________________
સં.૨૦૦૩ કાવિઠા, સીમરડા, ભાદરણ વગેરે સ્થળોએ ભક્તિભાવ અર્થે ગમન તથા નિવાસ – ચિત્રસેન પદ્માવતી શીલ કથાકાવ્યની સીમરડામાં પોષ સુદ ત્રીજે શરૂઆત તથા કાવિઠામાં પોષ વદ તેરસે સમાપ્તિ – તા.૨૩-૫-૪૭ થી તા.૧૬–૭–૪૭ સુધી ઉંમરાટમાં સ્થિરતા.
સં.૨૦૦૪ કાર્તિક પૂર્ણિમા પછી પગપાળા વિહાર કરી સંદેશર, બાંઘણી, સુણાવ, સીમરડા, આશી વગેરે સ્થળોએ ફરી ચોમાસી ચૌદશ ઉપર આશ્રમ આગમન – વૈશાખ સુદ ૯ના રોજ કાવિઠા પ્રતિષ્ઠા પ્રસંગે ગમન.
સં.૨૦૦૫ બ્રહ્મચર્યની નવવાડ વર્ણવતી સુંદર ગુર્જર પથ-રચના (૧૦ ગાથા) – વૈશાખ સુદ ૧૩ થી શ્રી ચુનીલાલ મેઘરાજ સિંઘીની વિનંતીથી દોઢેક માસ આબુ માઉંટ ઉપર ઘણા મુમુક્ષુઓ સાથે ભક્તિભાવ અર્થે નિવાસ— જેઠ વદ ૮
ને રવિવાર (તા.૧૯-૬–૪૯) અગાસ આશ્રમથી તાર આવવાથી આશ્રમ પાછા ફરવું – શ્રાવણ સુદ ૨ થી ‘મોક્ષમાળા-પ્રવેશિકા’ની શરૂઆત.
સં.૨૦૦૬ આશ્રમનું વાતાવરણ ક્લેશિત લાગવાથી પોષ સુદ ૬, રવિવારે વિહાર કરી સીમરડા ગયા શ્રી મોતીભાઈ રણછોડભાઈ ભગતજીના ઘરે સાડા ત્રણ મહિના રોકાયા તે દરમિયાન તા.૩૧-૧૨-૪૯ થી ૧૯-૨-૫૦ (ફાગણ સુદ ૩) સુધીમાં ‘યોગવાસિષ્ઠસાર'ની ગૂર્જર પદ્ય–રચના—ફાગણ વદ ૩થી જેઠ વદ ૫ દરમિયાન ‘સમાધિશતક’ ઉપર વિસ્તૃત વિવેચન—ચૈત્ર વદ ૫ (પરમકૃપાળુદેવની નિર્વાણનિધિ) ઉપર ટ્રસ્ટીઓની વિનંતિથી આશ્રમમાં પુનઃ પ્રવેશ—ચૈત્ર વદ ૮થી ૧૨ સુધી ચાર દિવસ માટે ઈડર સ્થિરતા—વૈશાખ સુદ અગિયારસે ચિત્રપટ સ્થાપના અર્થે ઇન્દોર જવું તથા તે તરફની યાત્રા કરી જેઠ સુદ ત્રીજું આશ્રમ પાછા આવવું—મહા વદ ૧થી ભાદરવા વદ ૧૨ દરમ્યાન દશવૈકાલિક સૂત્રનો દોહરા છંદમાં ગૂર્જર અનુવાદ– દશેરાના દિવસે પ્રભુશ્રીજીનો ઉપકાર દર્શાવતું ‘અો અને ઉપકાર પ્રભુશ્રીના’ કાવ્યનું સર્જન.
સં.૨૦૦૭ કાર્તિક વદમાં વાણિયા તરફ યાત્રાર્થે ગમન—
મોરબી, રાજકોટ, જૂનાગઢ, પાલીતાણા, સોનગઢ,
૧૩૧
બોટાદ વગેરે સ્થળોની યાત્રા—શ્રાવણ વદ ૧૨થી શ્રી મોક્ષશાસ્ત્ર ઉપરથી તત્ત્વાર્થસાર નામે ગુર્જર પદ્યાનુવાદનો પ્રારંભ.
