SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ એપોઇન્ટમેન્ટ આપી હોય તેના કરતાં વહેલા પહોંચી જાઓ તો તમારી ચિકિત્સા થઈ જાય ? ત્યાં સમજાય ને અહીં શંકા પડે તેનું કારણ ? સ0 સૂર્યોદય પછી પ્રતિક્રમણ કરાય ? તમે સ્ટેશને મોડા પહોંચો તો ગાડી મળે ? આ તો તમને કાળનું મહત્ત્વ બતાવવા માટે છે. જે કાંઇ કરો તે કાળે જ કરવાનું છે. અકાળે અનુષ્ઠાન કરવાની ના છે, અનુષ્ઠાન કરવાની ના નથી – એટલું ખાસ યાદ રાખવું. તમને લોકોને વિધિમાર્ગ આગ્રહપૂર્વક સમજાવવામાં આવે છે તે તમારા અનુષ્ઠાનમાંથી અવિધિ દૂર કરવાના આશયથી કરવામાં આવે છે, તમારા અનુષ્ઠાનને બંધ કરાવવાના આશયથી નહિ. આજે અવિધિપૂર્વકના અનુષ્ઠાનમાં પણ ક્રિયા થયાનો આનંદ-સંતોષ છે પણ અવિધિનો રંજ નથી : આમાં સુધારો કરવા માટે આ વિધિની દેશના છે. વિધિ મુજબ કોઇ સંયોગોમાં ન કરીએ તોપણ વિધિનો આગ્રહ બંધાય અને અવિધિની ઉપેક્ષાના બદલે અવિધિની સાચી ખટક પેદા થાય તે માટે આ દેશના છે. શાસ્ત્રકારોએ દ્રવ્ય, ક્ષેત્ર, ભાવની વાત ન કરતાં ‘કાલે કાલું સમાચરેતુ” કહ્યું છે તેના ઉપરથી પણ એ સમજાય છે કે કાલનું ઉલ્લંઘન કે કાળનો અનાદર કરવામાં આવે તો દ્રવ્યાદિની પણ ઉપેક્ષા કર્યાનો દોષ લાગવાનો જ છે. દ્રવ્ય સારામાં સારું હોય, ક્ષેત્ર સારું હોય, ભાવ સારો હોય પણ કાળ ન સાચવે તો સારા દ્રવ્યાદિ પણ સારા નથી રહેતા. ચારે ચાર મહત્ત્વના હોવા છતાં કાળની વાત અહીં કરી છે તેનું કારણ એ જ છે કે દ્રવ્યાદિની ઉપેક્ષા ન કરનારા પણ કાળની ઉપેક્ષા મજેથી કરતા હોય છે. બાકી આપણે ભગવાનની આજ્ઞાની એક પણ રીતે ઉપેક્ષા કરવી નથી. કાળ જો સાચવવામાં ન આવે તો એક અનુષ્ઠાન બીજા અનુષ્ઠાન સાથે ટકરાયા વગર નહિ રહેવાનું. માટે કાળ પહેલાં સાચવી લેવો છે. - હવે ભિક્ષાએ જવાનો વિધિ જણાવતાં કહે છે કે સાધુ પરિપાટીમાંક્રમમાં એટલે કે લાઇનમાં ઊભા ન રહે, આજે ઘણી તકલીફ છે. શહેરોમાં બહુ વાંધો ન આવે પણ પાલિતાણા વગેરેમાં ગોચરી માટે લાઇનમાં ઊભા રહેવાનો વખત આવે. ત્યારે એ રીતે ઊભા રહીને ગોચરીએ ન જાય. ગોચરીની વાત તો ઠીક છે બાકી પાણી વહોરવા જતી વખતે કે આયંબિલનું વહોરવા જતી વખતે તો શહેરોમાં પણ લાઇનમાં ઊભા રહેવાનો વખત આવે. તમારી આગળ આ બધું કહેવાનો આશય એક જ છે કે તમને સાધુસાધ્વીની ભક્તિ કેવી રીતે કરવી - તેનો ખ્યાલ આવે. સાધુસાધ્વીને લાઇનમાં ઊભા રહેવાનો વખત ન આવે એ રીતે ભક્તિ કરવી જોઇએ. આજે તમારે ત્યાં ધન વધતું જાય પણ ઉદારતા ઘટતી જાય છે. દુ:ખ ભોગવીને ધર્મ કરવો તેનું નામ ઉદારતા અને સુખ ભોગવીને ધર્મ કરવો તેનું નામ કૃપણતા. સાધુસાધ્વીને આયંબિલખાતામાં લાઇનમાં ઊભા રહેવું પડતું હોય તો તેવાં આયંબિલ ન કરવાં અથવા ભિક્ષાચરોનો કાળ વીતી ગયા પછી જવું. અમારે ત્યાં તો જૂના મહાત્મા કહેતા કે આયંબિલખાતે સાધુસાધ્વીથી વહોરવા ન જવાય. કારણ કે આયંબિલખાતામાં જે રસોઇ થાય છે તે આયંબિલવાળા માટે થાય છે, તેમાં સાધુસાધ્વીની ગણતરી હોય છે માટે સાધુસાધ્વીથી ત્યાં ન જવાય. આજે તો તમને પણ નિયમ આપવો છે કે કોઇના ઘરે જમવા ન જવું. આયંબિલ પણ ઘરે કરવાનું અને કોઇ જમણવારમાં કે કોઇના ઘરે જવું નથી. આપણે આપણા ઘરે જ વ્યવસ્થા કરવી. સાધર્મિકભક્તિ કરવાની ના નથી, પણ ભક્તિ લેવાની ના છે. તમારી કુંપણતા ટાળવા માટે અને ખાવાનો લોભ ટાળવા માટે વાત છે. બીજાના ઘરે મિષ્ટાન્ન જમવા જવામાં વ્યવહાર સચવાઇ જશે, પણ સાથે તમારો લોભ પુષ્ટ થાય છે - એ તમને દેખાતું નથી ! એ જ રીતે બીજાને જમાડવાનું પણ એટલા માટે છે કે જેથી કુપણતાદોષ ટળે, આપણે કુપણતાના કારણે બીજાની ભક્તિ કરતા નથી અને લોભના કારણે બીજાની ભક્તિ હોંશે હોંશે સ્વીકારીએ છીએ - આ બે દોષ કાઢવા આ નિયમ આપવો છે. સાધુ લાઇનમાં ઊભા ન રહે તેમ જ એષણા સમિતિમાં ચિત્ત આપીને વહોરવાનું કામ કરે. ગોચરી વહોરતી વખતે ગ્રામૈષણા, ગ્રહëષણા કે ગવેષણાના બેંતાલીસ દોષો ટાળીને જ પ્રવૃત્તિ કરવાની, સાધુ વહોરવા આવે ત્યારે લાઇટ કે પંખો ચાલુ હોય તો બંધ ન કરવા અને બંધ હોય તો ચાલુ ન કરવા. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૧૮૩ ૧૮૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy