SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ આપનારા કર્મો જ કામ કરે છે કારણ કે સુખ આપનારા કર્મો જે ધર્મથી દુ:ખરૂપ લાગે તોજ ધર્મ કરવાથી ધર્મ પેદા થઇ શકે છે પણ તે દુ:ખરૂપ લાગતો નથી. લગાડવા પ્રયત્ન પણ કરવા દેતા નથી. આ સુખ આપનારા કર્મો દુ:ખ રૂપ નહિ લગાડવા દેવામાં મિથ્યાત્વ મોહનીય કર્મ ભાગ ભજવે છે અને જ્યાં સુધી એ ગાઢ હોય છે ત્યાં સુધી જીવની ધર્મ કરવાની સ્થિતિ હોવા છતાં ય ધર્મ પેદા કરવાની ભાવના પેદા થવા દેતી નથી. આથી સુખને દુઃખરૂપ લગાડવા પ્રયત્ન કરવો એજ હિતાવહ છે. આ રીતે જળપૂજા ભાવપૂર્વક કર્મમળ દૂર કરવાની ભાવનાથી થતી જાય તો પછી જીવને ચંદનપૂજા ભાવપૂર્વક કરવાનું મન થાય અને ચંદનપૂજાને ભાવપૂજા રૂપે બનાવી શકે. જલભરી સંપુટ પત્રમાં યુગલિક નર પૂજંત | 2ષભ ચરણ અંગુઠડે દાયક ભવ જલ અંત IIII ભાવાર્થ :- આ અવસરપિણીના ત્રીજા આરાના છેડે કષભદેવ ભગવાનનો આત્મા ચ્યવન પામ્યો, જન્મ અને વીશલાખ પૂર્વ વરસ સુધી કુમાર અવસ્થામાં રહ્યા ત્યાર પછી ઇન્દ્ર મહારાજા એટલે સૌધર્મ ઇન્દ્ર આવીને ભગવાનને રાજગાદી ઉપર બેસાડીને રાજ્યાભિષેક કર્યો તે વખતે કોઇ વ્યવહાર ન હોવાથી રાજા તરીકે સ્થાપવા, રાજગાદી ઉપર બેસાડવા ઇત્યાદિ કામ સૌધર્મ ઇન્દ્રને કરવાનો કલ્પ હતો તો તે વખતે સૌધર્મ ઇન્દ્ર આવીને વિનીતા નગરીને શણગારી, રાજદરબાર ગોઠવીને કહષભદેવ કુમારને રાજ પોષાકથી શણગારીને રાજ સિંહાસન ઉપર બેસાડ્યા તે દિવસે તે કાળના યુગલિક મનુષ્યો જે હતા તેઓના અંતરમાં અતિ ઉત્સાહ અને આનંદ પેદા થવાથી પોતાના માથે આજથી સ્વામિ એટલે રાજા બનવાના જાણીને નદી ઉપર જઇ ત્યાં રહેલા ઝાડના પાંદડામાં એટલે એ પાંદડાને સંપુટ રૂપે બનાવીને નદીમાંથી જલ ભરીને ઋષભદેવ કુમારનો રાજ્યાભિષેક કરવા માટે લઈને આવ્યા અને એ વખતે ઋષભદેવ કુમારને સારા રાજ વિભવના પોષાકમાં રહેલા જાણીને તથા આખો રાજદરબાર ભરાયેલો જાણીને વિચારમાં પડી ગયા કે હવે આ પાણીથી કઇ રીતે અભિષેક કરવો ? આ જીવો હજુ એટલે સરલ અને જડ એટલે અજ્ઞાન હતા માટે ઉભા રહ્યા અને વિચારે છે કે આ પાણીથી મસ્તક ઉપરથી અભિષેક કરીએ તો આખો રાજપોષાક બગડે માટે એ રાજપોષાક બગડે નહિ અને અભિષેક થાય તો શું કરવું ? આ વિચાર કરીને કહષભકુમારના અંગુઠાને પાણીથી અભિષેક કરીને એ યુગલિક મનુષ્યોએ કહષભ કુમારનો રાજ્યાભિષેક કર્યો, રાજા બનાવ્યા. આ રીતે વિવેક પૂર્વક અભિષેક કરવામાં આવે તો એ અભિષેક જીવોને ભવજલનો એટલે કે દુ:ખ આપનારૂં જલ, સુખ આપનારૂં જલ અને પાપ કરાવનારૂં જલ. આ ત્રણે પ્રકારના જલનો નાશ કરવા માટે વચલા સુખ આપનારા જલનો નાશ કરવામાં સહાયભૂત થાય છે એટલે કે સંસાર રૂપી જલનો અંત આપવામાં સહાયભૂત થાય છે. જલપૂજા જુગતે કરો મેલ અનાદિ વિનાશ | જલપૂજા ળ મૂજ હજો માંગો એમ પ્રભુ પાસ llll. જ્ઞાન કળશ ભરી આતમાં સમતા રસ ભરપુર | શ્રી જિનને નવરાવતાં કર્મ હોયે ચકચૂર ||૧|| ભાવાર્થ :- અનાદિ કાલથી જીવોને રાગ દ્વેષનો મેલ લાગેલો છે જે મેલ એવો ભયંકર રીતે જામ થયેલો છે કે જલ્દીથી નાશ થાય એવો નથી. આથી જ્ઞાની ભગવંતો કહે છે કે જલપૂજા મન-વચન અને કાયાના વ્યાપારની એકાગ્રતા પેદા કરીને કરો કે જેથી અનાદિનો જે મેલ રાગ દ્વેષના મલરૂપે રહેલો છે તેનો વિશેષે કરીને નાશ થાય અને મલરૂપી મેલ આત્મા ઉપરનો જેમ જેમ નાશ પામતો જાય તેમ તેમ Page 19 of 97
SR No.009170
Book TitleAshta Prakari Pujanu Varnan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy