________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનું વર્ણન
મુનિ શ્રી નરવાહનવિજયજી
અપ્રશસ્ત – પ્રશસ્ત રામન વર્ણના
અનાદિકાળથી જગતને વિષે પરિભ્રમણ કરતા જીવો અનાદિ કર્મના સંયોગવાળા હોય છે માટે તે સંસારી જીવો કહેવાય છે. આ સંસારી જીવોનો અત્યંતર સંસાર રાગ-દ્વેષના પરિણામવાળો હોય છે એટલે અનાદિ રાગ દ્વેષના પરિણામ એ જીવોનો અત્યંતર સંસાર કહેવાય છે અને એ અત્યંતર સંસારના યોગે જીવોનો બાહ્ય સંસાર જન્મ-મરણ રૂપ કહેવાય છે કારણ કે એ રાગ-દ્વેષના પરિણામથી જીવોને જન્મ મરણ રૂપ પરંપરા વધતી જ જાય છે અને એથી એ જન્મ મરણ રૂપ બાહ્ય સંસાર કહેવાય છે. આ રાગ દ્વેષના પરિણામ જીવોને અવ્યવહાર રાશીમાં રહેલા હોય છે ત્યારથી જ હોય છે અને તે રાગદ્વેષના પરિણામ નવમા ગુણસ્થાનક સુધી રહ્યા જ કરે છે અને દશમાં ગુણસ્થાનકે જીવોને એક રાગના જ પરિણામ હોય છે.
અવ્યવહાર રાશિમાં રહેલા જીવો સૂક્ષ્મ નિગોદરૂપે એટલે કે સૂક્ષ્મ એકેન્દ્રિયપણા રૂપે રહેલા હોય છે. ત્યાં એ જીવોનું મિથ્યાત્વ અવ્યક્ત રૂપે હોય છે આથી આ જીવોનો રાગ પણ અવ્યક્તપણે રહેલો હોય છે જ્યારે એક સાથે જેટલા જીવો મોક્ષે જાય ત્યારે તે અવ્યવહાર રાશીમાંથી એટલા જ જીવો બહાર એ બહાર નીકળી એકેન્દ્રિય રૂપે ઉત્પન્ન થાય તેને વ્યવહાર રાશિમાં એટલા જીવો આવ્યા કહેવાય છે અને એ જીવો જે એકેન્દ્રિયપણા રૂપે આવે છે તે જીવો એકેન્દ્રિયના બાવીશ ભેદોમાંથી કોઇને કોઇ ભેદ રૂપે ઉત્પન્ન થયેલા હોય છે આથી અવ્યવહાર રાશીમાં સૂક્ષ્મ નિગોદ રૂપે જીવો રહેલા હોય છે તે જીવોને અનાદિ સૂક્ષ્મ નિગોદ રૂપે કહેવાય છે અને વ્યવહાર રાશીમાં સૂક્ષ્મ નિગોદ રૂપે જે જીવો ઉત્પન્ન થાય તે જીવોને સાદિ સૂક્ષ્મ નિગોદ રૂપે જીવો કહેવાય છે. આથી અવ્યવહાર રાશીમાં જીવો રહેલા હોય તે જીવોનો જે રાગનો પરિણામ હોય છે તેનાથી કાંઇક વિકાસ પામેલો રાગનો પરિણામ વ્યવહાર રાશીમાં આવેલા જીવોનો હોય છે આથી તે જીવોની અપેક્ષાએ વ્યક્ત રૂપે રાગનો પરિણામ કહેવાય છે.
આ રીતે વ્યવહાર રાશીમાં આવેલા એકેન્દ્રિય જીવો જે પુગલોનો આહાર ગ્રહણ કરે છે તે સચિત્ત પુદ્ગલરૂપે હોય-અચિત્ત પુદ્ગલરૂપે પણ હોય છે અને સચિત્ત-અચિત્ત મિશ્ર પુદ્ગલરૂપે પણ એ આહાર હોય છે. તે આહારનો પુદ્ગલો અનુકૂળ હોય તો તે પુગલોને ગ્રહણ કરતાં રાજીપો પેદા થતો જાય છે એટલે એ રાજીપાથી રાગાદિનો પરિણામ વિશેષ સ્પષ્ટ રૂપે બનતો જાય છે અને પ્રતિકૂળ આહારના પુગલોનો. આહાર મલે તો તેમાં નારાજી પેદા થતાં દ્વેષાદિનો પરિણામ વિશેષ સ્પષ્ટ થતો જાય છે. આ રીતે પુગલોનો આહાર પુરૂષાર્થથી ગ્રહણ કરી અને પરિણાવી જીવો રાગાદિ વધારતા વધારતા શરીર બનાવવાનો પ્રયત્ન કરતા જાય છે અને એમાં એ પુદગલોને પરિણમન કરતાં રસવાળા પુગલોનો સંગ્રહ કરે છે અને ખલા એટલે ખરાબ રસવાળા પુદ્ગલોનો નાશ કરે છે. આ રીતે રસવાળા પુદ્ગલોને અસંખ્યાતી વાર બનાવી સંગ્રહ કરતા તેમાંથી શક્તિ પેદા કરીને શરીર બનાવે છે. આથી પુરૂષાર્થ કરીને શરીર બનાવેલું હોવાથી એ શરીર પ્રત્યેનો રાગ-આસક્તિ અને મૂચ્છ તેમજ મમત્વ બુધ્ધિ રૂપે રાગ વિશેષ રીતે સ્પષ્ટ થતો જાય છે અને એજ શરીરની શક્તિથી આહારના પુદગલો સમયે સમયે અસંખ્યાતી વાર ગ્રહણ કરતાં કરતાં તેમાંથી
Page 1 of 97.