિચારણા કરીએ તો ગતમાં રહેલા કુર્દવ-કુગુરૂ-કુધર્મને સુદેવ-સુગુરૂ અને સુધર્મ રૂપે ધર્મ બુધ્ધિએ માનવા અથવા તે રીતે તેની આરાધના કરવી તે મિથ્યાત્વ હેવાય છે. એ મિથ્યાત્વનાં ભિન્ન ભિન્ન ગ્રંથોમાં જુદી જુદી વિવક્ષાઓથી અનેક પ્રકારો રૂપે જ્ઞાની ભગવંતાએ વર્ણન કરેલ
Page 1 of 234