________________
મુમુક્ષુઓના છૂટક પ્રસંગો
શ્રી અંબાલાલભાઈ પટેલ સંદેસર
નથી નથી ને બદલે,
છે છે થાય ત્યાં સુધી બોલવું
અંબાલાલભાઈએ પૂ. બ્રહ્મચારીજીને પૂછ્યું કે હે પ્રભુ ક્યાં સુધી બોલવું. ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું – જમવા બેસીએ ત્યારે ક્યાં સુધી જમીએ? પેટ ભરાય ત્યાં સુધી. તેમ હે પ્રભુમાં નથી નથી ને બદલે; છે છે એમ થાય ત્યાં સુધી.
શ્રી રમણભાઈ પટેલ કાવિઠા
પવિત્ર આત્માના સંગથી પુદ્ગલ પ૨માણઓ પણ સુગંધી
પૂજ્યશ્રીનો દેહ છૂટ્યા પછી તેમના દેહને નવરાવતી વખતે કાવિઠાના રમણભાઈએ જણાવ્યું કે : ‘એમના દેહમાંથી કેટલી બધી સુગંધ આવે છે. તેમ પરમકૃપાળુદેવના મળમૂત્રમાંથી પણ અત્તર જેવી સુગંધ આવતી હતી.
શ્રી શિવબા કલ્યાણજીભાઈ પટેલ
કાવિઠા
આજે કાવિઠા જશો નહીં
શિવબા આશ્રમમાં દર્શન કરવા આવેલા. ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું : આજે કાવિઠા જશો નહીં. તેથી ગયા નહીં. સાંજે ખબર આવી કે ટ્રેકટર ઊંઘુ પડ્યું અને તેમાં બેઠેલા માણસો દબાઈ ગયા હતા.
શ્રી ડાહીબેન શંકરભાઈ પટેલ સીમરડા
તું પાપ કરે અને બીજાનેય ક૨ાવે
સીમરડાવાળા ડાહીબેન શંકરભાઈને ત્યાં મેડા ઉપર પૂ.શ્રી બ્રહ્મચારીજી ઉતરેલા. ત્યારે ડાહીબેન બીજા ઘણાને કહે કે ચાલો ખેતરે ચાર લેવા. તે વખતે પૂ.બ્રહ્મચારીજીએ ડાહીબેનને ઉપર બોલાવ્યા અને કહ્યું : તું પાપ કરે અને બીજાનેય કરાવે.
પૂ.શ્રી બ્રહ્મચારીજીના બોધ વચનો
પરભવમાં પણ કરેલાનું ફળ મળે
કોઈક માણસે મીલ બંધાવી હોય, પછી તે ગમે તે ગતિમાં જાય; પણ જ્યાં સુધી એ મીલ ચાલે ત્યાં સુધી તેને ત્યાં પણ પાપ લાગે છે. અને કોઈએ મંદિર બંધાવ્યું હોય તો તેને તે પ્રમાણે થાય. હ.બ્ર.બો.નો.૨ (પૃ.૪૫૦) નીકળે તે ફળો
જેમાંથી દૂધ
અભક્ષ્ય
એક મુમુક્ષુભાઈ ચીકુ, રાયણ વગેરેની
=
પ્રતિજ્ઞા લેવા આવ્યા હતા. પૂજ્યશ્રી કહે – જેમાંથી દૂધ નીકળે તે બધા અભક્ષ્ય છે. ખાવા જેવા નથી. અનંતકાય છે. ચીકુ, રાયણ, પપૈયાં વગેરે બધા એવા જ છે. હ.બ્ર.બો.નો.૨ (પૃ.૪૭૮)
જેવી
૧૧૪
દેવદેવીઓની માન્યતા મૂકવા
શ્રી શાંતિસાગરજી નામના એક દિગંબર મુનિ હતા. તેમણે એવો નિયમ કર્યો કે જે દેવદેવીઓને પૂજતા, માનતા હોય તેમને ઘેર આહાર ન કરવો. એ મુનિ બહુ પ્રખ્યાત હતા જેથી લોકોને આહાર કરાવવાની ઇચ્છા થાય. તેથી ઘણાઓએ દેવદેવીઓની માન્યતા મૂકી દીધી. અને એમને ઘેર જે દેવોની મૂર્તિઓ હતી તે બધી ગાડાં ભરી ભરીને નદીમાં પધરાવી દીધી. હ.બ્ર.બો.નો.૪ (પૃ.૧૭૨૯)
જેના ભાગ્ય હશે તેનો દેહ અહીં છૂટશે
પૂ.ભાટેની સાળીની દીકરી ગુણવંતી આશ્રમમાં ઘણી વખત રહેતી. અહીં જ મોટી થયેલી. તે મુંબઈથી કચ્છ લગ્ન પ્રસંગે તેના મા-બાપ સાથે ગયેલી. ત્યાં માંદી થવાથી આશ્રમમાં આવવાની તેની ઘણી જિજ્ઞાસા જાણી માંદી માંદી તેને અઠવાડિયા પહેલાં આણી હતી. દશ વાગ્યાની ગાડીએ આવી ત્યારે હું (પૂ.શ્રી બ્રહ્મચારીજી) તેની પાસે ગયો હતો. ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીએ આપેલ મંત્ર વગેરેની તેને સ્મૃતિ આપી હતી. બાર વાગ્યે તો તેનો દેહ છૂટી ગયો. તેનાથી સૂઈ શકાતું નહોતું. તેથી બન્ને હાથ બે બાજુ પથારી પર રાખી સ્મરણમાં રહેતી. પૂછતા ત્યારે સ્મરણ કરું છું એમ કહેતી. મને આશ્રમ ભેગી કરો એમ તેણે રઢ લીધી હતી. આશ્રમમાં આવીને તેણે દેહ છોડ્યો. પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી ઘણીવાર કહેતાં કે જેના ભાગ્યમાં હશે તેનો દેહ અહીં છૂટશે. તે પ્રત્યક્ષ દશ વર્ષની બાળિકાના દૃષ્ટાંતથી જાણ્યું. - પૂ.શ્રી હ.બ્ર.ડાયરી (પૃ.૧૬૫)