SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન પાસે માગવાનું મન વારંવાર થાય છે કે હે ભગવન્ ! મને જલપૂજાનું ફ્લ જરૂરથી આપજો એ માંગણી કરતા રહેવાની અને અંતરમાથી રાગ દ્વેષનો મલ કેટલો ઓછો થતો જાય છે એ જોતા રહેવાનું તોજ વાસ્તવિક ફ્લ જલપૂજાથી મલી રહ્યું છે એવો વિશ્વાસ પેદા થતો જાય. આ રીતે અનાદિકાળનો વળગેલો-લાગેલો મળ જેમ જેમ ઓછો થતો જાય તેમ તેમ આત્મામાં જ્ઞાનનો પ્રકાશ પેદા થતો જાય છે એ જ્ઞાનનો પ્રકાશ જીવને સમ્યજ્ઞાન રૂપે બનવામાં સહાયભૂત થતાં એ જ્ઞાનથી વિવેક · ચક્ષુ પેદા થતી જાય છે એ વિવેક ચક્ષુથી આંતર દ્રષ્ટિનો પ્રકાશ પેદા થતો જાય છે એટલે કે અત્યાર સુધી અનુકૂળ પદાર્થોમાં સર્વસ્વ સુખની બુધ્ધિ રહેતી હતી તે ઓછી થતાં થતાં સર્વસ્વ સુખની બુધ્ધિ નષ્ટ થતી જાય છે અને અ અનુકૂળ પદાર્થોના સુખ કરતાં બીજું ચઢીયાતું સુખ છે એવી બુધ્ધિ પેદા થાય તે જ્ઞાન સમ્યજ્ઞાન રૂપે કહેવાય છે. એ જ્ઞાનરૂપી કળશ એટલે એ કળશને ભરીને શેનાથી ભરવાનો ? સમ્યજ્ઞાન રૂપી કળશ સમતા રસથી આત્મા ભરે છે. સમતા રસ એટલે પુણ્યથી મળેલી સામગ્રીમાં લીનતા ન થાય અને પાપના ઉદયથી મળેલી સામગ્રીમાં દીનતા ન થાય સુખ અને દુઃખ બન્નેમાં સમાન વૃત્તિ એટલે સુખમાં વૈરાગ્ય ભાવ રાખીને જીવતા આવડે દુઃખમાં સમાધિ ભાવ રાખીને જીવતા આવડે તે સમતા કહેવાય છે એ સમતા રૂપી રસથી કળશ ભરીને શ્રી જિનેશ્વર પરમાત્માને નવરાવતા એટલે ચોક્ખા પાણીથી અભિષેક કરતાં પોતાના આત્મામાં રહેલા કર્મો તે ચકચૂર એટલે નાશ પામતા જાય છે. આ રીતે ભાવ પેદા કરીને શ્રી જિનેશ્વર પરમાત્માને અભિષેક કરતા આવડે તો જ્ઞાની ભગવંતો કહે છે કે અશુભ કર્મો તીવ્ર રસે બંધાયેલા હોય તે અવશ્ય મંદરસવાળા થાય અને ચિત્તની પ્રસન્નતા સહજ રીતે વધતી જાય છે. આ રીતે જલપૂજા કરવાથી આત્મા આ કાળમાં પણ ઘણા કર્મોથી હળવો બનીને ચારઘાતી કર્મોનો ક્ષયોપશમ ભાવ પેદા કરીને જો દર્શન મોહનીય કર્મ એટલે મિથ્યાત્વ મોહનીય કર્મ ગાઢ ન હોય તો મંદ બનીને જીવને ક્ષયોપશમ સમકીતની પ્રાપ્તિ કરાવ્યા વગર રહેતી નથી માટે સમકીત પામવાનું લક્ષ્ય રાખોને શ્રાવકે આવા ભાવથી અવશ્ય જલપૂજા કરવી જોઇએ. શરીરનું સ્નાન જેમ રોજ કરીએ છીએ તેમ શ્રી જિનેશ્વર પરમાત્માને પણ રોજ સ્નાન રૂપે અભિષેક અવશ્ય કરવો જોઇએ તોજ આત્મા આંતર દ્રષ્ટિવાળો બની સભ્યજ્ઞાનવાળો બનીને સમકીતની પ્રાપ્તિ કરી શકે. એકવાર જીવને સમકીતની પ્રાપ્તિ થાય તો વધારેમાં વધારે એ જીવ અર્ધ પુદ્ગલ પરાવર્તકાળમાં મોક્ષે જવાનો જ એમ શાસ્ત્ર કોલ આપે છે તો જલપૂજા એવી રીતે કરો કે જેથી સંસાર મર્યાદિત થઇ જાય અને વહેલામાં વહેલા અરિહંત જેવા બનીએ એ ન બનાય તો અવશ્ય વહેલામાં વહેલા સિધ્ધ તો થઇએજ આ ભાવ રાખી સૌ કોઇ જલપૂજા કરતા શીખો વહેલામાં વહેલા મુક્તિ પદને પામો એ અભિલાષા. ચંદન પૂજ અને કેશરપૂજાનું વર્ણન આ રીતે જલપૂજા પૂર્ણ કર્યા બાદ પહેલા પબાસન ઉપરના પાણીને પાટ લુસણાથી બરાબર ચોખ્ખું કરી નાંખવું જોઇએ એ ચોખ્ખું કરતા ભગવાનને જરાય પાટલુસણાનું કપડું ન અડે એની સતત કાળજી રાખવી જોઇએ અને પાટલુસણું કર્યા પછી અભિષેકના પાણીની કુંડી બહાર કાઢી બહાર મુકી આવવી જોઇએ ત્યાર પછી હાથ ધોઇ ધૂપથી ધૂપીને હાથ સ્વચ્છ કરી પોતાના ધોતીયા અને ખેસને અંગલુછણા ન અડે એ રીતે કાળજી રાખીને પોતાના શરીરને જે રીતે ધીમે ધીમે ટુવાલથી દીલ લુસે એના કરતાં કોમળ હાથથી ભગવાનને પહેલું અંગલુછણું કરે પછી બીજું અંગલુછણું કરે અને પછી જો કોઇ જગ્યાએ પ્રતિમાને Page 20 of 97
SR No.009170
Book TitleAshta Prakari Pujanu Varnan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy