SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ એકટ્રેસનું ચિત્ર જોઈને વિકારભાવ કેટલી ઝડપથી જાગી શકે છે ! તો સંતનું ચિત્ર ખૂબ ઝડપથી શુભ ભાવોને કેમ જગાડી ન દે ? પ્રતિમાને જડ કહીને જો તેનું આલંબન લેવાનો ઈન્કાર કરી દેવામાં આવશે તો નામ જપવા માટેની માળા અને નામ બે ય જડ છે તે ય છોડવા પડશે, અને જ્ઞાન મેળવવા માટેનું શાસ્ત્ર અને તેના અક્ષરોની આકૃતિ (એક પ્રકારની પ્રતિમાઓ) પણ જડ છે તે ય છોડવા પડશે. પ્રતિમાના આલંબને અનેકના ઉદ્ધાર મંત્રીશ્વર પેથડની કારમી ધનમૂર્છા પ્રતિમાના દર્શનમાત્રથી ખતમ થઈ ગઈ હતી ! ‘આ ભગવાન સર્વસંગના ત્યાગી, વર્ષીદાન કરીને ધનને છૂટે હાથે ઉડાવી દેનારા અને હું ધનનો કીડો ! હાય !' આ વિચાર એ પ્રતિમાના આલંબને જ આવ્યો હતો. કમાલ કરી છે ને પ્રતિમાએ ! અને પોતાના પ્રતિસ્પર્ધી તાનસેનનું ખૂન કરવાના સોગંદ બૈજુને આપીને બાપ મર્યો હતો. પણ તાનસેનનું ખૂન કરવાની તક સતત શોધતા ફરતા બૈજુની નજરમાં એક દિ' એક મંદિરની પ્રતિમા આવી ગઈ ! એના ખૂનના ભાવ ખતમ થઈ ગયા ! એ હેવાન મટીને ભગવાનમય બની ગયો ! એણે શત્રુને મારી તો નાંખ્યો જ પણ શત્રુતા મારવા દ્વારા, પ્રાણ લેવા દ્વારા નહિ. જો પ્રતિમા ન હોય તો આ શુભ ભાવો શેં જાગત ! તાનસેન અને બૈજુ પરસ્પર ભેટી પડ્યા એ સ્નેહભાવની ઉત્કૃષ્ટ પળ ક્યાંથી જન્મ પામત ! ‘ઝેરનો પ્યાલો પીવડાવી દેતા રાણા પ્રત્યે તને કેમ કોઈ દિ’ દ્વેષ આવતો નથી ?’ કોઈકે મીરાંને સવાલ કર્યો. તેણે સામે ગોઠવેલી ગિરધરની પ્રતિમા બતાવીને કહ્યું, “હું આનામાં એવી પાગલ થઈ છું કે મને તે દ્વેષ કરવાનો પણ સમય મળતો નથી !” પોતાની બાળકીને અક્કાએ ટોટો પીસીને મારી નાંખી તેનો આઘાત માતા રામદુલારી જીરવી શકતી ન હતી. એ દરમિયાન એને મંદિર મળ્યું, ભગવાન મળ્યા. એમનામાં એ તદાકાર બનવા લાગી. એની એવી ઉત્કૃષ્ટ ક્ષણોએ એ પહોંચી કે બાળકીના મોતના આઘાતના સતત દૂઝતા ઘા પૂરેપૂરા રુઝાઈ ગયા. કાલીની પ્રતિમામાં સાક્ષાત્ ‘જગદંબા’નું દર્શન કરતા રામકૃષ્ણ લગ્નની પહેલી જ રાતથી પોતાની પત્નીમાં ‘જગદંબા'ના દર્શન કરવાની સિદ્ધિને વર્યા હતા. મરતાં સુધી એમણે એ આલંબન ત્યાગ્યું નથી. પરમાત્મા મહાવીરદેવ હાથ ઊંચો કરીને ચંડકૌશિકને કહી રહ્યા છે, ‘બુઝ બુઝ ચંડકોસીઆ !' એ ચિત્ર જોઈને એક ભાઈએ પરમાત્મા મહાવીરદેવના ચરણે પોતાનું જીવન અર્પી દીધું ! તેમની ભક્તિમાં તે તલ્લીન બની ગયા ! ચિત્રની આવી તાકાત ! હા, વ્યક્તિની ગેરહાજરીમાં વ્યક્તિના વિરહથી ઝૂરતી નારી પતિના ફોટા (પ્રતિમા) સિવાય ક્યાંથી બળ મેળવે ? પંડિત ધનપાળ, પંડિત સિદ્ધસેન, હાસા-પ્રહાસાનો દેવાત્મા ઢોલિયો વગેરે અગણિત આત્માઓ માત્ર પ્રતિમાના દર્શને જીવનના ‘ટર્નિંગ પોઈન્ટ'ને હાંસલ કરી શક્યા હતા. જેને જે ગુરુએ તાર્યો તેના માટે તે ગુરુ ભગવાન જ કહેવાય. જેને જે પ્રતિમાએ તાર્યો તેના માટે તે પ્રતિમા ભગવાન જ કહેવાય. આથીસ્તો પરમાત્માના વિરહકાળમાં પરમાત્માનું સ્મરણ કરાવતી, જાતનું શોધન કરાવતી, નિર્મળ ભાવોનું ગંજાવર ઉત્પાદન કરતી પ્રતિમાની પ્રતિષ્ઠા કરીને લાખો અને કરોડો રૂપિયાના જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy