SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થક્ષેત્ર‘શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ' અગાસના નિર્માણ સંબંધીની વિગતો (મુમુક્ષુઓ દ્વારા સાંભળેલ) સંવત્ ૧૯૫૪માં અગાસ સ્ટેશન પર શ્રીમદ્ રાજચંદ્રનું આગમન આ પુણ્યભૂમિ છે, તીર્થધામ થશે સંવત્ ૧૯૫૪ ના શ્રાવણ માસની શરૂઆતમાં પરમ કૃપાળુદેવ કાવિઠા જવા માટે અગાસ સ્ટેશને ઊતર્યા હતા. ખંભાતવાળા શ્રી અંબાલાલભાઈ સાથે હતા. ત્યારે કાવિઠાથી લેવા માટે વાહન આવતાં સુધી તેઓશ્રી અગાસ સ્ટેશનના વેઈટીંગરૂમમાં રોકાયા હતા. તે સમય દરમ્યાન હાલ જ્યાં આશ્રમ બનેલ છે ત્યાં તેઓશ્રી પધારેલા અને જણાવેલ કે આ પુણ્યભૂમિ છે. તીર્થધામ થશે, એમ કહેવાય છે. ૫૨મકૃપાળુદેવે જણાવ્યું કે ‘મુનિ આવશે’ સંદેશરના જીજીકાકા હતા. તેઓ મૂળ પાટીદાર હતા. તેમના મિત્ર સુણાવના મુનદાસ હતા. પરંતુ સ્થાનકવાસી સાધુઓના સત્સંગથી જૈનધર્મનો તેમને સાધારણ પરિચય થયેલો. જીજીકાકાને પરમકૃપાળુદેવનો પણ એક શ્રી જીજીકાકા દિવસનો સમાગમ આણંદ મુકામે થયો હતો. જીજીકાકાએ પરમકૃપાળુદેવને સંદેશર પઘારવા વિનંતી કરી હતી. ત્યારે પરમ કૃપાળુદેવે જણાવ્યું હતું કે “મુનિ આવશે.’’ કાળાંતરે પરમકૃપાળુદેવ તેમજ બન્યું. પૂ. પ્રભુશ્રીજી સંદેશર પધાર્યા. તેમના સાનિધ્યમાં અદ્ભુત ભક્તિ થઈ અને અગાસ આશ્રમનું મંડાણ થયું. પ.પૂ.પ્રભુશ્રીજી ૨૪૯ બ AGAS બા૨ વીઘાનું ખેત૨ ભેટમાં અને અગાસ આશ્રમનું મંડાણ સં.૧૯૭૪માં પ્રભુશ્રીજી જુનાગઢ બિરાજતા હતા. ત્યારે નાર, કાવિઠા વગેરેના મુમુક્ષુઓ તરફથી ચરોતરમાં પધારવાની આગ્રહભર વિનંતીથી તેઓ નાર પધારવાના વિચારથી અગાસ સ્ટેશન સુધી આવ્યા. અગાસ સ્ટેશન ઉપર સામા આવેલ કાવિઠાના મુમુક્ષુઓ ઘણો આગ્રહ કરી તેમને કાવિઠા લઈ ગયા. ત્યાં પાંચ સાત દિવસ રોકાઈને તેઓશ્રી નાર પધાર્યા. ત્યાં ૧૯૭૪નું ચોમાસું પૂર્ણ કરી તારાપુર આવ્યા. સં.૧૯૭૫નું ચોમાસુ સીમરડા કર્યું. ત્યારબાદ સં.૧૯૭૬ કાર્તિક સુદ પૂર્ણિમાએ પ્રભુશ્રીજી સંદેશર પધાર્યા. ત્યારે ત્યાંના મુમુક્ષુઓએ જીજીકાકાના મહુડી નામના ખેતરમાં આઠ દિવસનો ભક્તિ કાર્યક્રમ રાખ્યો. સંદેશરના ભક્તિના પ્રસંગે બધા મુમુક્ષુઓ ભેગા થયા. તે વખતે પ્રભુશ્રીજીની વૃદ્ધાવસ્થાના કારણે તથા વાના દર્દને લઈને વિહાર થઈ શકે એમ નથી, માટે કંઈ આશ્રમ જેવું સ્થાન બને તો મુમુક્ષુઓ પણ ભક્તિ સત્સંગનો લાભ લઈ શકે એવી વિચારણા કરવામાં આવી. તે ઉત્સવની ભક્તિમાં સંદેશરના ભાઈશ્રી જીજીભાઈને બહુ ઉલ્લાસ આવવાથી ૧૨ વીઘાનું ખેતર આશ્રમ બંધાવવા માટે ભેટમાં આપ્યું. તે જોઈ બીજા મુમુક્ષુઓએ પણ ફાળો ઉઘરાવવા ટીપ કરી. તેમાં ૧૭૪૦૨/-રૂા.ની રકમ માત્ર અડઘા કલાકમાં થઈ ગઈ, અને અગાસ આશ્રમનું મંડાણ થઈ ગયું.
SR No.009162
Book TitleLaghuraj Swami Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy