________________
શકશે. આસનની સ્થિરતાનો આ પાયો જેટલો દૃઢ નંખાયો હશે તેટલી પછીની સાધના સરળ થશે.
એ ધ્યાનમાં રહે કે પ્રારંભિક અભ્યાસી માટેનું આ સૂચન છે. આગળ જતાં એક અવસ્થા એવી આવે છે, જ્યારે કાયાથી અન્ય પ્રવૃત્તિ થતી રહે છતાં ચિત્ત સ્વમાં લીન રહે. પરંતુ પ્રારંભમાં તો, કાયાને સ્થિર રાખીને ચિત્તની સ્થિરતા કેળવવાનો અભ્યાસ કરવો રહ્યો. આસનની સ્થિરતાથી શરીરની ચંચળતા પર કાબૂ આવે છે, એટલું જ નહિ, એથી મનની ચંચળતા પણ કંઈક ઘટે છે. પ્રાણાયામ :
મનને સ્થિર કરવા પ્રાણાયામના અભ્યાસને યોગવર્તુળોમાં ઘણું મહત્ત્વ અપાયું છે. એના મૂળમાં એ સિદ્ધાંત રહેલો છે કે પ્રાણ અને મન પરસ્પર સંકળાયેલાં છે. એકનું નિયમન કરો, એટલે બીજાનું નિયમન થઈ જાય છે.
- હઠયોગે પ્રાણાયામની અનેક પ્રક્રિયાઓ વિકસાવી છે. ચિત્તય ઉપરાંત શારીરિક સ્વાચ્ય, રોગનિવારણ, તિતિક્ષાનો વિકાસ, અતીન્દ્રિય શકિતઓ તથા સિદ્ધિઓની પ્રાપ્તિ વગેરે ઉદ્દેશો પાર પાડવા પણ પ્રાણાયામનો પ્રયોગ થતો રહ્યો છે. એના અભ્યાસ દ્વારા ચમત્કારિક કહી શકાય તેવાં પરિણામો હાંસલ કરનાર હઠયોગીઓ વર્તમાનમાં પણ મળી આવે છે. તિબેટના હિમાચ્છાદિત પ્રદેશોમાં જ્યારે પારો ઠારબિંદુ નીચે ગયો હોય ત્યારે પણ, બરફની શિલાઓ ઉપર ઉઘાડા શરીરે રાત્રિઓ પસાર કરતા લામાઓ એનાં જીવંત પ્રતીકો છે.
ચાર-પાંચ દાયકા પહેલાં કલકત્તા યુનિવર્સિટીએ ત્યાંની પ્રેસિડન્સી