________________
પૂજ્યશ્રી બ્રહ્મચારીજીના
બોધવચનો
પૂજ્યશ્રી બ્રહ્મચારીજીનું જીવન ભક્તિના અવતાર સમું હતું. પરમકૃપાળુદેવ જાણે એમના રોમેરોમમાં વસ્યા હોય એમ તેમના વિચાર, વાણી, વર્તન અને લેખન પરથી જણાઈ આવે છે. સ્મરણમંત્ર તો તેમના શ્વાસોશ્વાસ બની ગયા હતા. એક કાવ્યમાં પણ લખે છે : “મંત્ર મંચ્યો સ્મરણ કરતો કાળ કાઢું હવે આ.” તનુસાર તેમનું જીવન આજ્ઞામય બની ઝળકી ઊઠ્યું હતું.
તેઓ મુખ્યત્વે પોતાની આત્મોન્નતિના પુરુષાર્થમાં જ રત રહેતા. સાથે સાથે બીજા જીવોનું કલ્યાણ થાય એવા શુભ આશયથી જે કંઈ સહજભાવે કર્તુત્વ બુદ્ધિ રહિત તેમની વાણી ખરી કે કલમ ચાલી તે બોઘામૃત અથવા પત્રસુઘા આદિ ગ્રંથોરૂપે પ્રચલિત થઈ. તે બોઘામૃત અથવા પત્રો આદિમાં અનેક આત્મહિતકારી સામગ્રી ઉપલબ્ધ છે. છતાં પ્રાથમિક ભૂમિકામાં શ્રદ્ધાવાન મુમુક્ષુને મોક્ષમાર્ગમાં વિશેષ ઉપયોગી થાય એવા વિષયોનો અત્રે ઉલ્લેખ કરીએ છીએ. તે તે વિષયો સંબંધી તેમણે ક્યાં ક્યાં શું જણાવ્યું છે તે સર્વમાંથી મુખ્ય ભાગ એકત્રિત કરી અત્રે મૂકવા પ્રયાસ કર્યો છે. જેથી તેઓશ્રીનો તે તે વિષયો સંબંધી અંતરંગ અભિપ્રાય જાણવા મળે તથા મુમુક્ષુને તે તે વિષયોની માર્મિકતા લક્ષગત થાય. તેમાં નિમ્નોક્ત વિષયો હાથ ધર્યા છે :
પરમકૃપાળુદેવ પ્રત્યેની પરમભક્તિ, નિત્યનિયમના ત્રણ પાઠ વિષે, સ્મરણ -મંત્રનું અદ્ભુત માહાભ્ય, સાત વ્યસન અને સાત અભક્ષ્ય વિષે, સત્પરુષની આજ્ઞા, સત્સંગ એ સર્વ સુખનું મૂળ તથા સમાધિમરણ પોષક અલૌકિક તીર્થ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ. હવે યથાક્રમ એક એક વિષયનું અત્રે અવલોકન કરીએ.
૧૩૩