SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ બધાની ચિંતા કરવા માટે ઘરમાં રહેવું એના કરતાં આપણી ચિંતા કરવા માટે સાધુ થઇ જવું સારું ને ? આ ભવમાં એવો ધર્મ આરાધી લેવો છે કે – આવતા ભવમાં ધર્મ કરવાનો વખત ન આવે, મોક્ષે પહોંચી જઇએ. જયાં સુધી તમે દીક્ષા અંગીકાર નથી કરી શકતા ત્યાં સુધી માતા-પિતા, મોટા ભાઇ વગેરેનો અવિનય નથી કરવો, વિનય કરવો છે – આટલું બને ને ? અવિનયના કારણે દીક્ષા દુર્લભ બને છે અને દીક્ષા લીધા પછી એનું પાલન દુર્લભ બને છે. સંસારથી પાર પામવા માટે આવેલા અવિનયના કારણે સંસારને વધારવાનું કામ કરી બેસે તો તમને લાગે ને કે – સારું નથી કરતા ? જૈનશાસનમાં મોટો આચાર વિનય જ બતાવ્યો છે. આપણે ત્યાં નાનામાં નાના સાધુનો વિનય શ્રેષ્ઠ કોટીનો છે – એની કથા આવે છે ને ? ગંગાનદી કઇ દિશામાં વહે છે - એની આખા ગામને ખબર હોવા છતાં આ પ્રશ્ન પૂછયા પછી પણ નાના સાધુ કહેતા નથી કે – આમાં શું પૂછવાનું હતું ? આ તો આખા ગામને ખબર છે. ‘હું. હમણાં જ જઇને તપાસ કરી આવીને કહું છું’ આવું કહ્યું. આમાં વિનય નીતરતો દેખાય છે ને ? તોછડા જવાબ અવિનયનું પ્રતીક છે. નાના સાધુના મનમાં એમ જ હતું કે - “જગતપ્રસિદ્ધ વાતમાં આચાર્યભગવંત પૂછતા હોય તો એમાં કોઇક ગંભીર આશય રહેલો છે માટે પૂછે છે.’ સ0 વિનયમાં સહનશક્તિ ખૂબ જોઇએ. તમને શું લાગ્યું ? બહુ સહેલું છે - એમ ? આચાર્યભગવંત ઉપર સંપૂર્ણ વિશ્વાસ જાગે ત્યારે વિનય આવે. આચાર્યભગવંત પાસે બેઠા હોઇએ ત્યારે એમને કાંઇને કાંઇ કામ પડે ત્યારે આચાર્યભગવંત બોલાવે ત્યારે શું કરવું એ વીસમી ગાથામાં કહે છે બોલાવ્યા પછી હું એકલો જ છું ? બીજા પણ છે ને ? એ લોકો એમને એમ બેસી રહે છે ને મને જ આખો દિવસ કહ્યા કરે છે.’ આવા પ્રકારનો વિચાર ન કરતાં “મારી ઉપર ગુરુભગવંતે કૃપા કરી છે' એમ વિચારે. આવું વિચારે તે જ ખરો મોક્ષનો અર્થી છે. દેવતાઓ ઘણા હોવા છતાં હરિણગમેથી દેવને ઇન્દ્ર બોલાવ્યો તો ખુશ થયો ને ? હોસ્પિટલમાં ઘણા દર્દી હોવા છતાં ડૉક્ટર તમને જ બોલાવે તો આનંદ થાય ને ? તમારી જ દવા થાય તો આનંદ થાય ને ? તેમ અહીં પણ ગુરુભગવંત આપણને જ બોલાવે એ આપણી ઉપરની કૃપાના કારણે. આટલા બધા શિષ્ય હોવા છતાં મને જ બોલાવ્યો – એ મોટામાં મોટો ઉપકાર કર્યો : એમ માને. હું એકલો જ શેનો ભાળ્યો, આટલા ઘાટા શેના પાડો છો, જરા ધીમે બોલો... આવું બધું ન બોલે. બોલાવ્યા પછી બીજું શું કરે અને કઇ રીતે કરે તે એકવીસમી ગાથાથી જણાવે છે. आलवन्ते लवन्ते वा न निसीएज्ज कयाइ वि । चइऊणमासणं धीरो जओ जत्तं पडिस्सुणे ॥१-२१।। ગુરુભગવંતે એક વાર કે વારંવાર બોલાવ્યા પછી આસને બેસી ન રહેવું. ગુરુભગવંત પાસે આવતી વખતે પણ સ્થિરતાપૂર્વક આવવું, ગમે તે વસ્તુ પર પગ આવી જાય, ગમે તે વ્યક્તિ સાથે ભટકાઇ જઈએ - એવી રીતે ન આવવું. ગુરુભગવંતનું કામ છે માટે ગમે તેની સાથે ભટકાવાની છૂટ ન મળે. આ વસ્તુને “ર' પદથી જણાવી છે. શ્રાવક જયારે જયારે આચાર્યભગવંત પાસે જાય ત્યારે એની એક સાધુભગવંતોનો આચાર જ સાંભળવાની ઇચ્છા હોય. તમારી-અમારી હાલત ઊંધી છે ને ? આના સિવાય બીજું સાંભળવાનું ગમે. આ સંસારમાં સાધુભગવંતોને છોડીને બીજું એક પાત્ર ઊંચામાં ઊંચું નથી. ઘરના લોકોની સેવા કરવાનો વખત આવે તો ફરજ માને, જયારે સાધુ ભગવંતની સેવા કરવાનો વખત આવે તો આપણી ફરજ નથી – એવું आयरिएहि वाहित्तो तुसिणीओ न कयाइ वि । पसायपेही नियागट्ठी उवचिट्टे गुरुं सया ॥१-२०॥ આચાર્યભગવંતે બોલાવ્યા પછી સાંભળતાવેંત ‘જી' આ પ્રમાણે બોલવું, પણ મૌન ન રહેવું કે સાંભળ્યું - ન સાંભળ્યું ન કરવું. ગુરુભગવંતે ૧૪૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૧૪૩
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy