SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ કે જે અપુર્નબંધક દશાના પરિણામને જીવ પામ્યો, મોક્ષની રૂચિવાળો થયો અથવા મોક્ષમાર્ગને ઓળખીને મોક્ષમાર્ગમાં પડ્યો એટલે ચાલવા માંડ્યો અથવા મોક્ષમાર્ગને અનુસરનારી બુધ્ધિનો ક્ષયોપશમ ભાવ પેદા થયો એમ કહેવાય છે. આ પરિણામ પેદા થવાથી શીતલતાનો આ રીતે અનુભવ થવાથી જ્ઞાની ભગવંતો કહે છે કે એટલે અંશે મોહનીય કર્મનો એટલે મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા થયો અથવા એટલે અંશે મિથ્યાત્વની મંદતાની શરૂઆત થઇ એમ કહેવાય છે. આ પરિણામના કારણે જીવને સમયે સમયે અસંખ્ય ગુણ-અસંખ્ય ગુણ રૂપે અશુભ કર્મોની નિર્જરા થતી જાય છે એટલે તીવ્રરસવાળા અશુભ કર્મો મંદરસવાળા થતાં જાય છે. નવા બંધાતા અશુભ કર્મો મંદરસે બંધાય છે અને નવા બંધાતા શુભકર્મો તીવ્રરસે બંધાતા જાય છે. આ રીતે ચંદનપૂજા કર્યા પછી કેશરપૂજા નવ અંગે કરવાની હોય છે એમાં ચંદન સાથે મિશ્રીત કેશર હોવાથી ભગવાનની મૂર્તિને કેશરની ગરમીથી ખાડા ન પડી જાય માટે ચંદનની સાથે મિશ્રીત કેશર કરીને ભગવાનના નવ અંગે પૂજા કરવાની હોય છે. કારણ કે ચંદન શીતલ હોય છે જ્યારે કેશર ગરમ હોય છે એવી જ રીતે શીતલતા અને તાપના મિશ્રણથી જ આત્માના પરિણામ સમતુલ રૂપે જળવાઇ રહે જેમ સંસારમાં બન્ને ગરમ હોય તો સંસાર લાંબો ચાલે નહિ, બન્ને શીતલ હોય તોય એટલે કે બન્ને ઠંડા હોય તોય સંસાર ચાલે નહિ. જ્યારે એક શીતલ અને એક ઉષ્ણ હોય તોજ સંસાર લાંબા કાળ સુધી ચાલી શકે તેમ અહીં પણ આત્માના પરિણામ એકદમ ઠંડા હોય તો પુરૂષાર્થ કરી શકે નહિ. એકદમ ગરમ હોય તોય પુરૂષાર્થ જોઇએ એવો થઇ શકે નહિ જ્યારે શીત અને ઉષ્ણ સમકક્ષ રૂપે હોય તો જ પુરૂષાર્થ કરતા કરતા પોતાના રાગાદિનો નાશ કરવા સમર્થ બની શકે. આથી અહીં એમ લાગે છે કે ભગવાનના અંગને પણ ચંદન, કેશર મિશ્રિત કેશરપૂજા કરવાનું જ્ઞાની ભગવંતોએ જણાવ્યું લાગે છે. બાકી તો કેવલી ભગવંતો જાણે. આ વિષય બહુશ્રુત ગમ્ય છે. ચંદન, કેશરના મિશ્રણથી એમ જણાય છે કે એકલી ચંદન પૂજાથી અનર્થદંડના તાપના વિચારા આદિ પ્રવૃત્તિથી જીવને શીતલતાનો અનુભવ થયો એમ અર્થદંડની અધર્મની પ્રવૃત્તિથી એટલે એના તાપથી છૂટવા માટે અને સર્વવિરતિના એટલે ધર્મની શીતલતાનો અનુભવ કરવા માટે ચંદન, કેશર મિશ્રણના કારણે એટલે શીત અને તાપના મિશ્રણથી ધીમે ધીમે અર્થદંડનો તાપ નાશ કરવામાં સહાયભૂત કેશરપૂજા થતાં થતાં જીવને અર્થદંડના સંપૂર્ણ તાપનો નાશ કરાવી સર્વવિરતિ રૂપ ધર્મની જે શીતલતા એનો અનુભવ કરાવવામાં સહાયભૂત થાય એ હેતુથી આ કેશરપૂજાનું વિધાન કરેલું હોય એમ લાગે છે કે કેશરપૂજા કરતાં કરતાં પોતાના આત્મામાં રહેલો ધર્મ એ પેદા કરવાની ભાવના પેદા થતી જાય. જેમ જેમ નવ અંગે કેશરપૂજા કરતાં કરતાં પોતાના બાહ્ય તાપની શાંતતા અને આંતરિક વિષય કષાયના તાપની શાંતતાનો એટલે શીતલતાનો અનુભવ પેદા થતો જાય એજ કેશરપૂજાનું ફળ જણાય છે. જો આ રીતે કેશરપૂજા ભાવપૂર્વક કરવામાં આવે તો શાસ્ત્ર કહે છે કે જીવને પોતાને પોતાના કુટુંબના ભરણ પોષણની પ્રવૃત્તિ પણ અધર્મ રૂપે લાગ્યા વિના રહે નહિ અને જેમ જેમ વારંવાર કેશરપૂજા કરતાં કરતાં અર્થદંડની પ્રવૃત્તિ અધર્મ રૂપે લાગ્યા કરતાં એના સંસ્કાર લાંબાકાળ સુધી જીવના અંતરમાં ટકી રહેવાથી શક્તિ આવતા અધર્મની પ્રવૃત્તિ છોડતા વાર લાગતી નથી. આથી કેશરપૂજા અધર્મની પ્રવૃત્તિ ને અધર્મ રૂપે ઓળખાવવા માટે અને લાંબાકાળ સુધી સંસ્કાર દ્રઢ કરવા માટે કહેલી છે એમ જણાય છે. આ રીતે ભાવપૂર્વક જળપૂજા અને ચંદનપૂજા કરતા કરતાં આત્મામાં શુધ્ધ પરિણામ પેદા કરવા માટે અને એ શુધ્ધ પરિણામ લાંબાકાળ સુધી ટકાવવા માટે ફૂલપૂજા અથવા પુષ્પપૂજા કહેલી છે. ફૂલપૂજા (પુષ્પપૂજા) નું વર્ણન Page 25 of 97
SR No.009170
Book TitleAshta Prakari Pujanu Varnan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy