________________
જિનશાસનમાં ન બને. નિરપરાધીને દંડે એ લોકનું શાસન હોય, જૈનશાસન નહિ. જૈનશાસન તો માને છે કે આ ભવની ભૂલ નહિ હોય તો પરભવની ભૂલ ચોક્કસ હશે જ. આ સંસારમાં અનાદિકાળથી અનંતા જીવોનો પરિચય કરીને આપણે આવ્યા છીએ. ક્યારે કોની સાથે કેટલા અપરાધ કર્યા છે તેની ગણતરી નથી. એ ભવોભવનું દેવું ચૂકવવું જ પડશે. દુ:ખ ભોગવી લેવા માટે પ્રયત્ન કરવો છે, દુ:ખ માફ થાય એ માટે નહિ. સ્વેચ્છાથી દુઃખ ભોગવીને દુઃખ પૂરું કરવા માટે જ ભગવાને તપ અને સંયમનાં કષ્ટો બતાવ્યાં છે. અહીં જો તપ અને સંયમ દ્વારા દુઃખ ભોગવીને પાપકર્મ નહિ ખપાવીએ તો એ કર્મો ન૨ક-તિર્યંચમાં જઇને પૂરાં કરવાં પડશે. નરકાદિગતિનું દુ:ખ માફ થાય એવી ઇચ્છા નથી પરંતુ એ દુઃખ પણ અહીં ભોગવીને પૂરું કરવું છે. આપણા આચાર્યભગવંત કહેતા હતા કે - દુ:ખ ભોગવતાં ભોગવતાં કોઠે પડી જાય છે અને સુખ ભોગવતાં ભોગવતાં દાઢે વળગે છે.
ગુરુના અનુશાસન બાદ ‘ગુસ્સામાં ખોટું ન બોલવું' એમ જણાવ્યા પછી ‘ઘણું ન બોલવું’ એમ જણાવે છે. બહુ બોલબોલ કરવું એ પણ એક પ્રકારનો અવિનય છે. સાધુનો સ્વભાવ જ એવો હોય કે - કામપૂરતી જ વાત કરે, કોઇ પણ વાતમાં લાંબું ન કરે. સાધુ અવિરતિધર સાથે વાત ન કરે. એ પૂછે એટલો જવાબ આપે. તમારે પણ સાધુને એમના સ્વભાવમાં રહેવાની અનુકૂળતા કરી આપવી. સાધુભગવંતને સ્વાધ્યાયમાંથી વિકથામાં જોડો તો તમને પણ જ્ઞાનાવરણીયકર્મ બંધાય. સ∞ અમને કાંઇ શંકા હોય તો પૂછીએ - એમાં દોષ લાગે ?
તમે પૂછો એમાં દોષ નથી. તમારે તો સંસારનું કામ પણ ગુરુભગવંતને પૂછ્યા વિના નથી કરવાનું. તમને વિકથા કરવાની ના પાડી છે, માર્ગનું જ્ઞાન મેળવવાની ના નથી પાડી. સ૦ અમે સંસારનું કામ તમે ના પાડો તોય કરવાના જ હોઇએ તો પછી પૂછવાનો શો અર્થ ?
EE
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
જે કામ તમે ચોક્કસ કરવાના જ છો એ કામ પણ જો ગુરુને જણાવીને કરો તો તે કામમાંથી તમારો રસ ઓછો થાય, આવેગ ઘટી જાય, ઉલ્લાસ મરી જાય ઃ એવો ઉપાય ગુરુભગવંત બતાવે – તો અનુબંધ ઢીલા પડે ને ? જમણવારમાં જતી વખતે પણ ગુરુને કહીને જાઓ તો ગુરુભગવંત કહેશે કે - જમણવારમાં આસક્તિ ન થાય એ માટે પહેલી જે વસ્તુ પિરસાય તે છોડી દેવી. એક દુકાન ચાલુ હોવા છતાં બીજી દુકાન ખોલવાનું પૂછવા આવો તો ગુરુ કહેશે કે - લોભના કારણે જ ધંધો વધારવો છે તો એટલો નિયમ લો કે - પહેલાં પાંચ ગ્રાહકને મફતમાં આપી દેવું - આટલું તો બને ને ? આ તો સાધુભગવંતને પણ ગોચરી વહોરાવતાં પૂછે
કે એક લઉં કે બે લઉં ? આવા વખતે ગીતાર્થ સાધુ તો ‘ખપ નથી’ એમ કહે. તમારે તો જેટલી રોટલી હોય એટલી બધી ઉપાડવાની, સાધુને ખપ હશે એટલું વહોરશે. તમે જેટલી ઉપાડો એટલાનો લાભ મળે, વહોરે એટલાનો નહિ. શ્રીધન્યકુમારચરિત્રમાં આવે છે કે - લગ્નપ્રસંગે થાળ ભરીને મોદક સાધુભગવંતને આગ્રહ કરીને વહોરાવી દીધા હતા. સાધુ કહે - ‘રાખો, રાખો’ પેલા કહે - ‘મારે સંસાર રાખવો નથી.’ સ૦ જેટલા ઠાણા હોય, ખપ હોય એ જોઇને વહોરાવવું જોઇએ ને?
જો સામાની સ્થિતિ જોઇને જ કામ કરવું હોય તો નિયમ લો કે – ઘરાકની સ્થિતિ જોઇને જ ભાવ કહેવો. પચાસ રૂપિયાની વસ્તુ લેતી વખતે ત્રીસ રૂપિયા આપે અને વીસ ઉધાર રાખે તો તેને કહી દેવું કે - આ ત્રીસ પણ લઇ જા અને વસ્તુ પણ લઇ જા, મારે કશું જોઇતું નથી. આવી ઉદારતા વગર ધર્મ પામી શકાશે નહિ. ધર્મ આકાશમાંથી નથી પડતો, હૈયામાં પેદા થાય છે. આકાશ ગમે તેટલું નિર્મળ હોય તોપણ હૈયું જ્યાં સુધી મલિન હશે ત્યાં સુધી ધર્મ નહિ આવે.
અનુશાસન કર્યા પછી આપણને આપણો બચાવ કરવાનું મન થાય તો સમજવું કે આપણે વીતરાગપરમાત્માના શાસનને પામ્યા નથી. ઘણાને એવું છે કે - ‘સાચું હોય તો એકવાર નહિ સો વાર સહન કરી લઇએ પણ ખોટું સહન કેવી રીતે કરીએ ?’ ત્યારે અમારે કહેવું પડે કે - ‘ખોટું શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૬૭