________________
પૂજ્યશ્રી બ્રહ્મચારીજીના ચિત્રપટની સ્થાપના
તેઓશ્રીના દેહવિલય બાદ સંવત્ ૨૦૧૦ના આસો સુદ ૮ના રોજ તે વખતના આશ્રમના પ્રમુખ શેઠશ્રી શાંતિલાલ મંગળદાસના શુભ હસ્તે પૂજ્યશ્રી બ્રહ્મચારીજીના ચિત્રપટની સ્થાપના તેઓ જે ઓરડામાં કાયમ બેસતા હતા, ત્યાં કરવામાં આવી.
પૂજ્યશ્રીના અક્ષરદેહથી આવતી અપૂર્વ જાગૃતિ
આવું અપૂર્વ સમાધિમરણ સાધનાર પૂ.શ્રી બ્રહ્મચારીજી આજે દેહધારી રૂપે તો વિદ્યમાન નથી, પણ તેઓશ્રીના જીવનમાં વણાઈ ગયેલ પરમકૃપાળુદેવ પ્રત્યેની પરમભક્તિની ભાવના તેમના અક્ષર દેહ્ત્વચનો દ્વારા આજે પણ મુમુક્ષુઓને જાગૃત કરે છે; મોક્ષનો અપૂર્વ માર્ગ ચીંઘી કલ્યાણ બક્ષે છે. ધન્ય છે પવિત્ર પુરુષોના પરમ ઉપકારને
ધન્ય છે એવા પવિત્ર પુરુષોના પરમ ઉપકારને કે જેમણે પરમકૃપાળુ સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનું શરણ અપાવી આપણા આત્માનું અનંત હિત કર્યું. પ્રત્યુપકાર વાળવાને સર્વથા અસમર્થ એવા અમારા આપના ચરણાવિંદમાં કોટિશઃ પ્રણામ.
૩૮