SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ છે. એક લાખ અને બાણું હજાર સ્ત્રીઓમાં પણ જેઓ લેપાયા ન હતા તેમને પણ બ્રહ્મચર્યની નવ વાડનું પાલન કરવાનું કહ્યું છે : આ ભગવાનનું શાસન છે ! અહીં જણાવે છે કે લુહારની શાળા વગેરેમાં, ગૃહસ્થના ઘરમાં, બે ઘરની વચ્ચેની ગલીમાં કે મહાપથ અર્થાત્ રાજમાર્ગ ઉપર સાધુ એકલો ન ઊભો રહે કે એક સ્ત્રીની સાથે ઊભો ન રહે, તેમ જ સ્ત્રી સાથે ઊભા રહીને કે ચાલતા વાત પણ ન કરે – આ મર્યાદા સાધુની છે. આ બધું શ્રી સુધર્માસ્વામી શ્રી જંબૂસ્વામીજીને જણાવે છે કે જેઓ આઠ સ્ત્રીને પ્રતિબોધીને પાંચ સો સત્યાવીસ સાથે દીક્ષા લઇને આવ્યા છે. ભગવાનના શાસનમાં આચારમાંથી મુક્તિ કોઇને ન મળે, આચારના પાલનથી જ મુક્તિ મળે. जं मे बुद्धाणुसासंति सीएण फरुसेण वा । मम लाभोत्ति पेहाए पयओ तं पडिस्सुणे ॥१-२७।। સાધુપણું મળે. તો શ્રાવકની નજર ચારિત્રમોહનીયની નિર્જરા ઉપર જ હોય, પુણ્ય ઉપર નહિ. સવ શાસ્ત્રમાં જ ફળ બતાવ્યું છે કે આટલું પુણ્ય બંધાય... એ તો અનુષ્ઠાનનું સામર્થ્ય બતાવવા માટે જણાવ્યું છે, પુણ્ય ખંખેરવાની ત્યાં વાત જ નથી, લોઢું જો પગ પર પડે તો લોહી કાઢે - એવું કહેતી વખતે લોહી કાઢવા માટે લોઢું પગ ઉપર પાડવાની વાત નથી કરી, માત્ર લોઢાનું સામર્થ્ય જણાવ્યું છે - એવું જેમ સમજાય તેમ ધર્માનુષ્ઠાન આટલા પુણ્યબંધનું સામર્થ્ય ધરાવે છે – એમ જણાવ્યું તે વખતે પણ તે પુણ્યની લાલચ આપવાનો ઇરાદો નથી, સુલભ સામગ્રીમાં નિર્જરાની અનુકૂળતા સારી મળે છે - એ જણાવવાનો ઇરાદો છે. તો કહો પુણ્ય ભેગું કરવું છે કે નિર્જરા સાધવી છે ? સ0 હજુ એવો વૈરાગ્ય પ્રગટ્યો નથી. એનું કારણ એ છે કે વૈરાગ્ય વગર આપણું કાંઇ અટક્યું નથી. લાઇટ જાય તો તરત અંધારું દૂર કરવા કામે લાગીએ. બટન ચાર-પાંચ વાર દબાવીએ, લાઇટનું બોર્ડ ખોલીને વાયર તપાસીએ. કશું ન થાય તો છેવટે દીવો પ્રગટાવીએ. ખરું ને ? વૈરાગ્ય પ્રગટાવવા માટે કશું કરવું જ નથી. કારણ કે વૈરાગ્ય વિના આપણું કશું બગડ્યું નથી, બરાબર ને ? સ0 વૈરાગ્ય પ્રગટાવવા શું કરવું ? પહેલા રાગ ખટકે છે ખરો ? વૈરાગ્ય જોઇએ છે ખરો ? વૈરાગ્યની જરૂર પડે પછી આ પ્રશ્ન પૂછજો . શાસ્ત્રમાં વૈરાગ્ય પ્રગટાવવાનો ઉપાય બતાવ્યો છે કે વૈરાગ્ય પામવા માટે રાગ મારવો પડે અને રાગ મારવા માટે રાગનાં સાધનોથી દૂર રહેવું, પાત્રથી દૂર થવું. પત્ની પર રાગ થાય તો મહિના માટે પત્નીને પિયર મોકલી આપવી. ગુલાબજાંબુ પર રાગ થાય તો વરસ માટે બંધ કરી દેવાના. શાક ઉપર રાગ થાય તો ચાર મહિના માટે એ શાકનો ત્યાગ કરી લેવો. ચક્રવર્તીના આત્માઓને પણ અંતમાંત ભિક્ષા વાપરવાની આજ્ઞા કરી છે. જેઓ પર્સ ભોજન જમીને વૈરાગ્ય પ્રગટાવીને આવ્યા છે તેમને પણ અંતકાંત ભિક્ષા વાપરવાનું કહ્યું સાધુભગવંતોએ એકલા ક્યાંય જવું નહિ – એવું જણાવ્યું તેનું કારણ એ હતું કે એકાંત અવસ્થાના કારણે ક્યાંય પણ પાપ કરવાનો પ્રસંગ ન આવે. ભગવાનના શાસનમાં આપણે અત્યાર સુધી શું કર્યું તે મહત્ત્વનું નથી, આપણે શું કરવાનું છે – એ મહત્ત્વનું છે. એક વસ્તુ તો નક્કી છે કે અત્યાર સુધી જે રીતે વર્યા તેના કારણે જ આપણે સંસારમાં ભટકીએ છીએ. હવે એ વનનો ત્યાગ કરીને જ્ઞાનીઓએ બતાવેલી મર્યાદાને સ્વીકારવા માટે તૈયાર થઇ જવું છે. જ્ઞાનીઓને આપણી ઉપર આટલો બધો અવિશ્વાસ કેમ ? – આવી ચિંતા કરવાની જરૂર નથી. આ અવિશ્વાસ વ્યક્તિ ઉપરનો નથી, વ્યક્તિની વૃત્તિ ઉપરનો છે. આપણે બહારથી ગમે તેટલા સારા દેખાતા હોઇએ તોપણ આપણી વૃત્તિઓ તો પાપ કરવાની લગભગ પડેલી જ છે. તેથી જ શાસ્ત્રકારોએ આપણી પાપવૃત્તિઓ કાર્યરત ન બને એવું ચોકઠું ગોઠવી આપ્યું છે. માટે જ્ઞાનીઓના વચનમાં કોઇ જ વિકલ્પ કર્યા વિના તેમની વાત સ્વીકારી લેવી છે. ૧૬o શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૧૬૧
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy