________________
| (૩) ચતુરંગીય-અધ્યયન चत्तारि परमंगाणि दुल्लहाणीह जंतूणो । माणुसत्तं सुइ सद्धा संजमंमि य वीरियं ॥३-१॥
બીજા અધ્યયનમાં બાવીસ પરીષહને જીતવાની વાત કર્યા પછી ચતુરંગીય નામનું ત્રીજું અધ્યયન જણાવ્યું છે. તેમાં મોક્ષનાં ચાર દુર્લભ અંગો જણાવ્યાં છે. બીજા અધ્યયનમાં બાવીસ પ્રકારનાં દુઃખો વેઠવાની વાત સાંભળીને શિષ્ય શંકા કરે છે કે “આ પરીષહ કયા આલંબનથી ભોગવવાના ?” શિષ્યની ભાવના એવી છે કે – પુણ્ય પૂરું થઇ ગયું હોય તો દુ:ખ ભોગવવા તૈયાર થઇએ એ વાત બરાબર પણ પુણ્ય જો પાંસરું હોય તો સુખ ભોગવી લેવામાં શું વાંધો ? જ્યારે શાસ્ત્ર કાર એ સમજાવવા માંગે છે કે પુણ્ય પૂરું થાય તે પહેલાં તેનો ત્યાગ કરીને નીકળી જવું છે. કારણ કે ધર્મ કરવા માટેની તક મળવી દુર્લભ છે. દુ:ખ વેઠવું જોઇએ એની સાથે સુખ છોડવું જોઇએ એ પણ મહત્ત્વનું છે. આજે આપણે પણ આ શિષ્યના જેવી જ વિચારણા કરીએ ને ? સુખ માંગવા ન જઇએ, પરંતુ સુખ મળી ગયા પછી ભોગવી લેવામાં શું વાંધો ? ‘આપણે ક્યાં માંગવા ગયા હતા, મળ્યું તો લઇ લીધું.’ આવું બોલીને સુખ ભોગવવા તૈયાર થઇ જઇએ ને ? શાસ્ત્રકારો કહે છે કે માંગવું નહિ – તે ધર્મ નથી, છોડવું તે ધર્મ છે. આપણે માંગતા નથી – એ બરાબર, પણ છોડતા નથી માટે ભૂંડા છીએ – એટલું યાદ રાખવું. ‘પુણ્ય મળ્યું તો ભોગવવા માટે જ મળ્યું છે ને ?' આવી દલીલ કરીએ નહિ તે માટે આ ચાર દુર્લભ વસ્તુને જણાવી છે. પરીષહ ભોગવતી વખતે કયા આલંબનથી ભોગવવાના છે તે જણાવવા માટે આ અધ્યયન છે. પુણ્ય ભોગવવામાં સમય બરબાદ કર્યો તો આપણને મળેલી દુર્લભ વસ્તુઓ આપણે હારી જવાના. સુખ ભોગવવાનું કામ દેવલોકમાં કરવું જ પડવાનું છે, તેથી સુખ ભોગવવા માટે મનુષ્યપણાને બગાડવાની જરૂર નથી. જે ધર્મની સાધના દેવ-નરક કે તિર્યંચગતિમાં શક્ય નથી અને મનુષ્યપણામાં જ શક્ય
છે તેના માટે પ્રયત્ન કરવો છે. પુણ્ય ભોગવવાની વાત ભગવાનના શાસનમાં આવે જ નહિ. પુણ્યથી મળેલી સામગ્રી દુર્લભ છે, પાછી મળશે કે નહિ ખબર નથી, માટે એ સામગ્રી ધર્મમાં વાપરી લેવી છે. પૈસા કમાતી વખતે તમે ખાવાપીવાનું પણ છોડી દો ને ? તેમ ધર્મ કરવાનો આ અવસર છે તેથી પુણ્ય ભોગવવાનું છોડી દેવું છે. સાચું કહીએ તો પુણ્યની કિંમત જેટલી સમજાઇ છે – એટલી કિંમતે ધર્મની સમજાઇ નથી. સ0 અઢળક સંપત્તિ પુણ્યથી મળ્યા પછી પૌષધ કરે તો કિંમત સમજાઇ ને ?
તમે પૌષધ કયા ઇરાદે કરો છો ? વિરતિ ગમે છે માટે કે અવિરતિ ખટકે છે માટે ? પુણ્ય ભૂંડું ન લાગે, પુણ્યથી મળેલી સંપત્તિ મૂંડી ન લાગે અને પૌષધ કરે તેનો કોઈ અર્થ નથી. આજે આપણે ધર્મને સમજ્યા વિના ધર્મ કરવાની શરૂઆત કરી છે. શાસ્ત્ર કહે છે કે - ધર્મ કરવાની ઉતાવળ કરવાના બદલે ધર્મ સમજવાની ઉતાવળ કરવી છે. કારણ કે ભવની નિર્ગુણતાનું ભાન થાય નહિ ત્યાં સુધી મોક્ષમાં એકે ગુણ દેખાશે નહિ. ભવમાં એક ગુણ નથી એવું લાગે તેને આ ભવથી તારનારા ધર્મની કિંમત સમજાય. ધર્મની કિંમત સમજાઇ નથી, તેથી જ ધર્મ કરતી વખતે પણ અનુકૂળતા ભોગવવાની, પુણ્ય ભોગવવાની તૈયારી છે. અમારાં સાધુસાધ્વી પણ વિહારમાં જો કોઇ ગાડી મળી જાય અને ગાડીવાળા સામાન માંગે તો હાથમાં ઉપાડેલી વસ્તુ આપી દે ! જેને ધર્મની દુર્લભતા સમજાઇ હોય તે તો એકે વસ્તુ ગાડીમાં આપે નહિ. પાકટ ન આપે, ઝોળી ન આપે, ઘડો કે દંડાસન પણ ન આપે. જેટલું રાખ્યું હોય તેટલું ઉપાડી જ લેવાનું. સાધુપણામાં પરિગ્રહ રાખવાનો નથી, છતાં રાખ્યો હોય તો ઉપાડી જ લેવાનો. જેટલું રાખ્યું હોય તેટલું ઉપાડવાનું જ હોય તો બિનજરૂરી પરિગ્રહ એની મેળે જ ઓછો થઇ જાય ને ? અત્યારે આપણને જે ધર્મની અનુકૂળતા મળી છે, તે સુખ ભોગવવાની લાલચે વેડફી નથી નાંખવી.
શિષ્યને બાવીસ પરીષહ વેઠવા છે આથી જ એ પરીષહ વેઠવા માટેનું આલંબન કર્યું છે – એવું પૂછે છે. તેના નિરાકરણમાં અહીં જણાવે છે કે “આ મનુષ્યપણું વગેરે ચાર અંગો દુર્લભ છે.' - આ આલંબનથી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૯૭
૩૯૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર