________________
પ્રશસ્તરાગ
નિર્મમત્વ વીરાગાય વૈરાગ્યાત યોગ સંતતિઃ |
યોગાત્ સંજાય તે જ્ઞાન જ્ઞાનાતુ મુક્તિઃ પ્રજાય તે III ભાવાર્થ :- જીવોને નિર્મમત્વથી વેરાગ્ય પેદા થાય છે એટલે નિર્મમત્વપણું વીરાગ માટે થાય છે. વેરાગ્યથી યોગની સંતતિ પેદા થાય છે અર્થાત યોગનો વ્યાપાર આત્મિક ગુણ તરક્કો પેદા થતો જાય છે. યોગથી આત્મામાં જ્ઞાન પેદા થાય છે અને જ્ઞાનથી જીવ મોક્ષને પ્રાપ્ત કરે છે. IITI.
અનુકૂળ પદાર્થોને મેળવવા-વધારવા-સાચવવા-ટકાવવા આદિની ઇચ્છાથી દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરવી-સારા અને શુભ વિચારોમાં રહેવું-વ્રત નિયમ કરવા તપ વગેરે કરવો એ બધા અનુષ્ઠાનોને જ્ઞાનીઓએ શુભ આર્તધ્યાન વાળા અનુષ્ઠાનો કહેલા છે.
એજ અનુષ્ઠાનોનું સેવન ઇષ્ટ સુખને મેળવવાના હેતુથી કરવામાં આવે તો જ આત્મિક ગુણોને પેદા કરવામાં સહાયભૂત થતાં જાય છે અને એ ગુણોની અનુભૂતિ કરાવવામાં સહાય ભૂત થાય છે. પણ એ ઇષ્ટ સુખ એટલે જે સુખમાં દુ:ખનો અંશ ન હોય. પરિપૂર્ણ હોય એટલે અધુરૂં ન હોય અને આવ્યા પછી નાશ ના પામે એવું હોય તે ઇષ્ટ સુખ કહેવાય છે એ ઇષ્ટ સુખને મેળવવાની ઇચ્છા-અભિલાષા-રૂચિ પેદા કરવી હોય તો ત્યારે જ જીવ કરી શકે છે કે ઇચ્છિત સુખ આ સુખની ઇરછા પેદા કરવામાં વિઘ્નરૂપે એટલે અંતરાય રૂપે છે એ જાણીને એ અંતરાયને દૂર કરવા પ્રયત્ન કરતો જાય તો જ ઇષ્ટ સુખની ઇચ્છા થતી જાય.
ઇચ્છિત સુખ એટલે અનુકૂળ પદાર્થોમાં કે જે અનેક દુઃખોથી ભરપુર, ક્ષણિક સુખ પેદા કરાવનારું શરીર-ધન અને કુટુંબ આદિ સામગ્રીથી પ્રાપ્ત થતું જે સુખ છે તે એ સુખ કહેવાય છે એ અનુકૂળ પદાર્થોનું
એકાંતે દુ:ખ રૂપ-દુ:ખનું ળ આપનારું અને દુ:ખની પરંપરા વધારનારું છે એમ લાગે અને એનાથી સાવચેત રહી ચું સુખ પ્રત્યેના રાગને બદલે ઇષ્ટ પદાર્થના સુખના રાગને વધારવાનો પ્રયત્ન કરવામાં આવે તોજ ઇષ્ટ સુખનો અભિલાષ પેદા થતો જાય જેને મોક્ષનો અભિલાષ કહેવાય છે. આ રીતે જ્યારે પ્રયત્ન કરવામાં આવે ત્યારે જ ઇષ્ટ સુખ જેનાથી પેદા થતું હોય છે જે સાધનોથી એ ઇષ્ટ સુખની આંશિક અનુભૂતિ થતી હોય એવા સાધનો પ્રત્યે રાગ પેદા કરીને એ સાધનોનું સેવન કરવું એ પ્રશસ્ત રાગ વાળી ભક્તિ કહેવાય છે.
શ્રી અરિહંત પરમાત્માનું દર્શન પાપને પાપ રૂપે ઓળખાવી પાપથી શક્તિ મુજબ છૂટવાનો પ્રયત્ન કરાવતા કરાવતા નિષ્પાપ કરાવવાની શક્તિ પેદા કરાવવામાં ઉપયોગી થાય છે કારણકે શ્રી અરિહંત પરમાત્માઓ સઘળાય પાપોથી રહિત થયેલા છે નિષ્પાપ બનેલા છે. આથી એમનું દર્શન પાપ રહિત થવામાં ઉપયોગી થતું હોવાથી ઉપકારી તરીકે અંતરમાં ભાવ પેદા થતો જાય છે દુનિયાના વ્યવહારમાં પણ સામાન્ય રીતિએ નિયમ હોય છે કે આપણાથી જે મોટા માણસો હોય એમની પાસે જવાથી એમની પાસે જે હોય તે મેળવવાની ઇચ્છા પેદા થતી જાય છે અને એથી જ એ મોટા માણસો એમની પાસેની ચીજ જરૂર મને આપશે એમ વિશ્વાસ આવે તો વારંવાર એમની પાસે બહુમાન અને આદરપૂર્વક જવાની ભાવના થાય છે. સામાન્ય અનુકૂળ સામગ્રી આપનાર પ્રત્યે ઉપકારી તરીકેની જો આટલી ભાવના રહેતી હોય અને એ માટે એમના. દર્શનની વારંવાર ભાવના રાખી જવાતું હોય તો આ તો ત્રણ લોકના નાથ પુરૂષાર્થ કરીને સંપૂર્ણ પાપ રહિત થયેલા એમના દર્શને જવાથી પાપને પાપ રૂપે ઓળખાણ થતી જાય એ પાપથી છૂટવાની ભાવના થતી જાય
Page 6 of 97