SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ હોવા છતાં પુરુષાર્થ ન કરવાના કારણે તક ગુમાવી. રમવા જવા પહેલાં આઠમા વરસે દીક્ષા લેવાની તક હતી પરંતુ તે તક રમવામાં ગુમાવી. બીજી તક પરણવા પહેલાં હતી - તે પણ ગુમાવી . હવે ત્રીજી તક પહેલો છોકરો પરણે તે વખતે છે. બે તક ગુમાવી ત્યારે સમજણ ન હતી એમ માની લઇએ, હવે તો સમજણ મળી ગઇ છે ને ? તો પહેલો છોકરો પરણ્યા પછી નીકળી જવું છે કે છોકરાના છોકરાને રમાડવા, સંસ્કાર આપવા માટે ઘરમાં રહેવું છે ? અનુશાસન વિના સંસારમાંથી કાઢવાનું અને મોક્ષે પહોંચાડવાનું કામ થાય એવું નથી. અમે સ્કુલમાં ભણતા હતા ત્યારે છાપામાં એક કાર્ટુન આવ્યું હતું. એક છોકરો જાતે નહાતો હતો તેનું ચિત્રો છાપી નીચે લખ્યું હતું કે – “જાતે નહાવામાં આવે છે મજા અને મા નવરાવે ત્યારે લાગે છે સજા.’ વાત માર્મિક છે. સ્વતંત્રતા, સ્વચ્છંદતા અનાદિકાળથી ગમે છે. આજે તો વળી આ સ્વચ્છંદતાને વાણીસ્વાતંત્ર્ય, વ્યક્તિસ્વાતંત્ર્યના રૂડા નામે નવાજવામાં આવે છે. કોઈ કોઇની આજ્ઞામાં ન રહે, કોઇ કોઇનું સાંભળે નહિ, કોઇ કોઇને ગણકારે નહિ - તે કેમ ચાલે ? આચાર્યભગવંતના શબ્દમાં કહીએ તો જ્યાં સુધી આપણામાં ખામી પડી છે ત્યાં સુધી માથે સ્વામી રાખ્યા વિના નહિ ચાલે. અનુશાસન વિના વિનયવિવેકના સંસ્કાર ક્યાંથી પડે? મોટા સાદે બોલવું નહિ – આ પણ એક પ્રકારનો વિનય છે. આચાર્યભગવંત એક વાર એક શ્રાવકના ઘરમાં ઊતરેલા ત્યારે તેમના ઘરમાં આવો વિનય જળવાતો હતો. બહેન દાદરના ઉપરના છેલ્લા પગથિયે ઊભા હોય, ભાઇ નીચે ઊભા હોય, ભાઇને બહેનનું કામ હોય તો ભાઇ નીચેથી બૂમ ન પાડે. જાતે ઉપર બહેનની પાસે જઇને વાત કરે અને પછી બંન્ને પાછા નીચે આવે. મોટેથી બૂમ મારીને બોલાવે તે જૈન ન હોય, વાઘરીની જાત હોય. આ તો અમને વંદન કરવા આવે તોપણ મોટેથી શાતા પૂછે. અમે કામમાં વ્યસ્ત હોઇએ તોપણ ‘વંદન કરું ?' એમ પૂછપૂછ કરે. વંદન કરવું હોય તો કેટલું ધ્યાન રાખવું પડે ! કોઇની સાથે વાતમાં હોય તો ન કરાય, સ્વાધ્યાયમાં કે લખાણ કરતા હોય તો ન કરાય. ત્યાં ઊભા રહેવાનું, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર તેમનું ધ્યાન જાય અને કામ અટકાવીને રજા આપે ત્યારે વંદન કરાય. પણ તમારી પાસે એટલી સ્થિરતા ન હોય ને ? એટલે ગમે ત્યારે ઊભા ઊભા પણ વંદન કરીને જતા રહો ને ? વંદનનું ફળ શું છે - એ ધ્યાનમાં નથી માટે આવો અવિનય થાય છે. આ જ સૂત્રના ઓગણત્રીસમાં અધ્યયનમાં વંદનનું ફળ નીચગોત્રકર્મનો ક્ષય બતાવ્યો છે. નીચગોત્ર ખપે એટલે આપણે અડધો સાગર તરી ગયા. કારણ કે ઉચ્ચગોત્રમાં જનમવાના કારણે અભક્ષ્યઅપેય વગેરે વાપરવાનું કે વ્યસનો સેવવાનું કુદરતી બનતું નથી, ટળી જાય છે. આખી દુનિયા પાપની પાછળ પાગલ બની છે છતાં આપણે પુણ્યપાપનો વિવેક કરીએ છીએ આ પ્રભાવ ઉચ્ચ ગોત્રનો જ છે ને ? આપણા પુણ્યની તો કોઇ અવધિ નથી. અત્યાર સુધીનાં વરસો તો નકામાં ગયાં છે - એ પ્રામાણિકપણે સ્વીકારી લેવું છે, પણ સાથે બાકી રહેલાં વરસો નકામાં ન જાય - એ માટે સાવધ થઇ જવું છે. જેનું મરણે સુધર્યું તેનું બધું સુધર્યું. ગોશાળો છેલ્લી ઘડીએ સમ્યક્ત્વ પામ્યો તો અર્ધપુદ્ગલપરાવર્તકાળમાં મોક્ષ નિયત કરી લીધો ને ? તેણે તો ભગવાનની આશાતના ભયંકર કોટિની કરી હતી, આપણે તેના જેટલાં પાપ નથી કર્યા ને ? છતાં પણ આપણે ભગવાનનું માનતા નથી – એ જ મોટી આશાતના છે. ગોશાળાને ભગવાનની ભક્તિ કરવાનો અવસર ન રહ્યો પણ તેણે છેલ્લે ભગવાનનું વચન માનવારૂપ ભક્તિ કરી તો નિસ્તાર થઇ ગયો. સ્વચ્છંદતા ગમે છે માટે અનુશાસન ઝીલ્યું નથી. ઇચ્છા મુજબનું જીવન અનુશાસનને સ્વીકારવા દેતું નથી. ગુરુ અનુશાસન કરે ત્યારે ગુસ્સો ન કરવો, ઉપરથી ક્ષમા ધારણ કરવી. અહીં જણાવે છે કે ક્ષમા રાખે, સહન કરે તે જ પંડિત છે, જે સહન ન કરે તે પંડિત નથી. તે ભણેલો પણ અભણ છે કે જે સહન કરતો નથી અને તે અભણ પણ ભણેલો છે કે જે સમતાથી સહન કરે છે. આ રીતે ક્ષમા ધારણ કરીને સુદ્ર પુરુષોના સંગનો ત્યાગ કરી હાંસી અને કીડાનું વર્જન કરવું. જે ક્ષમાં રાખવાના બદલે પ્રતિકાર કરવાનું શીખવે તે ક્ષુદ્ર છે – તેમનાથી આઘા રહેવું. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy