________________
ભરતજીના પહાડ ઉપર બોઘવડે મુમુક્ષુઓની આંખોમાં આંસુ
ત્યાં પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “પ્રજ્ઞાવબોઘ'માંથી શ્રી ઋષભદેવ ભગવાનના પાઠમાં આવેલ બાહુબળીજી અને ભરતજીના યુદ્ધનો સંવાદ સંદેસરના શ્રી અંબાલાલભાઈ પાસે ગવડાવ્યો. સાથે પૂ.શ્રીએ તેનું વિવેચન કર્યું. તે સાંભળી ઘણો આનંદ થયો હતો.
બીજે દિવસે ચંદ્રગિરિ પહાડ ઉપર ગયા. ત્યાં દર્શન કરી, ભરતજીની મૂર્તિ અર્થી જમીનમાં દટાયેલી છે ત્યાં બેઠા.
પ્રજ્ઞાવબોઘ’માંથી ગઈ કાલે ગવડાવેલ પાઠનો આગળનો ભાગ ભરતજીના વૈરાગ્ય સંબંધીનો ગવડાવ્યો, અને પૂજ્યશ્રીએ તેનું વિવેચન કર્યું. તે સાંભળી મુમુક્ષુઓની આંખોમાં આંસુ આવી ગયા.
૧૮૮