________________
અગાસ આશ્રમમાં શ્રી નેમિનાથ પ્રભુની નવીન પ્રતિષ્ઠા
અગાસ આશ્રમમાં આવેલ શ્રી દિગંબર મંદિરમાં ભગવાનની એક બેઠક ખાલી હોવાથી ત્યાં પ્રતિમાજીની સ્થાપના કરવા માટે ઇન્દોર પાસે આવેલ શ્રી બનેડીયાજી તીર્થમાંથી બાળ બ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવાનના ૫૧૧ વર્ષ જૂના પ્રતિમાજીને લાવવામાં આવ્યા. તે પ્રતિમાજી શ્રી બર્નડીયાજીના ટ્રસ્ટીઓએ સદ્ભાવપૂર્વક ભેટ આપેલ છે,
શ્રી બનેડીયાજી તીર્થથી પ્રતિમાજીને આશ્રમમાં લાવવામાં આવ્યા ત્યારે બેંડવાજા સાથે બહુ ધામધૂમ પૂર્વક મુમુક્ષુ ભાઈ બહેનોએ અગાસ આશ્રમના પ્રથમ દરવાજામાં પ્રવેશ કરાવ્યો હતો. ત્યારપછી વરઘોડારૂપે પ્રતિમાજીને લઈ આવ્યા.
‘ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો' છે ત્યાં તેમને વધાવી
શ્રી દિગંબર મંદિરમાં બિરાજમાન કર્યા હતા.
ત્યારબાદ તે પ્રતિમાજીની પ્રતિષ્ઠા સં.ર૭૬૦ ના આસો
વદી ૧ ના દિવસે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર
તથા પ. પૂ. પ્રભુશ્રીજી ના જન્મ ઉત્સવ પ્રસંગે
ભાવોલ્લાસપૂર્વક વિધિ
સહિત કરવામાં આવી
હતી.
૨૫૯
શ્રી નેમિનાથ પ્રભુના પ્રતિમાજી