SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ હોવાથી તે રૂપે પણ જણાવાય છે. ‘આ રીતે ક્ષયોપશમભાવની પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી પણ જો હું ગુસ્સાને નિષ્ફળ ન કરી શક્યો તો મારા આ ગુસ્સાને ધિક્કાર થાઓ. દુઃખે કરીને પાળી શકાય એવું તલવારની ધાર પર ચાલવા જેવું વ્રત પાળીને પણ હું તેના ફળને પામી ન શક્યો. જ્યારે આ તો સહજમાં વ્રતના ફળને પામી ગયો. ખરેખર ! તેને ધન્ય છે અને અત્યાર સુધીના મારા વ્રતને નિષ્ફળ બનાવનાર આ ગુસ્સાને ધિક્કાર છે. હવે મારે આ ગુસ્સા વડે સર્યું...’ આ પ્રમાણે ગુરુ વિચારે છે. પોતાની ભૂલ સમજાઇ ગયા પછી મહાપુરુષો તેનો બચાવ ન કરતાં તેનો પશ્ચાત્તાપ કઇ રીતે કરે છે - એ જોવાની જરૂર છે. આ પશ્ચાત્તાપમાં ગુરુને પણ ત્યાં કેવળજ્ઞાન થાય છે. આપણે સહન કરીએ તો પરિણામ સારું આવે. એક વાર સહન કરવાની વૃત્તિ જાગે તો સાધુપણામાં કશું જ કિઠન નથી. સ આટલું સમજવા છતાં મન નથી થતું, તો શું આસક્તિ નડે છે ? આસક્તિ પણ નહિ, સુખની લાલચ નડે છે. સુખ હોય તો તેમાં આસક્તિ થાય. તમારે ત્યાં સુખ તો ક્યાંય રહ્યું નથી ને ? જે સુખની લાલચથી સંસાર માંડ્યો તે સુખમાં આસક્તિ થાય એવું કશું રહ્યું નથી, છતાં લાલચ મરતી નથી. માટે દીક્ષા લેવાતી નથી. આ રીતે વિનીત અને અવિનીતનું સ્વરૂપ બતાવીને હવે ફરી વિનીતનો આચાર જણાવે છે કે नापुट्ठो वागरे किंचि पुट्ठो वा नालियं वए । कोहं असच्चं कुव्वेज्जा धारेज्जा पियमप्पियं ॥१- १४॥ જ્યાં સુધી ગુરુ પૂછે નહિ ત્યાં સુધી બોલવું નહિ અને ગુરુ પૂછે ત્યારે પણ ખોટું તો ન જ બોલવું. ગુરુ હિતશિક્ષા આપે ત્યારે વચ્ચે જવાબ આપવા કે ખુલાસા કરવા ન બેસવું. ગુરુ વચ્ચે કંઇક પૂછે ત્યારે જ જવાબ આપવો, બાકી મૌનપણે પ્રસન્નતાથી ગુરુની હિતશિક્ષા સાંભળવી અને ગુરુ પૂછે ત્યારે પણ જેવું હોય તેવું કહેવું, ‘હું ખરાબ દેખાઇશ' એવા ૧૦૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભાવથી ખોટું ન બોલવું. તેમ જ ગુરુનું વચન સાંભળીને ગુસ્સો આવે તોપણ તે ક્રોધને અસત્ કરવો અર્થાત્ ગુસ્સાને નિષ્ફળ કરવો. ગુસ્સો આવ્યા પછી મોઢું ન ખોલવું, પગ ન પછાડવા, હાથ ન ઉપાડવો, વસ્તુ ન પછાડવી... આ ક્રોધને નિષ્ફળ બનાવવાનો ઉપાય છે. જે કાંઇ પ્રિય કે અપ્રિય વચન સાંભળવા મળે અથવા વર્તન થાય તે બધું ધારણ કરવું અર્થાન્ સમભાવે સ્વીકારી લેવું. ભગવાન કે ભગવાનના સાધુઓ જ્યારે પણ ધર્મનો ઉપદેશ આપે તે સાધુપણાના ધર્મનો જ ઉપદેશ આપે છે. કારણ કે સાધુધર્મ જ આ સંસારથી તારનારો બને છે. આપણે અત્યારે જે કરીએ છીએ તે ધર્મ નથી, જે થઇ ગયો છે તે પણ ધર્મ નથી, ધર્મ તો તે છે કે જે બાકી છે. આપણે શ્રાવકપણાનો ધર્મ કર્યો છે કે કરીએ છીએ. પરંતુ એ ધર્મ નથી. જે સાધુપણાનો ધર્મ બાકી છે તે જ ધર્મ છે. તમારે ત્યાં પણ શું થાય છે ? જે કર્યું એ જુઓ છો કે જે બાકી છે એ જુઓ છો ? આ તો પૂજા થઇ ગઇ તો ચાલવા માંડે, સામાયિક પૂરું થઇ ગયું તો પારીને ઊભો થઇ જાય, આપણે પૂછીએ કે ભાઇ ક્યાં ચાલ્યો તો કહે કે ક્રિયા પૂરી થઇ ગઇ. આપણે પૂછવું પડે કે ભાઇ ફળ મળ્યા વિના ક્રિયા પૂરી ક્યાંથી થઇ ગઇ. ઓળી વગેરે તપ કરે અને ઉલ્લાસથી પારણું કરે. આપણે પૂછીએ તો કહે કે - તપ પૂરો થઇ ગયો. સ૦ જેટલું નક્કી કરેલું એટલું પૂરું કર્યું - એમ કહેવાય ને ? તમે નક્કી કઇ રીતે કર્યું ? તમારા ધંધામાં તો કોઇ મર્યાદા બાંધતું નથી. જેટલા મળે એટલા લેવા છે. ધાર્યા એટલા મળ્યા પછી ધંધો બંધ કરો કે વધુ મેળવવા ધંધો વિસ્તારો ? સ્કૂલમાં ભણનારા છોકરાઓ પણ આપણા કરતાં સારા કે જે એક ડિગ્રી મળ્યા પછી તેના આગળ-આગળની ડિગ્રી માટે મહેનત કર્યા જ કરે. એ એક પછી એક પગલું ભરે. જ્યારે આપણે તો જે ધર્મ કરીએ છીએ તેય પૂરો નથી કરતા, તો આગળ ક્યાંથી વધાય ? તપ તો અણાહારીપદ મેળવવા માટે કરવાનો છે ને ? તો અણાહારીપદ મળ્યા વગર તપનું પારણું કેમ કરાય ? શક્તિ ન હોય ને પારણું કરવું પડે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૧૦૩
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy