SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ દિવસે અશક્તિના કારણે બેઠા બેઠા પ્રતિક્રમણ કરે અને પારણાના દિવસે એવી અકળામણ થતી હોય કે ઊભો ન થઇ શકે માટે બેઠાં પ્રતિક્રમણ કરે : આવાને શું કહેવું ? શાસ્ત્રમાં કહ્યું છે કે ગાડાના પૈડામાં જેટલી મળી નાંખે, ઘા ઉપર જેટલી ઔષધિ ચોપડે, મૃદંગ (તબલા) ઉપર જેટલો આંટો લગાડે તેટલો જ આહાર લેવાનો. બત્રીસ કે અઠ્યાવીસ કોળિયા આહાર ઉત્કૃષ્ટથી જણાવ્યો છે. એનાથી ઓછા ચાલે તો ઓછાથી નભાવવું છે. આ તપ તો તીર્થંકર ભગવંત, ગણધર ભગવંત આદિ મહાપુરુષોએ જાતે આસેવીને આપણને બતાવ્યો છે. એની ઉપેક્ષા નથી કરવી. હવે પર્યુષણના દિવસો આવે છે ને ? એટલે બધા તપ કરવાના. એકે તપ કર્યો એટલે બીજા કરે. દેખાદેખીથી ઘણો તપ થશે, પણ આત્મદમન તરફ નજર નથી ને? કોઇ પૂછે તો કહેવું કે - આ વખતે આત્મદમન માટે તપ કરવો છે. પર્યુષણના આઠ દિવસ બીજો તપ ન થાય તો માત્ર બે દ્રવ્યથી એકાસણું કરવું છે અને તેમાં પણ ખાખરો અને દૂધ કે ખાખરો અને ચા : એટલું જ વાપરવું છે. એટલે આરંભસમારંભ આપણા માટે કરવો ન પડે. ખાખરાનો કાળ તો પંદર દિવસનો છે એટલે પર્યુષણ પહેલાના ચાલે . સ૦ બેમાં પણ રાગ થાય તો ? બે દ્રવ્યમાં રાગ થતો હશે તો તેનો ઉપાય બતાવીશું. બે દ્રવ્ય પણ છૂટાં છૂટાં વાપરવાં, ભેગાં ન કરવાં. એકલી ચા પી જવી અને એકલા ખાખરા ખાવા. પછી તો રાગ નહિ થાય ને ? આ ભવ એ તો જેલ જેવો છે. જેલમાં કેટલાં દ્રવ્ય ખાવા મળે ? માત્ર બે જ ને ? તેમ આપણે પણ સંસારરૂપ જેલમાં જીવીએ છીએ એમ સમજી બેથી વધારે દ્રવ્યો નથી વાપરવાં અને બે દ્રવ્યો પણ છૂટાં છૂટાં વાપરવાં છે. દાળભાત વાપરીએ તોપણ દાળ એકલી વાપરવી છે અને ભાત એકલા વાપરવા છે. જ્યાં સંયોજના હોય ત્યાં રાગ થવાનો જ. દ્વિત્વમાં રાગ હોય, એકત્વમાં સુખ છે. રાગ મારવો હોય તો દ્વિત્વમાંથી એકત્વમાં આવવું જ પડશે. સંયમ અને તપ સિવાય આત્મદમનનો બીજો કોઇ ઉપાય નથી અને આ આત્મદમન સિવાય સુખનો પણ બીજો એકે ઉપાય નથી. સંયમ કે તપ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૧૨૬ આત્મદમન માટે જ કરવાના છે. સંયમનું પાલન પણ આત્મદમન માટે જ કરવાનું છે અને તપનું આચરણ પણ આત્મદમન માટે જ કરવાનું છે. તપ ન કરીએ ને છૂટા મોઢે ખાઇએ તો પાપ લાગે, તે પાપ ન લાગે માટે તપ કરીએ તો ? સ પાપ કદાચ લાગે તોય તમને ફરક શું પડવાનો હતો ? પાપ પણ ભવાંતરમાં દુ:ખી ન થઇએ માટે જ ટાળવું છે ને ? એટલે અહીં પણ દુ:ખનો ભય પડ્યો છે માટે જ પાપ ટાળવાની વાત કરીએ છીએ - ખરું ને ? પાપથી દુઃખ આવે છે માટે પાપ ટાળવાની વાત નથી. પાપથી સંસાર વધે છે માટે પાપ ટાળવાનું છે. પાપથી દુઃખ જણાવ્યું છે તે સંસારસ્વરૂપ જ દુ:ખ છે - એમ સમજવું. તેથી તપ દુઃખના ભયથી નહિ, પાપના ભયથી, આગળ વધીને સંસારના ભયથી કરવાનો છે. સ૦ દુમ્ભક્ખઓ કમ્મખઓ બોલીએ છીએ ને ? આ ભાઇને દુઃખના ક્ષય માટે ધર્મ કરવાનો પાઠ મળી ગયો ! જો દુઃખના ક્ષય માટે જ ધર્મ કરવાનો હોત તો દુઃખક્ષય પછી પાપક્ષય લખ્યું હોત, કર્મક્ષય ન લખ્યું હોત. દુઃખ ટાળતી વખતે પાપ ટાળવાનું ન કહેતાં કર્મ ટાળવાનું કહ્યું છે તેના ઉપરથી જ નક્કી છે કે આપણે જેને દુઃખ માનીએ છીએ તેની અહીં વાત નથી. આપણે તો માત્ર અશાતા ટાળવી છે, શાતા નથી ટાળવી ને ? અહીં તો જણાવ્યું છે કે સંસારનું સુખ એ મોટામાં મોટું દુ:ખ છે. કારણ કે આ સંસારમાં દુઃખને નોંતરવાનું કામ આ સુખ કરે છે - આથી જ આ સુખનો પણ નાશ કરવો છે માટે કર્મક્ષયની વાત કરી છે. દુઃખનો ક્ષય એટલે આ સંસારનો ક્ષય કરવો છે અને આ સંસાર કર્મના યોગે વળગેલો છે. તે કર્મ શુભ હોય કે અશુભ હોય છેવટે સંસારમાં જ ભોગવાય છે માટે તે કર્મના કારણે મળનારી શુભ કે અશુભ બંન્ને અવસ્થા દુઃખરૂપ છે. તે દુઃખના ક્ષય માટે કર્મનો ક્ષય કરવાનો છે. શ્રી ઋષભદેવસ્વામીના સ્તવનમાં પણ જણાવ્યું છે કે ‘કર્મજનિત સુખ તે દુઃખરૂપ..' આપણે જેને દુઃખ માનીએ છીએ તે દુઃખ નથી, જ્ઞાનીઓ જેને દુઃખ કહે છે તે દુઃખ છે. આપણે જેને દુઃખ માનીએ છીએ તે ભોગવવાલાયક શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૧૨૩
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy