________________
શ્રી ફૂલચંદજી છોગાલાલજી બંદા
આહોર (શ્રી તેજરાજજી ફુલચંદજી બંદાએ આપેલ વિગતના આધારે)
જીવતા જાગતા ભગવાન મારા પિતાશ્રી ફુલચંદભાઈને આહારમાં તમાકુનો ધંધો હતો. તમાકુની ખરીદી માટે ગુજરાતના ચરોતર પ્રદેશમાં અવારનવાર આવવાનું બનતું. એકવાર ખરીદી માટે કાવિઠા આવેલા હતા ત્યારે શ્રી દલપતભાઈએ કહ્યું. ફૂલચંદભાઈ તમને જીવતા જાગતા ભગવાન બતાવું. ત્યારે તેમણે કહ્યું : આ કાળમાં આવા કોઈ હોય નહીં. તો કહે ચાલો બતાવું. એમ કહી બન્ને જણ પ.પૂ.પ્રભુશ્રીજી પાસે આવ્યા.
વાહ!પ્રભુ વાહ! પ.પૂ.પ્રભુશ્રીજીએ ફૂલચંદભાઈને પૂછ્યું : “પ્રભુ! શું કરો છો?” ત્યારે તેમણે કહ્યું: હું તો બધું કરું છું. પૂજા કરું છું. પ્રતિક્રમણ કરું છું, પૌષઘ લઉં છું, ઋષિ મંડળ વગેરે મંત્રોનો જાપ જપું છું અને પર્યુષણમાં વ્યાખ્યાન પણ વાંચુ છું. તે સાંભળી પ.પૂ. પ્રભુશ્રીજીએ કહ્યું “વાહ! પ્રભુ વાહ! 'પોતાની મોટાઈની વાત ઘીરજ સહિત સાંભળવાથી ફૂલચંદભાઈને મનમાં પ.પૂ.પ્રભુશ્રીજી પ્રત્યે સદ્ભાવ ઉત્પન્ન થયો કે મહારાજ સારા છે.
બીજા વર્ષે ફરીથી તમાકુ લેવા આવ્યા ત્યારે ઋષિમંડળ વગેરે મંત્રોના જાપ કરતા હતા અને જેનું એમને ખૂબ માહાસ્ય હતું તેના કાગળીયા વગેરે પણ ફૂલચંદભાઈ સાથે લેતા આવ્યા. તે પ.પૂ.પ્રભુશ્રીજીને બતાવ્યા. તે બધું જોઈ પ.પૂ.પ્રભુશ્રીજીએ તો તે પાછા આપ્યા અને જણાવ્યું કે “પ્રભુ! આ બધા સાથે એક આ પુસ્તક “તત્ત્વજ્ઞાન છે તે પણ વાંચજો.” પછી ત્રણ પાઠ સમજાવ્યા અને તે કરવા જણાવ્યું.
આનંદનું કારણ તો આ પુસ્તક છે
શ્રી ફૂલચંદભાઈ તમાકુ લેવા આવે ત્યારે વળતા પાલીતાણા દર્શન કરીને આહાર જાય. પાલીતાણામાં ડુંગર ચઢતાં તળેટીમાં આવેલ બાબુના મંદિરમાં દર્શન કરવા ગયા. ત્યાં પૂ.પ્રભુશ્રીજીએ આપેલ “તત્ત્વજ્ઞાન” જે પાસે હતું, તે વાંચવાનો ભાવ થયો. પુસ્તક ખોલતાં બહુ પુણ્ય કેરા પુંજથી'નું પદ નીકળ્યું. તે વાંચતા અનેરો આનંદ આવવા લાગ્યો. વિચાર્યું કે આવો આનંદ તો ડુંગર ઉપર દર વર્ષે ચહું છું પણ કદી આવ્યો નથી. પછી તે પદ પૂરું થયું કે તત્ત્વજ્ઞાન બંધ કર્યું. તેની સાથે તે આનંદ આવતો પણ બંઘ થયો. ફરી પુસ્તક ખોલ્યું તો આનંદ આવવા લાગ્યો. તેથી મનમાં થયું કે આનંદનું કારણ તો આ પુસ્તક છે. એમાં જ કંઈક છે.
પ
છે.
'
Bકા.
પાલીતાણાની તળેટી ઉપર બાબુનું મંદિર
૧૩૧