SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્ય ચઢિયાતું છે ને ? આવું સમર્થ શરીર મળ્યા પછી આરાધનાથી વંચિત નથી રહેવું. તમારી પાસે પુણ્યથી ઊંચામાં ઊંચી વસ્તુ હોય તે સાધુના ચરણે ધરવી છે અને સાધુ એમાંથી જરૂરિયાત પૂરતું જ ગ્રહણ કરે. પ્રચંડ પુણ્યના સ્વામી હોવા છતાં તે પુણ્યને ભોગવે નહિ - તેનું નામ સાધુ. સ0 પુણ્ય ભોગવવું અને ભોગવાઇ જવું - બેમાં ફરક ? સાધુ ભોગવે નહિ, ભોગવાઇ જાય એવું બને. ભોગવવું અને ભોગવાઇ જવું – એમાં ફરક છે. મારા ગુરુમહારાજ એક કથા કહેતા હતા. બે મિત્રો હતા. રવિવારના દિવસે એક મિત્રે સિનેમાની ટિકિટ કઢાવી હતી. બીજો કહે - આજે તો જાહેર વ્યાખ્યાન છે હું તેમાં જઇશ. આ રીતે એક મિત્ર વ્યાખ્યાનમાં ગયો, એક સિનેમા જોવા ગયો. વ્યાખ્યાનમાં ગયેલો વિચારે છે કે “પેલો જલસા કરે છે.' જયારે સિનેમા જોવા ગયેલો વિચારે છે કે પેલો ધન્ય છે કે જિનવાણીશ્રવણ કરે છે - હવે સાચું કહો કે સિનેમા જોવાનું કામ કોણે કર્યું ? જે કરે છે તે કરતો નથી અને જે નથી કરતો તે કરે છે. આપણી પણ આ જ દશા છે. જે કરીએ છીએ તે થઇ જાય છે અને જે કરવાનું નથી તે કરીએ છીએ. પૂજા થઈ જાય છે, ધંધો કરીએ છીએ. ધર્મ કરીએ છીએ છતાં તે થઇ જાય છે અને પાપ કરીએ છીએ. જેમાં ઉપયોગ હોય તે કર્યું કહેવાય. જેમાં ઉપયોગ ન હોય તે કરવા છતાં થઇ ગયું કહેવાય. જેમાં ‘ચાલશે’ એવો ભાવ હોય તે થઇ ગયું છે, કર્યું નથી - એમ સમજવું. જયારે ‘નહિ ચાલે’ આવો ભાવ હોય તે કર્યું છે - એમ સમજવું. આપણી વાત તો એ ચાલુ હતી કે ઇચ્છકારમાં પાંચ પ્રશ્નો પૂછવામાં આવે છે. સુહરાઇ કે સહદેવસિમાં રાત્રિ કે દિવસ સુખે પસાર થયો છે. કે નહિ તે પ્રશ્ન પૂછવામાં આવે છે. સાધુની રાત્રિ કે દિવસ સુખે કરીને પસાર ત્યારે જ થાય કે જ્યારે બાર પ્રકારનો તપ કર્યો હોય. એક વાર આચાર્યભગવંતે કહેલું કે બાર પ્રકારનો તપ જો સાધુપણામાં ન હોય તો તે સાધુપણાનું મડદું છે. સ0 બારે પ્રકારનો તપ એક જ દિવસમાં થઇ શકે ? થાય. એકાસણું કરે એટલે એકથી વધારે વાર અશનનો ત્યાગ થયો હોવાથી અનશન તપ થયો. એકાસણામાં પણ બત્રીસ કે સ્ત્રીઓની અપેક્ષાએ અઠ્યાવીસ કોળિયામાંથી બે-પાંચ કોળિયા ઓછા વાપરે એટલે ઊણોદરી થાય, ઓછામાં ઓછાં દ્રવ્ય વાપરે એટલે વૃત્તિસંક્ષેપ થાય. દૂધ, દહીં વગેરે વિગઇઓ ન વાપરે તેથી રસત્યાગ થાય. સુધાવેદનીય સહન કરવાથી કાયક્લેશ થાય, એક આસને બેસવાથી સંલીનતા થાય. આ રીતે છ તપ તો થયા. એ જ રીતે મિચ્છામિ દુક્કડે તો ઇરિયાવહિયા કરતી વખતે આવે એટલે પ્રાયશ્ચિત્ત તપ થાય. ગુરુને વંદન કરીને પચ્ચખ્ખાણ લે એટલે વિનય તપ આવ્યો. તેમ જ આચાર્યભગવંતાદિની ભક્તિ કરીને વાપરવા બેસે એટલે વૈયાવચ્ચ તપ થાય. સવારે સુત્ર-અર્થ પોરિસી કરવાનો સમય મળે એટલે સ્વાધ્યાય થાય. ભગવાનની એકાસણા કરવાની આજ્ઞાના પાલનનો ભાવ હોવાથી શુભ ધ્યાન પણ મળે અને કાયાની મમતા ઉતારી હોવાથી તેમ જ ઇરિયાવહિયાદિ ક્રિયામાં કાઉસ્સગ્ન કરવાથી બારે ય પ્રકારનો તપ એક દિવસમાં થાય ને ? આ તપના કારણે શરીરને પીડા થવાનો સંભવ છે તેથી શરીરનિરોબાધ પૂછયું. જે શરીરને કષ્ટ આપે તેને જ શરીરનિરાબાની શતા પૂછવાની હોય. ત્યાર બાદ તપથી કુશ એવા શરીર વડે પણ સંયમની સાધના સુખપૂર્વક થઇ રહી છે કે નહિ તે પ્રશ્ન પૂછવાનો છે અને અંતે માનસિક શાતા ‘સ્વામી શાતા છે જી'થી પુછાય છે. અનેક પ્રકારનું કષ્ટ ભોગવ્યા પછી મનમાં અરતિ થવા સ્વરૂપ અશાતા આવી નથી ને? – એ પૂછવા માટે પાંચમો પ્રશ્ન છે. આ પાંચે પ્રશ્નનો ઉત્તર માંગ્યા પછી ‘ભાત પાણીનો લાભ દેશો જી’ આવી વિનંતિ કરવાની છે. આના ઉપરથી પણ સમજાય ને કે ભગવાનનો સાધુ પુણ્ય ભોગવનારો ન હોય. સુખ ભોગવે તે ધર્મ ન કરી શકે. આ તો પ્રતિક્રમણમાં વાર લાગે તો ય અકળાઇ જાય. કારણ કે પ્રતિક્રમણનાં સૂત્રનો ઉપયોગ જ ન હોય. અર્થનો ઉપયોગ હોય તો કંટાળો ન આવે, કાઉસ્સગ્નમાં વાર લાગે તો ગુસ્સો આવે ને ? જો કે આજે તો કાઉસ્સગ્ન કરનારા પણ ઉપયોગ રાખતા નથી માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૧૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy