________________
ભગવાનનો માર્ગ ન બતાવે અને લોકોને ગમે એવો ઉપદેશ આપે તેઓ પોતાના શરણે આવનારા જીવોની ભાવહત્યા કરનારા હોવાથી કસાઇજેવા છે. તેથી તમને ન ગમે તોપણ જે તમારા હિતનું કારણ હોય એવી ભગવાનની વાત જ તમને સમજાવવાની છે.
આપણે જોઇ ગયા કે જ્યાં સુધી કોઇ પૂછે નહિ ત્યાં સુધી કશું જ બોલવું નહિ અને પૂછ્યા પછી ખોટું ન બોલવું. પોતે કર્યું હોવા છતાં થઇ ગયું - એમ કહેવું તે જૂઠું છે. અહીં જણાવે છે પૂછ્યા પછી ખોટું ન જ બોલવું અને આવેલા ક્રોધને નિષ્ફળ કરવો. ગુસ્સો આવ્યા પછી ગુસ્સો કરીએ નહિ તો તે નકામો જાય ને ? આશ્રવને સંવર બનાવવાનું કામ સહેલું છે. આશ્રવમાં મોટું સંસાર તરફ હોય અને સંવરમાં મોટું મોક્ષ તરફ હોય. સંસાર ઉપરથી નજર ખસે એટલે આશ્રવ સંવરમાં પરિણમે. ક્રોધ સફળ ન બને ત્યાં સુધી બાજી હાથમાં છે. એક વાર ગુસ્સો કરી નાંખ્યો તો પછી પશ્ચાત્તાપ કરવા છતાં અનુબંધો ન તૂટે એવું ય બને, માટે સાવધાની રાખવી. અહીં ગુસ્સાને કઇ રીતે નિષ્ફળ કરવો એના માટે એક કુલપુત્રનું ઉદાહરણ આપ્યું છે.
એક કુલપુત્રના સગા ભાઇને કોઇએ મારી નાંખ્યો. ત્યારે તેની માતા રોજ તેને કહે કે તું શક્તિસંપન્ન છે, આવડતવાળો છે, બળવાન છે છતાં ભાઇના હત્યારાને પકડીને વેર કેમ નથી લેતો ? રોજ આવું સાંભળવાથી એક વાર તે કુલપુત્રને અત્યંત ગુસ્સો આવ્યો અને તે પેલા હત્યારાને પકડીને માતા પાસે લઈ આવ્યો. એક હાથમાં તલવાર અને બીજા હાથમાં પેલા હત્યારાને પકડી માતાને કહે છે કે – તું કહે તે રીતે આને મારું. એટલામાં પેલો હત્યારો કાકલૂદીભરી વિનંતિ માતાના પગમાં પડીને કરવા લાગ્યો કે મેં ગુનો કર્યો છે પણ મારા ગુનાને માફ કરો. તેની વિનંતિ સાંભળીને માતાએ પેલાની પ્રત્યેની દયાથી પુત્રને છોડી મૂકવા કહ્યું અને ગુસ્સાને શાંત કરવા માટે કહ્યું કે જે શરણે આવ્યા હોય, જેણે આપણા પર વિશ્વાસ મૂક્યો હોય, જે આપણા પગમાં પડે, જે દુ:ખથી પીડાતો હોય, રોગી હોય, પાંગળો હોય અર્થાત્ ઇન્દ્રિયથી વિકલ હોય ૧૦૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
તેને મહાપુરુષો હણે નહિ. માત્ર મારી નાંખવા એ જ હત્યા નથી. તેને પીડા પહોંચાડવી, રસ્તે રખડતા કરવા - એ પણ એક પ્રકારની હત્યા છે. માતાના આ વચનથી કુલપુત્રનો ગુસ્સો શાંત થઇ ગયો. અહીં જે રીતે માતાના વચનથી કુલપુત્રે પોતાના ગુસ્સાને નિષ્ફળ કર્યો તેમ ભગવાનના વચનથી સાધુભગવંતો પોતાના ક્રોધને નિષ્ફળ કરે. કોઇ આપણા પૈસા આપતું ન હોવાથી ગુસ્સો આવતો હોય તેવા વખતે ‘જો હતા નથી” આટલું નક્કી કરીએ તો ગુસ્સો શાંત થઇ જાય ને ? જો સાધુભગવંતને પણ ગુસ્સો કરવાનો અધિકાર ન હોય તો તમારે કોઇ સંયોગોમાં ન કરાય ને ? આ સાધુના આચાર છે – એમ સમજી એની ઉપેક્ષા ન કરતા. રોગીને દવા લેવી પડતી હોય તો મહારોગીને તો દવા વગર એક ક્ષણ ન ચાલે ને ? ગમે તેટલો ગુસ્સો આવે કે તરત ‘ભગવાન ના પાડે છે' - એટલું યાદ કરી લઇએ તો ગુસ્સો કરવાનું ન બને, ગુસ્સો આવે એ જુદું અને ગુસ્સો કરીએ એ જુદું. ગુસ્સો આવે તો તેને નિષ્ફળ કરી શકાય. પણ ગુસ્સો કરીએ તો નિષ્ફળ ક્યાંથી થાય ? સ0 નબળા ઉપર ગુસ્સો આવે, સબળા પર નથી આવતો.
પાપ કરવા માટે આપણે કાયમ માટે નબળા જ છીએ – એટલું યાદ રાખવું. આપણા બળનો પ્રયોગ ક્રોધને શાંત કરવા માટે કરવો છે. સ0 બધું સમજાય છે પણ પ્રેક્ટિકલ નથી લાગતું.
પ્રેક્ટિકલ ક્યારે બને ? આપણે પ્રેક્ટિસ કરીએ તો પ્રેક્ટિકલ બને ને ? કોઇ કરે તો પ્રયોગ થાય. પરંતુ આપણે તો માત્ર વાતો કરવા જ ભેગા થયા છીએ, કરવા માટે ક્યાં આવ્યા છીએ ? આ પ્રયોગશાળા નથી, વિજ્ઞાનનો પીરિયડ છે - ખરું ને ?
આ સંસારથી પાર ઊતરવા માટે ચારિત્ર સિવાય બીજો કોઇ જ ઉપાય નથી. આથી જ શાસ્ત્રકારો ચારિત્રને ઉદ્દેશીને જ ઉપદેશ આપતા હોય છે. આપણને એમ થાય કે વારંવાર એકની એક વાત શા માટે કહ્યા કરે છે પરંતુ વારંવાર આ કહેવાના કારણે જો આપણી કર્મલઘુતા થાય તો આપણા હૈયામાં આ વસ્તુ ઊતરે. ગમે તેટલો ઊંચામાં ઊંચી કોટિનો શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૦૭