________________
પૂજ્યશ્રી બ્રહ્મચારીજીની તીર્થયાત્રાના સંસ્મરણો
“સદ્ગુરુ ચરણ જહાં ઘરે, જંગમ તીરથ તેહ;
તે રજ મમ મસ્તક ચઢો, બાળક માંગે એહ.”
સં. ૧૯૮૧ થી પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ જે જે તીર્થસ્થળોની ક્ષેત્રસ્પર્શના કરી ત્યાં ત્યાં પૂ.શ્રી બ્રહ્મચારીજી સાથે હતા. પણ સં.૧૯૯૨ના વૈશાખ સુદ ૮ના દિવસે તેઓશ્રીનો દેહોત્સર્ગ થયા પછી પૂ. શ્રી બ્રહ્મચારીજીએ કયા વર્ષમાં ક્યાં ક્યાં યાત્રાર્થે ગમન કર્યું તેનું ક્રમશઃ વિવરણ નીચે પ્રમાણે છે. પૂજ્યશ્રી બ્રહ્મચારીજી બે ત્રણ વર્ષે યાત્રાએ પધારતા. તે વખતે સો-બસોનો કે ક્યારેક ચારસો પાંચસોનોય સંઘ સાથે થઈ જતો હતો.
પ.પૂ.પ્રભુશ્રીજી
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ
કાવિઠા
સં.૧૯૯૩ના કાર્તિક વદ ૨ના રોજ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ કાવિઠાના મુમુક્ષુભાઈઓની ઘણી આગ્રહભરી વિનંતીથી ૭૦૮૦ મુમુક્ષુભાઈઓ સાથે ત્યાં પધારી ત્રણ દિવસની સ્થિરતા કરી હતી. તેમના સાનિધ્યમાં ‘શ્રીમદ્ રાજચંદ્ર મંદિર’નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
મહુડી, આંબે, વડ અને ઘોરી ભગતની દેરીએ, જ્યાં જ્યાં પરમકૃપાળુદેવે બોધધારા વર્ષાવેલી, તે સર્વ જગ્યાએ દર્શન ભક્તિનો લાભ લીધો હતો. તે સમયે પરમકૃપાળુદેવના પગલા માટે રૂપિયા ત્રણ હજારની ટીપ થઈ હતી.
કાવિઠાના મુમુક્ષુભાઈઓનો ઉત્સાહ ઘણો હતો. તેઓએ પૂ.શ્રીને જણાવ્યું કે અમારે માટે હવે આપ જ એક માર્ગદર્શક છો. ઈડરની યાત્રા
સં.૧૯૯૩ના મહા સુદ ૧ને શુભ દિવસે પૂજ્યશ્રી સિદ્ધપુર પધાર્યા. ત્યાં છ દિવસ રોકાઈ સાતમને દિવસે પગપાળા વિહાર કરી ખેરાળુ, જ્યાં પ.પૂ.પ્રભુશ્રીજીએ ચોમાસું કરેલું ત્યાં ગયા. ત્યાંથી રાત્રે દસ વાગે પગપાળા વિહાર કરી તારંગાજી પહોંચ્યા. ત્રણ દિવસ ત્યાં રોકાઈ ઈડર પધાર્યા.
ઈડર આવ્યા પછી આશ્રમમાં સમાચાર મોકલ્યા. જેથી મુખ્યત્વે શ્રી વસ્તીમલજીની નોટના આધારે મળેલી યાત્રાની વિગત.
પૂ.શ્રી બ્રહ્મચારીજી
૧૬૩
સોએક મુમુક્ષુભાઈબહેનો ત્યાં આવી પહોંચ્યા. શ્રી પુનશીભાઈ તથા અમદાવાદથી શેઠ શ્રી જેસીંગભાઈ પણ ત્યાં આવ્યા હતા. તે સમયે ઘંટિયા પહાડ ઉપર રહેવાની સગવડ નહોતી. પૂ.શ્રી બ્રહ્મચારીજી સૌથી આગળ અને પાછળ સર્વ સંઘ સ્મરણમંત્રની ધૂન બોલતા ઘંટિયા પહાડ ઉપર આવી પહોંચ્યો. ત્યાં શ્રી સિદ્ધશિલા સમક્ષ નમસ્કાર કરી બધા બેઠા અને ભક્તિ ભજન કર્યાં.
શ્રી સિદ્ધશિલા
સ્વમુખે ‘બૃહદ્વવ્યસંગ્રહ' - સંભળાવ્યો
પછી પૂ.શ્રી બ્રહ્મચારીજીએ સ્વમુખે ‘બૃહદ્ દ્રવ્ય સંગ્રહ’ સંભળાવ્યો અને તેનું વિવેચન પણ કર્યું. સર્વ મુમુક્ષુઓએ મૌનપણે એકાગ્રચિત્તે તેનું શ્રવણ કરી અત્યંત આનંદ અનુભવ્યો.
નીચે પુઢવી શિલા, કણિયા મહાદેવનું મંદિર, બીજા પહાડ ઉપર શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર, દિગંબર મંદિર, રણમલની ચોકી, રૂઠી રાણીનું માળિયું, ભૂરાબાવાની ગુફા વગેરે સ્થળોએ જ્યાં જ્યાં પરમકૃપાળુદેવ વિચરેલા તે તે જગ્યાએ દર્શન ભક્તિ કરી ઉલ્લાસિત થયા.