________________
અહંકાર નીકળી ગયો ત્યાં તમે મુનિ
શ્રી મોહનભાઈ
એક વખત ખંભાત અંબાલાલભાઈની ખડકી - ને મેડે કૃપાળુદેવને મેં કહ્યું “મેં બે સ્ત્રીઓ, બે છોકરાં, સાહ્યબી વગેરે તર્યું તો હું ત્યાગી નહીં? હવે, મારે શું ત્યાગવાનું રહ્યું છે?” પછી કૃપાળુદેવે તો મને લેવા માંડ્યો, “મુનિ, બે છોકરાં છોડી કેટલા બઘા શ્રાવકો અને સંઘાડામાં જીવ પરોવ્યો છે! પોતાની સ્ત્રી છોડી બીજી કેટલી બધી બાઈઓ પર નજર નાખો છો? એમાં તમે શું ત્યાગું? એક ગયું ને બીજુ આવ્યું!” ત્યાં તો મને થયું : “હાય! હાય! આવું? ખરે!હું મુનિ નહીં. મારી પાછળ તો બહુ લપ વળગી છે.” ત્યારે કૃપાળુદેવે કહ્યું, “હવે તમે મુનિ. મનમાંથી મેં છોડ્યું છે, મેં ત્યાખ્યું છે એવો અહંકાર નીકળી ગયો ત્યાં તમે મુનિ.”
- ઉપદેશામૃત (પૃષ્ઠ-૨૬૧) (પ.પૂ.પ્રભુશ્રીજીના પુત્ર શ્રી મોહનભાઈ તથા પુત્રી શ્રી મણીબેન)
૨૪૨