________________
કરે છે. આ રીતે વારંવાર કરતા કરતા અસંખ્યાતી ઉત્કરપીણી અવસરપીણી ર્યા કરે છે એમાં બે હજાર સાગરોપમ કાળ પૂર્ણ થાય એટલે જીવ એકેન્દ્રિયમાં ચાલ્યો જાય છે. આ રીતે એક અનુકૂળ પદાર્થોના રાગના કારણે એ પદાર્થો મેળવવા આદિની ભાવના અને પરિણામના કારણે આ રીતે અસંખ્યાતી કે અનંતી. ઉત્કરપીણી અવસરપીણી કાળ ર્યા જ કરે છે. છતાં જે સુખ સર્વસ્વ બુધ્ધિ રાખીને મેળવવા માટે મહેનત કરે છે તે મલતું નથી. આથી એજ વિચારો કે એક રાગ મોહનીય કર્મ આત્મામાં ન હોત તો એ આત્મા આટ આટલા દુઃખો વેઠે છે તે વેઠી શકત ખરો ? પાછા એ દુ:ખો એકેન્દ્રિયાદિના-નરકાદિના એ માત્ર રાગથી એ સુખની આશામાંને આશામાં વેઠી રહેલા હોય છે કારણકે આવેલું દુ:ખ આજે નહિને કાલે જશે બે દિવસ પછી જશે થોડા કાળ પછી જશે કાયમ કાંઇ રહેવાનું છે ? અને એ સુખના રાગના કારણે એ સુખની આશાએ જીવોને આવેલા દુ:ખને વેઠવાની શક્તિ પણ પેદા થતી જાય છે અને દુ:ખને સારી રીતે વેઠી રહેલા હોય છે એમાં જો દુ:ખ વેઠાય એમ ન હોય તો રાડો પાડે-બૂમો મારે એ બધુ બને પણ દુ:ખ વેઠતા વેઠતા મેં પાપ કરેલ છે માટ દુ:ખ આવ્યું છે એવો વિચાર પેદા થતો નથી. પણ મને જ કેમ દુ:ખ આવ્યા કરે છે ? ક્યારે દુ:ખ જશે ? અને મને સુખ મલશે ? આ જ વિચારોની એકાગ્રતા અંતરમાં ચાલ્યા કરતી હોય છે એક રાગ મોહનીયના કારણે જીવો આ રીતે દુ:ખ વેઠીને-સહન કરીને નવા દુ:ખોને ઉપાર્જન કરતા જાય છે અને પોતાના આત્માનું સંસારનું પરિભ્રમણ વધારતા જાય છે.
એવી જ રીતે અપ્રશસ્ત રાગ મોહનીયના કારણે એટલે કે આલોકના અનુકૂળ પદાર્થોને મેળવવા-ભોગવવા-વધારવા-ટકાવવા-સાચવવા માટે તથા આ લોકમાં આવેલ દુ:ખોનો નાશ કરવા માટે
લોકમાં આનાથી અધિક સુખની સામગ્રી એટલે દેવલોક આદિની સામગ્રી મેળવવા માટે દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી સાડા નવ પૂર્વનું જ્ઞાનભણે દેશના લબ્ધિ પેદા કરે અને નિરતિચાર ચારિત્રનું પાલન વ્યવહારથી કરે એટલે દ્રવ્ય ચારિત્રનું પાલન વ્યવહારથી કરે. અંતરમાં અહિંસાનો પરિણામ ન હોવા છતાંય બાહ્યથી અહિંસાનું પાલન કરે વ્યવહારમાં અહિંસાનું પાલન દેખાડે તો પણ આવી અહિંસા પાલન કરવા છતાંય જીવોને દ્રવ્ય અહિંસા કે ભાવ અહિંસાનો પણ લાભ મલતો નથી પણ ભાવ હિંસાનો પરિણામ જ ગણાય છે. આવી પણ અહિંસા લાંબાકાળ સુધી પાલન કરે તો. પરભવનું લાંબુ આયુષ્ય બાંધી શકે છે એટલે મનુષ્યનું લાંબુ આયુષ્ય અથવા દેવલોકનું લાંબુ આયુષ્યા એકત્રીશ સાગરોપમનું બાંધી શકે છે.
અપ્રશસ્ત રાગના કારણે એટલે સુખના અર્થીપણાથી ક્રિયા થયેલી હોવાથી નિયમાં પાપાનુબંધી પુણ્ય બંધાય છે. અકામ નિર્જરા થાય છે અને દર્શન મોહનીય કર્મ એટલે મિથ્યાત્વ મોહનીય ગાઢ બાંધે છે. એ પાપાનુબંધી પુણ્ય નવમા ગ્રેવેયકમાં ઉદયમાં આવતા એ જીવોને અહમ ઇન્દ્રપણાનું જે સુખ મલ્યું છે તેમની સાથે પોતાના જેવા બીજા આત્માઓને સુખી જોતા જોતા મેં મહેનત કરીને આ સુખ મેળવ્યું છે એમાં આને કેમ મળ્યું એવી વિચારણા રૂપે મને જ મલવું જોઇએ આવા પરિણામથો એકત્રીશ સાગરોપમ કાળ સુધી અસંતોષ રૂપી આગ-ઇર્ષ્યા ભાવથી બળ્યા કરે છે. એના કારણે મળેલા સુખને સુખ રૂપે ભોગવવા દેતા નથી અને પાપનો અનુબંધ બંધાવી સંસારની વૃદ્ધિનું કારણ બનતું જાય છે.
આમાં મુદ્દો એટલો જ સમજવાનો કે શુભ ભાવોથી કરેલી ધર્મની આરાધના જો એમાં અહિંસાનું પાલન વ્યવહારથી પણ ન હોય તો નાના નાના એક એક અંતર્મુહૂર્તના આયુષ્યવાળા અનુબંધો બાંધી શકે છે અને વ્યવહારથી અહિંસાનો પરિણામ એટલે પાલન હોય તો લાંબા આયુષ્યનો બંધ પણ કરી શકે છે.
Page 5 of 97