________________
આટલો વખત મંત્રનો જાપ કર્યો હોત તો?
પૂ.શ્રી બ્રહ્મચારીજી સંઘ સાથે બાહુબળીજીની યાત્રાએ જતા હતા. તે વખતે ગાડીમાં પૂના સ્ટેશન આવ્યું. ત્યારે ચંચળબેન બરોડિયાજીને મેં કહ્યુંચાલો, આપણે પૂજ્યશ્રીને જોઈ આવીએ. એટલે અમે જોવા ગયા.
પૂ.શ્રી બ્રહ્મચારીજી ડબ્બામાં બેઠા હતા અને કંઈક લખતા હતા. પૂજ્યશ્રીએ કહ્યું : “કેમ, આવ્યા? ચંચળબેને કહ્યું : “ખાલી આપને જોવા.” ત્યારે પૂજ્યશ્રી બ્રહ્મચારીજી હસ્યા અને બોલ્યા : “આટલો વખત મંત્રનો જાપ કર્યો હોત તો? શું જોવાનું છે?”
સત્પરુષના યોગે વ્યસનીનો ઉદ્ધાર પૂ.શ્રી બ્રહ્મચારીજી વવાણિયા તરફ આવેલા હતા. તેથી મેં વિનંતી કરી કે પ્રભુ, મારે ગામ કચ્છમાં પઘારો. તે માન્ય રાખી તેઓશ્રીએ બે મહિના કચ્છ તરફની યાત્રા કરી. કચ્છમાં એક ભાઈ બીમાર હતો. તે સાતે વ્યસન સેવનાર હતો. તે ભાઈએ મને બોલાવીને કહ્યું : “એ મહાત્મા પુરુષ મારે ત્યાં આવે ખરા?” ત્યારે મેં કહ્યું: તમારા ભાવ હોય તો આવે.” પેલા ભાઈ કહે : “તો એ મહાત્માને જરૂર બોલાવો.” પછી પૂજ્યશ્રીને મેં વાત કરી અને તેમને એ ભાઈને ત્યાં હું લઈ ગઈ. એ ભાઈએ, પૂજ્યશ્રી આગળ પોતે સાતે વ્યસન સેવેલા તે બધા પાપ કહી બતાવ્યા. અને કહ્યું : “એ બધા પાપોથી મને છોડાવો.” પછી પૂ.શ્રી બ્રહ્મચારીજીએ તેને મંત્ર આપ્યો, સાતે વ્યસન અને સાતે અભક્ષ્યનો ત્યાગ કરાવ્યો, બોધ આપ્યો. થોડા વખત પછી તેનું સમાધિમરણ થયું હતું.
૧૦૬