________________
સમાધિમરણ-પોષક અલૌકિક તીર્થ
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ
(પૂ.શ્રી બ્રહ્મચારીજી લિખિત ‘પત્રસુધા’માંથી)
આશ્રમમાં જ આયુષ્ય ગાળવા યોગ્ય પરમકૃપાળુદેવનું અલૌકિક યોગબળ અહીં વર્તે છે. જેમનો દેહ આ આશ્રમમાં છૂટ્યો છે તે સર્વની દેવગતિ થઈ છે. પરમ કૃપાળુદેવની શ્રદ્ધા વધે અને આત્મહિત થાય તેવું અલૌકિક આટલું સ્થળ બન્યું છે. મહાભાગ્યશાળી હશે તેનો દેહ અહીં છૂટશે. જો આજીવિકાની અડચણ ન હોય તો અહીં જ આયુષ્ય ગાળવા યોગ્ય છે. ધર્મ, ધર્મ અને ધર્મના જ સંસ્કાર રાતદિવસ પડ્યા કરે એમ અહીં બધું વર્તન છે. (૫.પૃ.૭૭)
આશ્રમમાં રોજ પર્યુષણ
‘પર્યુષણ પર્વ બહુ રૂડી રીતે ઉજવાયું છેજી. પરમકૃપાળુ દેવની કૃપાથી આશ્રમમાં તો રોજ પર્યુષણ જેવી જ ભક્તિ થયા કરે છે.’’ (પ.પૃ.૧૧૫) ‘‘આશ્રમમાં જેમ ભક્તિ, શાંતિ અને સત્સંગનો યોગ છે, તેવું બીજે બધે દૂર હજારેક માઈલ (દક્ષિણની યાત્રામાં) જઈ આવ્યા પણ જણાયું નથી. પરમકૃપાળુદેવની પરમ નિષ્કારણ કરૂણાથી આપણને અપૂર્વ માર્ગ દર્શાવનાર પરમકૃપાળુશ્રી પ્રભુશ્રીનો યોગ થયો છે. તે સમાન બીજું ક્યાંય જગતમાં જણાતું નથી.’’ (પ.પૃ.૧૬૧)
આશ્રમમાં રહી જવા જેવું
“આશ્રમમાં રહી જવા જેવું છે. બીજી જાત્રાઓ લોકો બતાવે તેમાં દોરવાઈ જવું નહીં. અને જ્યાં આપણને બોધનો જોગ હોય, ચિત્ત શાંત થાય તે તીર્થ છે.’' (પ.પૃ.૧૭૪)
“પ.પૂ.પ્રભુશ્રીજીએ જ્યાં ચૌદ ચોમાસાં કર્યા છે, એવા રાજગૃહી તીર્થ સમાન અગાસ આશ્રમમાં આપનો આવવાનો વિચાર છે, તે જાણીને આનંદ થયો છે.’' (પ.પૃ.૬૨૯)
પ્રભુશ્રીએ દીર્ઘદૃષ્ટિથી ગોઠવેલ ભક્તિક્રમ
“પ.પૂ.પ્રભુશ્રીએ જે કાર્યક્રમ આશ્રમ માટે ગોઠવ્યો છે તે બહુ દીર્ઘદૃષ્ટિ વાપરી ચોક્કસ કર્યો છે. તેમાં રસ ન આવે તેટલી જીવને મુમુક્ષતાની ખામી છે.’’ (૫.પૃ.૭૬૯)‘‘મારા આત્માની સંભાળ રાત દિવસ લેવાનું બને તેવું સ્થળ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ છે ત્યાં સદાય રહેવાય તેવું ક્યારે બનશે? તેવી સવારમાં ઊઠીને રોજ ભાવના કરવી અને અમુક મુદતે તે બને તેવું છે. એમ લાગે તો તે દિવસ ગણતા રહેવું. જેમ વહેલું બને તેવી ગોઠવણ કરતા રહેવું ઘટે છેજી. પ.પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું છે કે આશ્રમમાં જેનો દેહ છૂટશે તેને સમાધિમરણ થશે. એક વખત સમાધિમરણ થાય તો
મોક્ષે જતા સુધીમાં જેટલા ભવ કર્મને આધીન લેવા પડે તે બધા ભવમાં સમાધિમરણ જરૂર થાય એવો નિયમ છે, તો આ લાભ લેવાનું ચૂકવું નથી, એમ નક્કી કરી વહેલે મોડે મરણ પહેલા આશ્રમમાં રહેવાનું બને તેમ કર્તવ્ય છેજી.’’ (૫.પૃ.૭૮૪)
અનેક પાપને ઘોવાનું તીર્થ અગાસ આશ્રમ
પરમકૃપાળુદેવે ઝૂરણા કરી છે. “તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? અર્થાત્ તેવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને એ (રાગદ્વેષ રહિત) દશામાં બેસી તેનું પોષણ પામીએ?’’ આપણે માટે તો પ.પૂ.પ્રભુશ્રીજીએ એવું સ્થાન બનાવી સમાધિમરણનું થાણું થાપ્યું છે. હવે જેટલી ઢીલ કરીએ તેટલી આપણી ખામી છે. તેઓશ્રી કહેતા કે, ‘તારી વારે વાર, થઈ જા તૈયાર.’
હવે બધી વાતો ભૂલી અનેક પાપોને ઘોવાનું તીર્થ પ.પૂ. પ્રભુશ્રીજીએ સ્થાપ્યું છે ત્યાં નિવાસ કરવાની ભાવનામાં કાળ ગાળવો. તે ભૂલવું નહીં.’’ (૫.પૃ.૭૮૪)
અગાસ આશ્રમને આપેલ અનેક વિશેષણો
૧૪૫
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ આશ્રમથી લખેલ દરેક પત્રમાં મથાળે આશ્રમનું અદ્ભુત માહાત્મ્ય ગાયું છે તેમાંથી નમૂનારૂપે થોડા અવતરણો ‘પત્રસુધા'માંથી અત્રે આપીએ છીએ. “તીર્થશિરોમણિ કલ્પવૃક્ષ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ’’(પત્રાંક ૪૨) “તીર્થક્ષેત્ર સત્શાંતિદ્યામ.........
(પત્રાંક ૨૦૬) “તીર્થશિરોમણિ સજ્જનમન વિશ્રામધામ.......'' (પત્રાંક ૨૩૮) તીર્થશિરોમણિ ભવદવત્રાસિતને શાંતિપ્રેરક...'' (પત્રાંક ૨૭૩) “તીર્થશિરોમણિ સદ્વિચારપ્રેરક તથા પોષક...’ (પત્રાંક ૩૭૯) “તીર્થશિરોમણિ સત્સંગધામ, ભક્તિવન........'' (પત્રાંક ૧૦૧૦) તીર્થશિરોમણિ સત્સંગધામ સમાધિમરણપ્રેરક.’’(પત્રાંક ૧૦૨૪)