________________
સ જ્યાં સુધી મોક્ષસુખનો અનુભવ ન થાય ત્યાં સુધી શ્રદ્ધા ક્યાંથી જાગે ? તમે ઊંધું વિચારો છો. જ્યાં અનુભવ નથી ત્યાં જ શ્રદ્ધાની જરૂર છે. જે વસ્તુ પ્રત્યક્ષથી સિદ્ધ છે તેનો અનુભવ હોવાથી તેને તો આપણે જાતે માની જ લઇએ છીએ, જેનો અનુભવ થયો નથી તે માનવા માટે જ શ્રદ્ધાની જરૂર છે. પૈસાથી સુખ મળે છે - આવું માનવા માટે શ્રદ્ધાની જરૂર નથી, ધર્મ કરવાથી સુખી થઇએ છીએ - એ માનવા માટે જ શ્રદ્ધાની જરૂર છે. ધર્મ કરવાથી દુ:ખી થઇશું’ આ શ્રદ્ધા એટલી મજબૂત છે કે ‘ધર્મમાં જ સુખ છે’ - આ વાસ્તવિકતાને એ સ્વીકારવા દેતી નથી. તત્ત્વની રુચિ એ સમ્યગ્દર્શન છે અને તત્ત્વની પરિણતિ એ સમ્યજ્ઞાન છે. અજ્ઞાન ટાળ્યા વિના અને કષ્ટ વેઠ્યા વિના કોઇ ક્ષેત્રમાં આગળ વધાતું નથી. સમ્યગ્દર્શન પામવા પહેલાં પણ એવું સત્ત્વ પ્રગટે છે કે ધર્મ માટે પ્રાણ છોડવાની તૈયારી હોય, પણ પ્રાણ સાટે ધર્મને છોડવા તૈયાર ન થાય. સુલસા સતી શ્રાવકપણામાં પણ જો સમ્યગ્દર્શનને આ રીતે જાળવી શકતા હોય, નિર્મળ રાખી શકતા હોય તો સાધુસાધ્વીની શ્રદ્ધા ક્યાંથી ડગે ? સ૦ અંધશ્રદ્ધા એ તો શ્રદ્ધાની ખામી છે ને ?
આ અંધશ્રદ્ધા શબ્દ તો શ્રદ્ધાના શત્રુઓએ શોધી કાઢ્યો છે. ભગવાનના વચન પરની શ્રદ્ધાને અંધશ્રદ્ધા કહે તેને શ્રદ્ધાનો શત્રુ જ કહેવાય ને ? ભગવાનનું શાસન તમે ભણ્યા નથી એટલે. બાકી જો તમે ભણો તો એટલું ચોક્કસ સમજાય કે - ભગવાનની વાત સામે કોઇ પણ દલીલ ટકી શકે એમ નથી. ભગવાનનું વચન યુક્તિવાદથી પણ સુસંગત છે; કષ, છેદ, તાપથી પરિશુદ્ધ છે. છતાં ભગવાનનું વચન ન સમજાય તોપણ ભગવાનના વચનની શ્રદ્ધાથી ચાલવું છે ને ? સ૦ ભગવાનની વાત ચારે ફિરકા જુદી જુદી બતાવે તો શું કરવું ?
તો જ્ઞાન મેળવવા બેસવું. બધા ભગવાનના નામે વાત કરે એટલે બધા સાચા ન થઇ જાય. તે સમજવા માટે ભણવું પડે. જેને ભણવું નથી ને પોતાને ફાવતું માનવું છે તેઓ પોતે અંધશ્રદ્ધાના ભોગ બન્યા છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
३८०
સર્વ એક ગુરુના શિષ્ય જુદી જુદી વાત કરતા હોય તો ?
એક બાપના બે દીકરા પણ સરખા નથી હોતા તો અહીં પણ એવું બને. એમાં ટીકા કરવાની જરૂર છે કે ભણવા બેસવાની જરૂર છે ? બે ય સાચા ન હોય. સાચું શોધવા માટે ભણવું પડશે. આત્મારામજી મહારાજે પણ વ્યાકરણ ભણવાનું કામ કર્યું તો સ્થાનકવાસી સંપ્રદાયનો ત્યાગ કરીને શ્વેતાંબર મૂર્તિપૂજકસંઘમાં આવ્યા ને ? તમારે ભણવું નથી અને જેઓ ભણીને શાસ્ત્રના આધારે મોક્ષની વાતો કરે તેને અંધશ્રદ્ધાળુ કહેવા છે - એ બરાબર નથી.
આપણી વાત એ છે કે આજે આપણને ભગવાનના વચન પર શ્રદ્ધા નથી અને આપણે અશક્તિને આગળ કરીએ છીએ આ એક માયા છે. આ પણ આપણને મોહ શીખવાડે છે. આપણે જો આપણી શ્રદ્ધાની ખામીને આગળ કરી હોત તો એ ખામીને દૂર કરી શક્યા હોત. ધર્મ યથાશક્તિ કરવાનો છે એનો અર્થ જ એ છે કે જેટલી શક્તિ છે એટલી તો પૂરેપૂરી ખર્ચી નાંખવાની છે. શક્તિથી ઉપરવટ નથી થવાનું, પણ શક્તિ ફોરવવાની કે શક્તિને ચકાસવાની ના પાડી નથી. આપણે તો
યથાશક્તિને નામે શક્તિ છુપાવવાની છૂટ લઇ લીધી છે ને ? આ પણ એક પ્રકારનો મોહ છે. એના બદલે ભગવાનના વચનની શ્રદ્ધા કેળવી લો. ભગવાનનું વચન માનવાના કારણે આપણે દુઃખી નહિ થઇએ - આટલી શ્રદ્ધા કેળવી લો. દુઃખ આવે છે એ ભગવાનનું વચન માનવાના કારણે નથી આવતું. પહેલાં ભગવાનનું વચન માન્યું નહિ તેના કારણે જે પાપ બાંધ્યું તેના કારણે જ દુ:ખ આવે છે : આટલી શ્રદ્ધા કેળવી લો. સમ્યગ્દર્શન નામનો પરીષહ વેઠતાં ન આવડે તો એકવીસ
-
પરીષહોને જીતવાનું પણ નકામું જાય છે. આ સંસારમાંથી નિસ્તાર પામવા
માટે પરમાત્માના વચન સિવાય બીજો કોઇ તારક માર્ગ જ નથી. આ વચનની શ્રદ્ધા સિવાય આ સંસારથી તારવા માટે કોઇ સમર્થ નથી. તેથી જ શાસ્ત્રકારોએ કહ્યું છે કે સમ્યગ્દર્શન વિનાના ગુણો એ ગુણરૂપ નથી ગુણાભાસસ્વરૂપ છે. જ્યાં સુધી દુઃખ આવતું નથી, ત્યાં સુધી તો ધર્મ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૯૧