________________
શ્રી પાલીતાણા ગઢ ઉપરના મંદિરોના દર્શન
શ્રી હસ્તગિરિ તીર્થ શ્રી મોતીશાની ટૂંક, પાલીતાણા ગઢ ઉપર
શ્રી કદંબગિરિ તીર્થ જૂનાગઢથી પાલીતાણા પધાર્યા. પહેલે દિવસે ગામના દેરાસરોમાં દર્શન કર્યા. બીજે દિવસે ગઢ ઉપર ચઢી બઘી ટ્રકોના દર્શન કરી આદીશ્વર ભગવાન આગળ ચૈત્યવંદન કરી નીચે ઊતર્યા. પૂજ્યશ્રી ૪-૫ મુમુક્ષુઓ સાથે સોનગઢ ગયા. ત્યાં બધે ફરી સમવસરણની રચના તથા દેરાસરના દર્શન કરી પાછા પાલીતાણા આવ્યા. ત્યાંથી ૮ મુમુક્ષુઓ સાથે પૂજ્યશ્રી બોટાદ પધાર્યા અને બીજા બધા મુમુક્ષુઓ પાલિતાણાથી સીઘા આશ્રમ માટે રવાના થયા.
૧૮૪