________________
રાજકોટ-સમાધિભવન
શ્રીમદ્ રાજચંદ્ર સમાધિભવન
સં.૧૯૯૮ના મહા સુદ ૧૧ના દિવસે આશ્રમથી મુમુક્ષુ ભાઈઓ સાથે પૂજ્યશ્રી રાજકોટ પધાર્યા. પરમકૃપાળુદેવનો દેહવિલય જે મકાનમાં થયેલો તે જ મકાનમાં પાંચ દિવસ રહ્યા. ભક્તિ ત્યાં જ કરતા. છેલ્લે દિવસે શ્રી જવલબહેનના આગ્રહથી પૂજ્યશ્રી વવાણિયા પધાર્યા. ત્યાં પરમકૃપાળુદેવના જન્મસ્થાન ઉપર સભામંડપનું કામ ચાલતું હતું ત્યાં ભક્તિ કરી.
પ્રકાશપુરી, જૂનાગઢ
પ.પૂ.પ્રભુશ્રીજીનું નિવાસસ્થાન પ્રકાશપુરી, જૂનાગઢ
વવાણિયાથી પૂજ્યશ્રી જૂનાગઢ ગયા. ત્યાં બધી ટ્રકોના દર્શન કરી જ્યાં પ.પૂ.પ્રભુશ્રીજીએ સં.૧૯૭૨નું ચોમાસું કર્યું હતું તે ‘પ્રકાશપુરી’માં જઈ દર્શન ભક્તિ કર્યા. ત્યાંથી મુમુક્ષુઓ સાથે પૂજ્યશ્રી પાલિતાણા પધાર્યા.
૧૬૯
જૂનાગઢના પહાડ ઉપરના મંદિરો
પાલિતાણા
પાલિતાણા, કદંબગિરિ, હસ્તગિરિ, તળાજા, ભાવનગર, ઘોઘા બંદર, બોટાદ, વઢવાણ કેમ્પ, ઈડર, વિજયનગર, કેસરિયાજી, ઊદયપુર, ચિતોડગઢ, રતલામ થઈ ઇન્દોર આવ્યા.
ઇન્દોરથી ઉજ્જૈન, મક્ષીજી, સિદ્ધવરકૂટ, બડવાની, માંડવગઢ, બાઘ, ભોપાવર, રાજપુર, કુક્ષી, લક્ષ્મણીજી વગેરે સ્થળોએ યાત્રા કરી આશ્રમ પાછા ફર્યા.
સિદ્ધવરકૂટ
માંડવગઢ
બડવાની (બાવનગજા)