________________
અન્યને પણ કલ્યાણનો માર્ગ બતાવવાની ભાવના
નથી હું સોસાયટીના કામથી કંટાળ્યો કે નથી સોસાયટી વાળાઓએ મને કાઢી મૂકવાનો વિચાર કર્યો કે જેથી મારે બીજું કોઈ સ્થળ શોધવું પડે. જો તેમ હોય તો આજે બસો પાંચસો રૂપિયા મહિને મળે તેવી નોકરી હું શોધી શકું એટલી મારામાં મને શ્રદ્ધા અને શક્તિ જણાય છે. પણ તે બધા ગુલામ કે નોકર બનાવનારાં કારખાનાં હોવાથી, માત્ર સ્વતંત્ર જીવન સમજવું, સ્વતંત્ર થવું અને સ્વતંત્ર થવા ઇચ્છનારને દેખેલો માર્ગ યથાશક્તિ આંગળી ચીંધી બતાવવા તૈયાર થવું એટલું જ કામ કંઈક મારાથી બની શકે તો આટલા ટૂંકા જીવનમાં તે ઓછું નથી. એમ અત્યારે લાગે છે. જે વસ્તુ માલ વગરની લાગે છે તેમાં ને તેમાં જ ગોચલા ગણવા અને તેના તે વિચારોમાં ગૂંચાયા કરવું તે હવે અસહ્ય લાગે છે. તેમાં જીવવું તે સાક્ષાત્ મરણ દેખાય છે. જેને માટે જીવવું છે તે જો ન બને તો હાલતાચાલતા મડદા જેવી સ્થિતિમાં જીવવા જેવું છે.’’
સેવાનો ઉત્કૃષ્ટ ભાવ
બીજી બાજી પ્રભુશ્રીજીને પણ વિનંતી પત્રોમાં લખે છે –
ગમે તે ક્ષણે જો આપના તરફથી એક સૂચના માત્ર મળે કે મારે સેવામાં ખડા થવું, તો કોઈપણ વસ્તુ કદી પણ મેં મારી ન ગણી હોય તેમ તેને છોડી આપની સેવામાં હાજર થવાનો ઘણા વખતનો મારો નિશ્ચય છે.
.....કોઈ કોઈ વાર એમ થઈ આવે છે કે કાવિઠાના કલ્યાણજી ડોસા તથા મગનભાઈ સ્ટેશન માસ્તરને આપ સ્પષ્ટ શબ્દોમાં જંજાળ છોડી સત્પુરુષને આશરે આવવાનું કહો છો તેમ મને પણ કહેશો જ, એવી આશા રાખીને હું પણ બેઠો છું; અને જ્યારે આજ્ઞા મળશે ત્યારે વિના વિલંબે આપની સેવામાં હાજર થઈ જવું, એવો નિશ્ચય કરી રાખ્યો છે, કારણ કે આપની આજ્ઞા થઈ એટલે કોઈપણ જાતનું વિચારવાનું રહેતું જ નથી એવું હું ભણ્યો છું. ‘બાજ્ઞા ગુરુમ્ વિચારળીયા' ગુરુની આજ્ઞા મળતાં તે યોગ્ય છે કે કેમ તેનો વિચાર જ ન આવવો જોઈએ, માત્ર તેને અમલમાં મૂકવી ઘટે.
“પવિત્ર સેવાનો કે તે ન બને તો પરમ સત્સંગનો કે જે આજ્ઞા થાય તે ઉઠાવવાનો પ્રસંગ મેળવી પ્રયત્ન કરવા તત્પર આ દીનદાસના સવિનય સાષ્ટાંગ નમસ્કાર પવિત્ર સેવામાં પ્રાપ્ત થાય.’’
સર્વસ્વ ત્યાગી પ્રભુશ્રીજીની સેવામાં જોડાઈ ગયા
આવી સર્વાર્પણની ભાવના છતાં તેઓશ્રીના મનમાં એમ
૧૫
રહેતું કે કામ વિના આશ્રમમાં રહી બોજારૂપ કેમ થવાય? પ્રભુશ્રીજીએ તેમના મનનો ભાવ જાણી કહ્યું કે અહીં તો કામના ઢગલા છે. પછી તો તેમનાથી રહ્યું જ ન ગયું. પ્રભુશ્રીજીની આજ્ઞા મેળવી, ઘેરથી મોટાભાઈની રજા મેળવી તેમજ ચરોતર એજ્યુકેશન સોસાયટીમાં રાજીનામું આપી જૂન ૧૯૨૫માં પ્રભુશ્રીની સેવામાં જોડાઈ ગયા.
બ્રહ્મચર્ય દીક્ષા
“સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, મોક્ષ સંબંઘી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે ‘બ્રહ્મચર્ય’ અદ્ભુત અનુપમ સહાયકારી છે, અથવા મૂળભૂત છે.” એમ પરમ કૃપાળુદેવની શિક્ષા જાણી તેઓશ્રીએ પ્રભુશ્રી પાસે બ્રહ્મચર્ય દીક્ષા અંગીકાર કરી. પછી તો પ્રભુશ્રીજી બીજા બ્રહ્મચારીઓ હોવા છતાં તેમને જ માત્ર ‘બ્રહ્મચારી’ એવા નામથી સંબોધન કરતા. તેથી આ સામાન્ય નામ વિશિષ્ટતાને પામ્યું અને ગોવર્ધનદાસજી ‘શ્રી બ્રહ્મચારીજી’ના નામથી જ સર્વત્ર ઓળખાવા લાગ્યા.
તા. ૧૧-૧-૨૬ની રાત્રે દસ વાગ્યે પ્રભુશ્રી પોતે વાંચન કરી રહ્યા કે મુનિ મોહનલાલજી ભક્તિમાંથી પ્રભુશ્રી પાસે આવ્યા ત્યારે પ્રભુશ્રીએ કહ્યું : “અમારી તો હવે, કૃપાળુદેવે જણાવ્યું છે તેમ, તેના ઉપર જેને દૃષ્ટિ હોય તેમણે સંભાળ રાખવી. એમનેમુનિને સાચવી લેજો, સંભાળ રાખજો.” એમ જણાવ્યું છે તેમ કરવું ઘટે. જેમ નાના બાળકની-લઘુની તેમ આ ‘લઘુરાજ’ની સંભાળ લે તેમ કરવું જોઈએ. હવે કંઈ બોલાય છે? નહીં તો દોડ પણ કરીએ. પણ પહેલાથી અમારે તો ભાવના જ એવી છે કે કંઈક સાંભળીએ; કોઈ સંભળાવે, સાંભળ સાંભળ કરીએ એવું રહેતું અને હજીય રહે છે. કાળ તો જાય છે ને ? બીજું હવે શું કરવું છે’’. આવા પ્રભુશ્રીના ઉદ્ગારો સાંભળીને અંતરથી રોવાઈ ગયું.