SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ સ0 બોલવું સહેલું છે પણ કરવાનું કપરું છે. એટલે તમે સાવ સત્ત્વ વગરના કાયર છો - ખરું ને ? તમને કોઇ ઊંચકીને મોક્ષ મૂકી આવે તો જ તમે જશો, બાકી જાતે જાઓ એ વાતમાં માલ નથી ને? આટલા બધા કાયર શા માટે થાઓ છો ? કાયરતા કાઢી થોડું સત્ત્વ કેળવો. સાધુપણા સુધી એમને એમ નહિ પહોંચાય. સાધુપણામાં કાંઇ નરકનાં દુઃખો નથી ભોગવવાનાં, મનુષ્યપણાનાં જ દુ:ખો ભોગવવાનાં છે અને એ પણ આપણે પાપ કર્યું હશે તો જ ઉદયમાં આવશે. તો એમાં આટલું શું ગભરાવાનું ? સુખ આત્માના દમનમાં છે. આ વસ્તુ અહીં જણાવી છે. પ્રાપ્તિમાં સુખ નથી, જતું કરવામાં સુખ છે. સુખ મળે એમાં સુખ નથી, સુખને જતું કરવામાં સુખ છે. શાસ્ત્રકારોએ આ સુખની વાત કરી છે - તે સ્વીકારવાની કે અનુભવવાની તૈયારી નથી ને ? આપણે માત્ર સાંભળવા માટે જ આવીએ છીએ ને ? શાસ્ત્રના પદાર્થો એકાંતે જોય છે - એમ માનીને જ આપણે વર્તીએ છીએ, એમાં હેય કે ઉપાદેય તરીકેનો વિવેક કરતા જ નથી - ખરું ને ? જો હેય કે ઉપાદેયનો વિવેક કરીને પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરવા તૈયાર થઇએ તો આપણું સાંભળેલું લેખે લાગે. આપણે જે કાંઇ સાંભળીએ કે સમજીએ છીએ તે જાતે સુધારવા માટે કરીએ છીએ કે બીજાને સમજાવવા માટે ? શાસ્ત્રોની રચના આપણા પોતાના હિત માટે થયેલી છે. આપણે જોઇ ગયા કે જો તપ અને સંયમ વડે મારા આત્માનું દમન હું સ્વેચ્છાથી કરી લઉં તે સારું છે. જો અત્યારે સ્વેચ્છાથી દુ:ખ નહિ વેઠું તો પરભવમાં પરાધીનપણે વધ અને બંધન વગેરેના દુ:ખ ભોગવવાનો વખત આવશે. આ રીતે હિતશિક્ષા આપીને હવે આગળ અવિનયના આચરણનો ત્યાગ કરવા પૂર્વક વિનયનું આચરણ કઇ રીતે કરવાનું છે તે જણાવે છે : આચાર્યભગવંતને જે પ્રતિકુળ હોય તે વચનથી કે કાયાથી ન કરવું. સાધુભગવંત રાતદિવસ આચાર્યભગવંતની નિશ્રામાં રહેનાર હોય. આચાર્યભગવંતે જેટલું કરવાનું કહ્યું હોય તે કદાચ ન કરી શકીએ, પરંતુ તેમણે જેની ના પાડી હોય તેવું વર્તન બિલકુલ કરવું નહિ. ગુરુને જે અનુકૂળ હોય તે ન કરી શકાય તો પણ તેમને પ્રતિકૂળ વર્તન કોઇ સંયોગોમાં ન કરવું. વિનય થાય તો કરો એ સારી વાત છે, પણ અવિનય તો કોઇ કાળે ન કરવો. ગુરુભગવંતને એમ કહીએ કે – ‘તમને કશી ખબર નથી, તમે રહેવા દો, તમે શું જાણો ?’ આ બધું પ્રતિકૂળ વર્તન છે. વર્તમાનમાં કોઇ સાધુસાધ્વીને એવો નિયમ છે ખરો કે – આપણા ગુરુને જે ન ગમે તે કરવું નથી ! આજે અમારું સાધુપણું પાવર વગરની દવા જેવું અને ધાર વગરના શસ્ત્ર જેવું છે. તેનાથી ભવરોગ દૂર થાય - એ પણ શક્ય નથી અને કર્મ પણ છેદાશે નહિ. દવામાં પાવરના સ્થાને અને શરાની ધારના સ્થાને ભગવાનની આજ્ઞા છે. આ ભગવાનની આજ્ઞા સાધુપણામાં જો ન હોય તો તે સાધુપણુ કોઇ પણ રીતે કામ ન લાગે. સાધુપણામાં વિનય ન કરી શકાય - એવું તો ન બને, પણ વિનય કદાચ ન કરી શકાય તોપણ અવિનય તો કરવો જ નથી. સએજ્ઞાનથી અવિનય કરે તો ? તમને કેટલી વાર કીધું, તોપણ તમે યાદ નથી રાખતા. અજ્ઞાનથી અગ્નિને અડીએ તો દાઝે કે ન દાઝે ? અજ્ઞાનથી વિષ ખાઇએ તો મરીએ કે ન મરીએ ? અજ્ઞાન એ કાંઇ આપણા બચાવનું સાધન નથી. સ0 એમાં પાપ ઓછું લાગે ? જ્યાં સુધી પાપ કરવાનું મન પડ્યું હશે ત્યાં સુધી પાપ તો લાગવાનું જ છે.સમકિતીને અલ્પ બંધ થાય છે તેનું કારણ તો એક જ છે કે એને પાપ કરવાનું મન નથી. જેને પાપ ઓછું કરવાનું મન હોય તેને અલ્પ પાપ લાગે એવું નથી, જે પાપ ઓછું કરે તેને અલ્પ પાપબંધ થાય એવું ય નથી. સમકિતી પાપ કરતો નથી એવું ય નથી, પાપ ઓછું કરે છે એવું ય નથી છતાં જે કાંઇ પાપ કરે છે તેમાં પાપ કરવાની બિલકુલ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૧૩૧ पडिणीयं च बुद्धाणं वाया अदुव कम्मणा । आवी वा जइ वा रहस्से नेव कुज्जा कयाइ वि ॥१-१७॥ ૧૩૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy