SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયત્ન કરજો.” તે મને સમજાયું નહીં. સંજોગવશાત્ ખંભાતમાં એક વિદ્વાનભાઈને, જેમને જ્ઞાન છે એમ જાણવામાં આવ્યું હતું તેથી તેમને તે સમજવા માટે પૂછ્યું પણ તેમના ખુલાસાથી સમાઘાન થયું નહીં. ત્યાર પછી જ્યારે પ.પૂ.બ્રહ્મચારીજીએ તે વિષેનો કરેલો ખુલાસો વાંચ્યો ત્યારે સમાધાન પણ થયું અને સહજ લાગ્યું કે પરમકૃપાળુદેવના હૃદયને જાણનારા આ પણ મહાપુરુષ હોવા જોઈએ. નહિ પ્રાપ્તકો ના ચહે, પ્રાપ્ત અપ્રાપ્ત સમાન.' ગ્રંથ-યુગલના આ વચન ઘણી વાર યાદ આવ્યા કરે છે કે સંક્ષિપ્તમાં દુ:ખથી મુક્ત થવાનો કેવો રામબાણ ઉપાય બતાવ્યો સાત વર્ષના પોતાના એકના એક પુત્રનો ત્યાગ કરી પ.પૂ.પ્રભુશ્રીજીની સેવામાં સર્વાર્પણભાવે રહેવું એ પૂ.શ્રી બ્રહ્મચારીજીની ત્યાગ-વૈરાગ્યની પરાકાષ્ઠા સૂચવે છે. યવતમાલના મંદિરમાં પત્રસુઘાના વાંચન વખતે સતત એમ જણાતું કે તેઓશ્રીને પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પ્રત્યે કેવી ગજબની નિષ્ઠા હતી. પોતાનું અસ્તિત્વ જ જાણે કૃપાળુદેવમાં ખોઈ નાખ્યું છે એમ સ્પષ્ટ જણાતું. તેમના પ્રત્યે પૂજ્યભાવ વૃદ્ધિ પામવામાં તેમના ઘણાં વચનો નિમિત્તરૂપ બન્યા છે. તેમાંથી એક અહીં લખું છું. પત્રસુઘાના પત્રાંક ૧૦૦૧માં બોઘની માગણી કરનાર મુમુક્ષુભાઈને ઉત્તરમાં જણાવ્યું છે કે “હું તો પામર છું.”આ વચનમાં તેમની અનહદ લઘુતા, શૂરવીરતા અને આત્માનંદમાં અખંડ નિવાસ કરવાની પ્રબળ ઇચ્છાદશાના દર્શન થાય છે. પરમકૃપાળુદેવ પ્રત્યેની કેટલી મહાનતા તેમને હૃદયગત થઈ હશે ત્યારે પોતાની ઉચ્ચ દશાએ પણ પામરપણું જ દેખાયું હશે. એ એમની ગુરુપ્રેમ દશાનું માપ કાઢી શકાય એમ જ નથી. સહજ કંઈ લખતાં, બોલતાં આ જીવને આવડી ગયું હોય તો પોતાની મહાનતા દેખાડ્યા કરે, જ્યારે પ્રજ્ઞાવબોઘ, સમાધિ-સોપાન, સમાધિ-શતક, લઘુયોગવાસિષ્ઠસાર, પ્રવેશિકા આદિ ગ્રંથોની રચના કરનાર, ઘરકુટુંબનો અંતરંગ અને બાહ્યથી ત્યાગ કરનાર, તત્ત્વજ્ઞ પુરુષની સતત સેવામાં રહી આજ્ઞાની પૂ.શ્રી બ્રહ્મચારીજી એકાંત ઉપાસના કરનાર, સ્વસંપત્તિ (આત્મસંપત્તિ) પ્રાપ્ત કરીને એ દશામાં નિરંતર રહેવાનો સતત પુરુષાર્થ કરનાર પોતાને પામર શ્રી પ્રેમરાજજી જૈન ગણાવે એ એમની કેટલી બધી અદ્દભુત મહાનતાનું સ્વાભાવિક યવતમાલ સૂચન છે! મહાપુરુષોની પરમ લઘુતા તેમના વચન-દર્શનના આઘારે તેઓશ્રી પ્રત્યે ઘણો ઘણા વર્ષો પહેલા તત્ત્વજ્ઞાનમાં વાંચેલું–“રાત્રિ વ્યતિક્રમી આદરભાવ જન્મ્યો છે. ધન્ય છે પરમ પુરુષોની પરમ લધુતાને. ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા. ભાવનિદ્રા ટાળવાનો અસ્તુ. ૧૧૬ ભા.
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy