SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાજમંદિર અગાસ આશ્રમમાં ઉપર બતાવેલ પૂ.શ્રી બ્રહ્મચારીજીનું નિવાસસ્થાન ઉં.છા. (પૃ.૭૦૦) – “આ જીવની અનાદિકાળની જે ભૂલ તે ભાંગવી છે. ભાંગવા સારુ જીવની મોટામાં મોટી ભૂલ શું છે તેનો વિચાર કરવો, ને તેનું મૂળ છેદવા ભણી લક્ષ રાખવો.” તે ભૂલ શું અને તેનું મૂળ શું? : વાસના છે તે મૂળ છે. વાસના જરાક થોડી હોય તેમાંથી વધે. મૂળમાંથી વધવા માંડે, પોષણ મળે એટલે વધે, અને તેથી જ ભૂલ છે તે સમજાતું નથી. સંસારની વાસના છે તેથી વૈરાગ્ય ઉપશમ વધતા નથી. મને શાથી બંધન થાય છે? વાસનાથી બંધન થાય છે. ઉં.છા. (પૃ.૭૧૩) – “ઘણા જીવો સત્પુરુષનો બોધ સાંભળે - છે, પણ તેને વિચારવાનો યોગ બનતો નથી.” તે યોગ કયો અને શું ? ઃ વાંચન પછી મનન યોગ છે, તે મનન કરવાનો અને વિચારવાનો અવકાશ લેતો નથી. વાંચ્યા પછી તે મનનનો યોગ થવો જોઈએ, તો વિચાર સ્ફુરીને વિચારબળ વધે તેથી સત્પુરુષનો બોધ સમજવાનો અવકાશ પ્રાપ્ત થાય. સમજાય તે મનનયોગ છે. ઉં.છા. (પૃ.૭૩૩) – ‘જ્ઞાની કહે છે તે કૂંચીરૂપી જ્ઞાન વિચારે, તો અજ્ઞાનરૂપી તાળું ઉઘડી જાય.'' હુંશીરૂપી જ્ઞાન એટલે શું? : મૂળ જ્ઞાન. દેહથી ભિન્ન આત્માનું જ્ઞાન. દેહદેવળમાં રહેલો આત્મા જાણવો તે. (હાથનોંધ–૨) (પૃ.૮૨૩) – હે કામ ! હે માન ! હે સંગઉદય ! મે વચનવર્ગણા!. મો! તે મોહદયા! મેં શિથિલતા! તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ ! અનુકૂળ થાઓ. આ બધાને અનુકૂળ કેવી રીતે કરવા? ઉત્તર ઃ કામ ઃ જેટલી ઇચ્છા, તૃષ્ણા, કામના, વાસના પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે છે તે પલટાવી પરમાર્થે સારા કાર્યો ૧૫૪ કરવા, કરવાની ભાવના રાખવી. ‘અચળરૂપ આસક્તિ નહીં.' સત્પુરુષ પ્રત્યે વૃત્તિઓનું એકાગ્ર થયું તે કામની અનુકૂળતા છે. માન ઃ હું સત્પુરુષનો શિષ્ય છું. તો મારાથી એવા હલકા નિંદવાયોગ્ય કાર્ય ન થવા જોઈએ કે જેથી મારા સદ્ગુરુ નિંઢાય ને હું હલકો ગણાઉં. મારાથી એવા અકાર્ય ન થવાં જોઈએ. મારું તો સવર્તન હોવું જોઈએ. સંગઉદય : બધા વિભાવિક બંધનનો ઉદય મારે ન છો. મારે તો સ્વાભાવિક સત્સંગ અને પરમાર્થનો ઉદય થાઓ. વચનવર્ગણા : સંસાર વધારનાર વિષય કષાય, રાગદ્વેષ વગેરે વિભાવિક વિકથામાં વચનો ન વપરાતાં સત્પુરુષનાં ગુણગ્રામ, તેમની ભક્તિ, ભજન, વાંચન, સ્મરણ વગેરે સત્પુરુષનાં બોધવચનો સંભારવામાં બોલવામાં વચનવર્ગના કામ કરો. મોહ : જેટલો મોહ જીવ સંસાર અને સંસારના કામો પ્રત્યે કરે છે તેટલો પરમાર્થ અને સત્પુરુષ પ્રત્યે જીવને મોઇ જ ન આવ્યો. સત્પુરુષ પ્રત્યે પ્રેમ, પ્રીતિ, ભક્તિ, મોહ કરવાથી નિર્મોહી થવાય છે, કારણ તેઓ નિર્મોહી છે. મોહૃદયા : ઘરનાં સ્વજનો, કુટુંબીઓ વગેરે પ્રત્યે દયા બતાવે છે પણ ત્યાં મોહ હોય છે અને તેને દયા કહે છે; કારણ અંતરંગ સ્વાર્થનો મોહ છે એટલે મોહિત થયા છે, પોતાને જે સત્પુરુષ પ્રત્યે શ્રદ્ધા થઈ છે અને પરમાર્થ સમજાયો છે તે કુટુંબીઓ વગેરે સર્વને તેવી શ્રદ્ધા થાઓ, તેમના આત્માનું હિત થાઓ. તે પ્રકારની દયા ચિંતવવી તે મોહદયા અનુકૂળ થઈ કહેવાય. શિથિલતા : સંસારના કાર્યોને પડતા મૂકી, ખોટી ન થતાં તેને રહેવા દઈ ત્યાં શિથિલતા કરી પરમાર્થ- આત્મકલ્યાણનાં કાર્યોમાં પ્રેરાય, પુરુષાર્થ કરે. ત્યાં શિથિલતા ન કરતાં શિથિલતાનો સદુપયોગ કરે. વિષયકષાયોમાં મંદતા થવી તે શિથિલતા અનુકુળ થઈ કહેવાય.
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy