________________
અહીં ૨હેને, કશુંએ સાથે આવવાનું નથી
બીજીવાર હું આશ્રમ આવ્યો ત્યારે પ્રભુશ્રીજીએ મને કહ્યું – “તારે અહીં રહેવું છે?” મેં કહ્યું હા બાપા. ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું કે “અહીં રહેને, કામ થઈ જશે, કશુંએ સાથે આવવાનું નથી.' આ વચનો મને અંતરમાં ઊતરી ગયા હતા.
જા તારી દેવગતિ થઈ હું મહિને સવા મહિને નરોડા જતો અને ચાર પાંચ દિવસે પાંચ રૂપિયા આપે એટલે હું આશ્રમમાં આવી જતો. એમ કરતાં છએક મહિના થયા.
મારા પિતાશ્રી આશ્રમ આવવા માટે આનાકાની કરતા. પૂ.પ્રભુશ્રીજીના કહેવાથી પત્ર લખી તેમને મેં આશ્રમ બોલાવ્યા. તે આવ્યા પછી પૂ.પ્રભુશ્રીજીના દર્શન કરવા ગયા. ત્યારે પ્રભુશ્રીજીએ તેમને કહ્યું “આ છોકરાની આડે આવીશ નહીં. તે જે કરતો હોય તે કરવા દેજે. એ જે માગે તે આપજે.' પછી પિતાશ્રી ગળગળા થઈ ગયા અને નમસ્કાર કરી કહ્યું બાપા! હવે હું આડે નહીં આવું. એ જે માંગશે તે આપીશ. ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું “જા તારી દેવગતિ થઈ.”
પ્રભુ, અમે તો કૃપાળુદેવના શરણે બેઠા છીએ
હું જ્યાં જતો ત્યાં પ્રભુશ્રીજીના દર્શન થતાં. એમ લગભગ છ મહિના ચાલ્યું. એકવાર હું રાજમંદિરમાં સવારે સાડાપાંચ વાગે દર્શન કરવા ગયો ત્યારે પ્રભુશ્રીજી અગાસીમાં પાટ ઉપર બેઠા હતા. તેમણે બ્રહ્મચારીજીને પૂછ્યું કોણ આવે છે? તેમણે રૂમમાં જોયું તો કોઈને જોયો નહીં. પછી રાજમંદિરમાં જોયું તો હું નમસ્કાર કરતો હતો. તેથી બ્રહ્મચારીજીએ પ્રભુશ્રીજી પાસે જઈ કહ્યું - નરોડીયો આવે છે. એટલામાં હું તેમની પાસે ગયો. પ્રભુશ્રીજીએ મને પૂછ્યું - “શું લેવા આવ્યો?” ત્યારે મેં કહ્યું, “આપનું શરણ” એમ કહી તેમના ખોળામાં મસ્તક મૂકી દીધું. પછી પૂબ્રહ્મચારીજીએ પ્રભુશ્રીજીને કહ્યું “આપનું શરણ માંગે છે.” ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું “પ્રભુ, અમે તો કૃપાળુદેવના શરણે બેઠા છીએ, એમનું શરણ રાખવું, કામ થઈ જશે.” એમ કહી જાણે કપાળુદેવના શરણમાં મને મૂકી દીધો. ત્યારપછી જ્યાં ત્યાં પ્રભુશ્રીજીને દેખતો તે હવે બંધ થઈ ગયું.
૧૫૪