સં.૨૦૦૮ કાર્તિક વદ ૧૪ની રાત્રે હુબલી તરફ યાત્રાર્થે ગમન – ત્યાંથી માગશર સુદમાં બેંગ્લોર, મૈસુર, શ્રવણ બેલગોલા, ગુડિવાડા, વિજયવાડા તરફ વિચરવું – વિજયવાડાથી પોષ સુદ પના રોજ નીકળી ભાંડુકજી, અંતરિક્ષજી થઈ ધૂળિયા જવું—ત્યાંથી અંજડમાં ચિત્રપટની સ્થાપના કરી પોષ સુદ પુનમના રવાના થઈ બડવાની, બાવનગજા, ઈન્દોર, બનેંડિયાજી, મહુ શીજી, ઉજ્જૈન, માંડવગઢ, સિદ્ધવરકૂટ થઈ ઇન્દોર આગમન – ઇન્દોરથી મહા સુદ ૬ના રવાના થઈ અજમેર, બ્યાવર, શિવગંજ થઈ મહા સુદ પૂનમે આહોર પહોંચવું—મહા વદ ૪થી પચાસેક મુમુક્ષુઓ સાથે રાણકપુરની પંચતીર્થી (નારલાઈ, નાડોલ, વરકાશા, મુશાળા મહાવીર) જોધપુર, જેસલમેર, નાકોડા, જાલોર, સિવાળા દર્શન કરી ફરીથી ફાગન્ન સુદ ત્રીજે આહોર આગમન અને ફાગણ વદ ૫ સુધી ભક્તિભાવ અર્થે સ્થિરતા—યાત્રા દરમ્યાન પણ બોધ, અનુવાદ વગેરેની પ્રવૃત્તિ ચાલુ અને ‘તત્ત્વાર્થસાર'નો અનુવાદ આઠોર મુકામે ફાગણ સુદ છઠ્ઠું સંપૂર્ણ. સં.૨૦૦૯ મહા સુદ ૩ થી ચૈત્ર સુદ ૧૧ સુધી હવાફેર અર્થે નાસિક રહ્યા—ચૈત્ર વદ ૮ થી પ્ર.વૈશાખ સુદ ૧૫ સુધી પથરાઢિયા, ભુવાસણ, આસ્તા, ઠેરોઠ, નીઝર, સડોદરા, ધામણ, સુરત તરફ વિચર્યા—તે દરમિયાન આસ્તા ગામમાં સ્વાસ્તે મંદિરનું ખાતમુહૂર્ત .. વૈશાખ વદ ૧થી શ્રી મનહરભાઈ કડીવાળાની વિનંતિથી દરિયાકિનારે ડુમસમાં ૧૮ દિવસ સુધી નિવાસ – ફરીથી બીજી વાર .િવૈશાખ સુદ ૧૩ થી જેઠ સુદ ૬ સુધી ૨૩ દિવસ માટે ડુમસમાં સ્થિરતા – આસો વદ ૨ને દિવસે આશ્રમમાં શ્રી રાજમંદિરમાં ૫.૩,પ.પૂ. પ્રભુશ્રીજીના રંગીન ચિત્રપટની સ્વહસ્તે સ્થાપના.
સં.૨૦૧૦ કાર્તિક સુદ ૭ની સાંજે ૪-૦૦ વાગ્યે પ્રભુશ્રીજીના બોઘની તપાસણીનું કામ સંપૂર્ણ કરી ૫-૪૦ વાગ્યે શ્રી રાજમંદિરમાં પરમ કૃપાળુદેવના ચિત્રપટ સમક્ષ કાર્યોત્સર્ગ મુદ્રામાં સમાધિપૂર્વક દેહત્યાગ.
– શ્રી અશોકભાઈ જૈન, અગાસ આશ્રમ