SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પડ્યું ને ? જન્મમાત્ર પાપના યોગે થાય છે. આ ભવમાં જન્મ્યા ત્યારે પુણ્ય ભોગવવાનો વખત આવ્યો ને ? અકસ્માત થયા પછી ડૉક્ટરની ગાડી પુણ્યથી મળે, પણ અકસ્માત તો પાપના ઉદયે થાય ને ? તેમ સંસારમાં સુખ પુણ્યના ઉદયે મળે પણ સંસાર તો પાપના ઉદયે જ મળે છે. તેથી આપણે પુણ્ય બાંધવા માટે ધર્મ નથી કરવો, કર્મનિર્જરા માટે ધર્મ કરવો છે. પુણ્યમાત્ર પાપના ઉદયમાં જ ભોગવાતું હોય તો આપણે પુણ્યનું શું કામ છે ? સ૦ બે ગતિને સારી શા માટે કહી ? તમે માની છે, શાસ્ત્રકારોએ તો ચારે ગતિને દુર્ગતિ કહી છે, પંચમ ગતિને જ સુગતિ કહી છે. તમે સાથિયો કરો છો તે ચાર ગતિ નિવારવા માટે કરો છો ને ? એક બાજુ ભવ કહેવાનો અને બીજી બાજુ સારો કહેવાનો : એ ન બને. ‘સારું ઝેર’, ‘સારો અગ્નિ’ એવું ક્યારેય બોલો ? નહિ ને ? તેમ સંસાર-ભવ દાવાનલ જેવો છે. તેમાં સારો ભવ ક્યાંથી કહેવાય. ભવમાત્ર સારો ન હોય, ખરાબ જ હોય. સ૦ ભવોભવ તુમ ચરણોની સેવા બોલીએ ને ? ત્યાં ભવોભવનો અર્થ એ નથી કે અનેક ભવ કરવા છે. આ તો વીપ્સાના કારણે બે વાર ભવ બોલાય છે. જેમ કોઇને આવકારતી વખતે ઉત્કટ ઇચ્છા બતાવવા ‘આવો, આવો’ બોલાય છે, તેમ કોઇ ભવમાં ભગવાનની સેવાથી વંચિત રહેવું નથી, આ ભવમાં પણ કાયમ માટે શરણે રહેવું છે એ ભાવને વ્યક્ત કરવા ભવે ભવે બોલાય છે. બાકી સાધકને તો આ ભવે મોક્ષે જવાતું હોય તો બીજો ભવ કરવો નથી. સ૦ અમે દીનદુ:ખીની અનુકંપા કરીએ, પૂજા સામાયિક મોક્ષ માટે કરીએ તોપણ વચ્ચે પુણ્ય તો સમાયેલું જ છે. એને ખરાબ શા માટે કહો છો ? પુણ્ય ધર્મમાં ભલે સમાયેલું હોય પણ આપણે પુણ્ય જોઇતું નથી, કાઢી નાંખવું છે. મોંઘું દાટ કપડું હોય તેમાંથી કપડાં સિવડાવો તો તેના ચીંથરાં પડવાનાં જ, પણ એ ચીંથરાં પહેરવા કામ ન લાગે, વસ્ર જ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૮૨ કામ લાગે. શાસ્ત્રમાં પુણ્યને ઘાસતુલ્ય કહ્યું છે. અનાજ ઉગાડતાં ઘાસ ઊગે તે કાપી નાંખો કે ખાવામાં લો ? જે ઘાસ વાપરે તે માણસ ન હોય, ઢોર હોય. વિશાલલોચન સૂત્રમાં પણ કહ્યું છે ને કે તૃષ્ણપિ ન ગળત્તિ ભગવાનના જન્માભિષેકનું કર્મ કરી હર્ષ-આનંદથી મત્ત બનેલા દેવો સ્વર્ગનાં સુખોને તૃણ-ઘાસ તુલ્ય પણ નથી ગણતા. તમે પ્રતિક્રમણ વરસોથી કરો છો પણ અર્થનો વિચાર જ કરતા નથી ને ? માત્ર પ્રતિક્રમણ કર્યાનો સંતોષ હોય ને ? શાસ્ત્ર કહે છે કે પ્રતિક્રમણ કરનારને તો સુખો અસાર લાગ્યાનો આનંદ હોય છે. ઇન્દ્ર વગેરે દેવોને દેવલોકનાં સુખો પણ ઘાસથી તુચ્છ લાગે તો આપણા આ સુખમાં શું બળ્યું છે ? ભગવાનના શાસનની ક્રિયાઓ જડ નથી, ચેતનવંતી છે. એ ક્રિયાને જીવંત બનાવવાનું કામ, સૂત્રના અર્થનું જ્ઞાન કરે છે. જ્ઞાન વિનાની ક્રિયા બુઠ્ઠી છે. ક્રિયાની ધાર જ્ઞાન છે. આ ધારદાર ક્રિયાઓ જ કર્મને છેદવા માટે સમર્થ છે. આપણી વાત તો ત્યાંથી નીકળી કે અનાશ્રવ’નો અર્થ દેખીતી રીતે જેવો થાય તેવો અહીં નથી કરવાનો. સામાન્યથી આશ્રવ એટલે કર્મનું આવવું, તે દોષરૂપ છે અને અનાશ્રવ ગુણસ્વરૂપ છે. પરંતુ અહીં તો અનાશ્રવ અવિનીતનું વિશેષણ કર્યું છે. અનાશ્રવ, સ્થૂલવ્રતી, કુશીલ એવા અવિનીત શિષ્યો હોય છે. આ ‘અનાશ્રવ’નો અર્થ ‘દોષરૂપ’ કરવો જોઇએ. તેના માટે સૌથી પહેલાં ‘આશ્રવ'નો અર્થ જુદો કરવો પડશે. આશ્રવ જો ગુણરૂપ હોય તો અનાશ્રવ દોષરૂપ બને. આથી અહીં આશ્રવ એટલે ‘જેમાં હિતશિક્ષાનું આવાગમન થાય તે' - એવો અર્થ કરવો. ‘આશ્રવ’નો અર્થ સામાન્યથી આવવાનું સાધન. કર્મોને આવવાના સાધનભૂત હિંસાદિ આશ્રવો છે. તેમ અહીં ગુરુની હિતશિક્ષાનાં વચનોનું આગમન એ આશ્રવ છે અને જે શિષ્યમાં આવા પ્રકારનાં હિતવચનોનું આવાગમન ન હોય એવા અવિનીત શિષ્યને અનાશ્રવ કહેવાય છે. આથી જ ‘અનાશ્રવ’નો અર્થ કરતાં ટીકામાં જણાવ્યું છે કે “ગુરુના વચનમાં નહિ રહેલા’... અદ્ ગુરુના વચનને કાને ધરતા નથી તે અનાશ્રવ છે. આશ્રવ માત્ર ખરાબ નથી, કર્મનો આશ્રવ ખરાબ છે, ગુણનો શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૮૩
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy