SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ છે - એ ચાલે ? જે મોક્ષસાધક હોય તે જ ધર્મ હોય. જે મોક્ષમાં બાધા પહોંચાડે તેને અધર્મ કહેવાય. તમારી દરેક પૂજામાં પણ તમને સાધુપણું યાદ કરાવ્યું છે. શ્રાવકનો ધર્મ સાધુપણા માટે છે. આ વાત તો ફળપૂજામાં જણાવી છે : તમે બોલો છો ને કે “પુરુષોત્તમ પૂજી કરી માંગે શિવફળ ત્યાગ.’ શિવફળ ત્યાગ એટલે મોક્ષરૂપી ફળનો ત્યાગ – એવો અર્થ નથી. જેના કારણે મોક્ષરૂપ ફળ મળે તેવો ત્યાગ માંગવાની ત્યાં વાત કરી છે અને મોક્ષ અપાવે તેવો ત્યાગ તો સાધુપણામાં જ હોય ને ? તેથી સાધુ થવા માટે ચિકિત્સા કરાવવાની છૂટ. જીવશું તો આરાધના કરીશું - આ ભાવ જોઇએ છે. આરાધના માટે જીવવાનો લોભ પણ સારો નથી. તમે આરાધનાના નામે ચરી ખાઓ છો - તે બરાબર નથી. તમે ચોખ્ખું કહી દો ને કે ‘દુ:ખ સહન થતું નથી માટે દવા લઉં છું' - તો વાંધો નહિ, બાકી આરાધના સારી કરવા માટે દવા લેવાની વાત વ્યાજબી નથી. તમે કહેશો કે દુઃખ સહન થતું નથી તો તમને દુ:ખ સહન કરવાનો ઉપાય બતાવીશું. પરંતુ જે સાચું બોલે તેને બચાવી શકાય, જે ખોટું કારણ બતાવે તેને કોણ બચાવે ? આપણે જીવવાનો લોભ નથી રાખવો, સાથે મરવાનો ડર પણ નથી રાખવો. સ0 પહેલું સુખ તે જાતે નર્યા - એમ કહેવાય છે ને ? એ તો નીતિવાક્ય છે, ધર્મવાક્ય નથી. ધર્મવાક્ય તો એક જ છે કે દુઃખ આવે તે ભોગવી લેવું, સુખ છોડી દેવું. તમને નીતિવાક્ય ફાવે એવું છે. કારણ કે એમાં કશું છોડવું નથી પડતું. નીતિ કરતાં તો ધર્મ કંઇકગણો ચઢિયાતો છે. ગૃહસ્થપણામાં રોગ આવે તે તો ઉપરથી દીક્ષા લેવા તૈયાર થઇ જાય. મારા ગુરુમહારાજને દીક્ષાની ભાવના હતી તેવામાં તેમને કમળો થઇ ગયેલો. ત્યારે તેમણે નક્કી કર્યું કે જે આ રોગમાંથી સાજો થાઉં તો દીક્ષા લીધા વિના ન રહું. આસો મહિને કમળો થયો, ફાગણ મહિને દીક્ષા લીધી. એક વાર નક્કી કરો કે – પાપ કરવા માટે જીવવું સારું કે ધર્મ કરતાં મરવું સારું ? પાપ કરીને જ જીવવું પડતું હોય તો તેવા વખતે પાપથી બચવા માટે મરવું સારું, આથી જ શાસ્ત્રમાં ૩૪૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અનશન કરવાનું વિધાન કર્યું છે. અનશન કરવામાં આત્મહત્યાનું પાપ ન લાગે. કારણ કે તેમાં મરવાની ઇચ્છા નથી, પાપ ન કરવાની ઇચ્છા છે. દુઃખ દૂર કરવા માટે મરવું તેને આત્મહત્યા કહેવાય, તે આત્મહત્યા એ પાપ છે. જયારે કર્મ દૂર કરવા માટે મરવું તે અનશન છે અને અનશન એ મોક્ષની ઉત્કૃષ્ટ આરાધના છે. ભગવાન નિર્વાણ પામ્યા ત્યારે સંયમ દુરારાધ્ય બનવાથી ઘણાં સાધુસાધ્વીએ અનશન સ્વીકાર્યા હતાં. સાધુ રોગ આવ્યા પછી ચિકિત્સાને ઇચ્છે નહિ, પરંતુ સમાધિમાં રહીને આરાધનાનો માર્ગ શોધે. આ જ રીતે તેનું શ્રમણ્ય એટલે કે શ્રમણપણું ટકે છે કે જેમાં ચિકિત્સા કરવા, કરાવવા કે અનુમોદવાનું નથી. દુ:ખ ભોગવવું છે ટાળવું નથી અને સુખ ભોગવવું નથી, ટાળવું છે : આ સમાધિનો પરિણામ છે. પાપથી બચવું તે સમાધિ છે, દુઃખથી બચવું તે સમાધિ નથી. અહીં જણાવ્યું છે કે આ રીતે રોગપરીષહ જીતવાની અને ચિકિત્સા નહિ જ કરાવવાની જે વાત કરી છે તે મુખ્યત્વે જિનકલ્પી મહાત્માઓને આશ્રયીને છે. બાકી વિકલ્પી માટે તે ઉત્સર્ગમાર્ગ છે. સ્થવિરકલ્પીની શક્તિ હોય ત્યાં સુધી ઉત્સર્ગમાર્ગે ચાલે, જયારે તેમની સહિષ્ણુતા ન હોય તો અપવાદપદે ચિકિત્સા નિરવદ્યપણે કરાવે પણ ખરા. પરંતુ આ અપવાદ પણ અપવાદના સ્થાને હોવો જોઇએ. જેને સાધુપણું પળાતું ન હોય, ઉત્સર્ગમાર્ગે ચલાતું ન હોય તેના માટે અપવાદ છે, જેને સાધુપણું પાળવું નથી – તેના માટે અપવાદ નથી.. આશ્રવનો નિરોધ કર્યા વિના અને સંવરની પ્રાપ્તિ થયા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. નિર્જરાતત્ત્વનું જેટલું મહત્ત્વ છે, એટલું જ મહત્ત્વ આ સંવરતત્ત્વનું છે અને અપેક્ષાએ જુઓ તો નિર્જરા કરતાં સંવરભાવનું મહત્ત્વ વધારે છે. કારણ કે સમયે સમયે કમોંની નિર્જરા તો ચાલુ જ છે, છતાં પણ એ નિર્જરા નકામી જતી હોય તો તે આ સંવરભાવના અભાવે. જ્યાં સુધી આશ્રવ અટકે નહિ, સંવર આવે નહિ, ત્યાં સુધી થયેલી નિર્જરાની કોઇ જ કિંમત નથી. સંવરના સત્તાવન ભેદમાંથી બાવીસ ભેદ તો આ પરીષહોના જ છે. તેથી સંવરભાવ પામવા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૪૭
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy