________________
આપણા સંસારનો અંત લાવવો જ છે. સુખ છોડીએ, સુખની ઇચ્છા છોડીએ એટલે અંત આવી જશે. ઇચ્છાનો ત્યાગ એ જ સાચો ત્યાગ છે. ‘નથી મળ્યું માટે બ્રહ્મચારી' આવું આવું તો તમે પણ બોલો છો ને ? લોકો પણ ત્યાગના જે વખાણ કરે તે મનથી નથી ઇચ્છતા માટે. સુખ ભોગવવાની ઇચ્છા જાગે એટલે અવિરતિ આવીને ઊભી રહે. સ0 જે વસ્તુ અમને ન ભાવે એને છોડી દઇએ – એ ત્યાગ ન ગણાય ?
વસ્તુ છોડો છો, વસ્તુની ઇચ્છા નથી છોડતા ને ? કોઇ તમને એમ કહે કે – ‘તમે જયારે આ વસ્તુ વાપરી ત્યારે એમાં અમુક ખામી હતી પણ આ વખતની એવી નથી, સારી છે તો તમે પાછી ચાખવા તૈયાર થાઓ ને ? આજે નહિ તો કાલે ભાવશે – એવી આશામાં ને આશામાં રહો ને ? નિયમ ન લો ને ? નિયમ ન લો તો સ્વાદ લેવાનો રસ્તો ખુલ્લો રહે – એવું જ છે ને ? ભવિષ્યમાં પણ ખાવાનું મન ન થાય અને અવિરતિનું પાપ ન લાગે માટે નિયમ લેવો છે ? સ0 અમને તો “અપ્પોસિ હોઇ બંધો’ યાદ રહે છે.
પ્રવૃત્તિ કરીએ તો અલ્પ બંધ થાય છે એ યાદ રાખતાં પહેલાં બંધ નથી કરવો - એ યાદ રાખવાની જરૂર છે. અલ્પ બંધની જે વાત કરી છે તે તમે સમજો છો એવી નથી. ત્યાં તો ૩૫ ગાથાથી આલોચના કર્યા પછી શિષ્યને શંકા થાય છે કે – ‘પ્રતિક્રમણ કર્યા પછી ફરી પાછું પાપ લાગવાનું હોય તો આવી હાથીના સ્નાન જેવી ક્રિયાથી શું કરવાનું ?” ત્યારે આચાર્યભગવંતે તેને આશ્વાસન આપતાં કહ્યું કે – સમ્યગ્દષ્ટિ જીવ જે કાંઇ થોડું પાપ કરે છે તે નિર્ધસપણાથી રહિત કરતો હોવાથી અલ્પ બંધ કરે છે. પછી મુળગુણ અને ઉત્તરગુણના પાલન દ્વારા તેમ જ પશ્ચાત્તાપ દ્વારા ધીમે ધીમે તે અલ્પબંધથી પણ રહિત થાય છે, તેથી હાથીના સ્નાન જેવી ક્રિયા નથી. તેમને આવી શંકા ન થાય ને ? પ્રતિક્રમણ કર્યા પછી હળવાફૂલ થયાનો આનંદ આવે ને ? સમકિતીની નજર સામે અવિરતિનું પાપ હોય. આજે તમે સમ્યકત્વને આગળ કરો કે અવિરતિને ? જ્યાં
સુધી સમ્યક્ત્વ દેખાય ત્યાં સુધી અવિરતિનું પાપ ન જાય. તમારે અવિરતિનું પાપ ટાળવું છે ને ? તો આપી દઉં નિયમ કે - પ્રતિક્રમણ કર્યા પછી ટી.વી. આગળ ન બેસવું ? સ0 પાપ તો લાગે જ છે.
તમે માનો છો ખરા ? પગ બગડે તો સાફ કરો કે એવો જ રાખો? દિવસે દિવસે પાપમાં છાતી મજબૂત બની છે ને ? અમારી પણ એવી જ છાતી મજબૂત બનતી ચાલી છે. ગુરુભગવંતે ભૂલ બતાવ્યા પછી પણ સ્વીકારવા તૈયાર નથી. જેને પાપ ન દેખાય એ ધર્મ શેના માટે કરે છે – એ વિચારવું પડે એવું છે. જેઓ પુણ્ય બાંધવા ધર્મ કરશે તેઓને પુણ્ય બંધાશે, પણ પાપ નહિ જાય તો પુણ્ય પણ પાપ ભેગું ભળી જશે. નારકીનું પુણ્ય પાપભેગું ભળે છે અને દેવતાનું પાપ પુણ્યભેગું ભળે છે. માટે તો નારકીને કાયમ માટે દુઃખ હોય છે અને દેવતાને સુખ હોય છે. સમકિતીને સમ્યક્ત્વ મળ્યાના આનંદ કરતાં અવિરતિનું દુ:ખ વધારે હોય છે. કરોડપતિને એકાદ એવું જ દર્દ થઇ જાય ત્યારે ચારે બાજુથી અનુકૂળતા મળતી હોય છતાં અનુકુળતા મળે છે એનો આનંદ હોય કે દર્દ (રોગ) થયાનું દુ:ખ અધિક હોય ? અનુકૂળતા દુ:ખનો પડછાયો લઇને જ આવતી હોય છે. અનુકૂળતામાં જેટલો આનંદ વધારે એટલું પાછળ દુ:ખ આવવાનું જ. દુ:ખથી બચવું હોય તો પાપથી બચ્યા વગર નહિ ચાલે. સાધુભગવંતો અનર્થદંડનું પાપ કરી ન બેસે માટે બહુ બોલવાની ના પાડી અને કાલે સ્વાધ્યાય કરવાનો કહ્યો. ભણવું એ પાપથી બચવાના ઉપાય નથી, કાલે ભણવું : એ પાપથી બચવાના ઉપાય છે. પંચાચારની શરૂઆત કાળે ભણવાથી જ થાય છે ને ? સ0 કયા કયા ટાઇમે ભણાય ?
સવારે સૂર્યોદય પહેલાં બે ઘડી, સાંજે સૂર્યાસ્ત પછી બે ઘડી અને મધ્યાહૈ પુરિમણ્યના પચ્ચક્ખાણના ચોવીસ મિનિટ પહેલાં અને પછી : આ ત્રણ કાળવેળાને છોડીને ભણાય. બાકી મનમાં તો ગમે ત્યારે થાય.
૭૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૭૩