________________
જ ન થાય તો સારું ને ? ઇચ્છા પૂરી થાય એ શક્ય નથી તેથી ઇચ્છા ન થાય તે માટે પ્રયત્ન કરવો છે.
જે ગુણસંપન્ન વ્યક્તિ હોય તે અવગુણીની પાછળ પડે નહિ અને સાથે પોતે પણ અવગુણનાં ભાજન ન બને તે માટે વિનીતના સ્વરૂપની સાથે અવિનીતનું સ્વરૂપ પણ સમજાવ્યું છે. આ વાત સર્વજ્ઞભગવંતે સમજાવી છે. સર્વજ્ઞભગવંત રાગ, દ્વેષ, મોહથી રહિત હોવાથી તેઓ કોઇની પણ નિંદા કે ટીકા કરતા નથી - એ સમજી શકાય એવું છે. મળેલા ગુણોની આપણને કિંમત નથી તેથી આનું મહત્ત્વ આપણને સમજાતું નથી. મહાપુરુષોને એ ગુણની કિંમત ખબર છે આથી જ તેઓએ આ રીતે વિનીત સાથે અવિનીતનું સ્વરૂપ બતાવ્યું છે. જે ભગવાનનું ન માને, ગુરુનું ન માને તે અવિનીત છે. જે ભગવાનનું ન માને તેનું આપણે માનવાની જરૂર નથી. જે ભગવાનના કે ગુરુના કહ્યામાં ન હોય તેને આપણે ગુરુ માનવાની જરૂર નથી. આપણે તેમનો તિરસ્કાર કે નિંદા કરવાની જરૂર નથી. પણ સાથે એમનો આદર કરવાની જરૂર નથી. જે મોટાઓની આજ્ઞામાં રહે તેને જ મોટા કરવાના. આજે બધાને મોટા થવું છે - એની તકલીફ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ‘મોટાનો જે આશરો તેથી પામીએ લીલવિલાસ.” મોટાની આજ્ઞામાં રહીએ તો કોઇ તકલીફ નથી. અમે જુદા ચોમાસા માટે જતા ત્યારે સાહેબ કહેતા કે - ‘એકે વસ્તુ વહોરતો નહિ, જે જોઇએ તે અહીંથી મંગાવી લેજે’. અમે પણ બે ચોમાસા સુધી કશું વહોર્યું નહિ. ત્રીજા ચોમાસે મોટા સ્થાનમાં આવ્યા ત્યારે સાહેબને પુછાવ્યું. સાહેબે કહેવડાવ્યું કે વહોરી લો, જેટલું જોઇએ એટલું રાખીને બાકીનું અહીં મોકલાવી દો. જેથી પોટલાં ફેરવવાં ન પડે. આજે તો પોટલાં એટલાં ભેગાં કર્યાં છે કે ઉપાડવા માટે મજૂર રાખવા પડે. દીક્ષા લેતી વખતે જે ઉપધિ હતી તે તો છાબમાં જાતે ઉપાડી શકતા હતા. સ૦ મોટાને બધા પૂછે, નાનાનું શું ?
નાનાને તો સારામાં સારા જલસા છે, જો તે મોટાની આજ્ઞામાં રહે તો ! મોટાની આજ્ઞામાં ન રહે અને પછી ફરિયાદ કરે - એ કેમ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૬
ચાલે ? કદાચ જુદું થવું પડે તો ગુરુની આજ્ઞાથી જુદા થવું પડે, તો ય ચોમાસા ઊતર્યો, ઉત્સવાદિ કાર્ય પૂરું થયે પાછું ગુરુને ભેગા થઇ જવાનું. આજે તો જે ચોમાસા માટે જાય તે પાછા ભેગા થવા રાજી જ નથી. તમારે ત્યાં પણ એ જ હાલત છે ને ? જે પરદેશ જાય તે છોકરો ત્યાં જ સેટ થાય છે કે પાછો આવે ? તમે છોકરાને બોલાવો, એની પાછળ રડો છતાં ય તે પાછા ન આવે ને ? જે છોકરાને આપણી પ્રત્યે લાગણી નથી તેના મમત્વ ખાતર તેની પાછળ આપણે આર્ત્તધ્યાન કરીએ - આ કાંઇ ધર્માત્માનાં લક્ષણ નથી.
ય
સ૦
અમે તો હસતે મોઢે મોકલીએ.
કારણ કે તમે બંન્ને સરખેસરખા છો. તમને છોકરા પ્રત્યે પ્રેમ નથી અને છોકરાને તમારી પ્રત્યે પ્રેમ નથી. બંન્નેને પૈસા જોઇએ છે
આ
જ તો તમારી દશા છે. જેને આપણી પ્રત્યે લાગણી નથી તેની પાછળ આર્દ્રધ્યાન કરીને જિંદગી બરબાદ નથી કરવી. આપણે આપણી ફરજ અદા કરી લીધી. હવે છોકરાઓને આપણું માનવું જ ન હોય તો આપણે તેમને કશું કહેવાની જરૂર નથી. અવિનીત શિષ્યો ત્યારે પણ હતા. આથી જ તો આપણે કુલવાલક મુનિની કથા શરૂ કરી છે. તેમાં આપણે જોઇ ગયા કે કોણિક શ્રેણિકમહારાજાને જેલમાં નાંખીને પોતે રાજા થઇ ગયો. પોતાના કાલાદિ ભાઇઓને રાજ્યનો ભાગ આપ્યો પણ હલ્લવિહલ્લને ન આપ્યો. ઉપરથી તેમની પાસેથી ચાર દિવ્ય વસ્તુ માંગી. હલ્લવિહલ્લ ચેડારાજાને શરણે ગયા. કોણિકે ચેડારાજાને પણ હલ્લવિહલ્લ પાસેથી પેલી ચાર વસ્તુ આપવા માટે જણાવ્યું. ચેડારાજાએ શરણે આવેલાની રક્ષા કરવા માટે કોણિકનું કહ્યું ન માન્યું. આથી કોણિક યુદ્ધ કરવા તૈયાર થયો. તેની સેનામાં ત્રીસ હજાર હાથીઓ, રથ વગેરે હતા અને ત્રીસ કરોડ જેટલું સૈન્ય હતું. જ્યારે ચેટકરાજા પાસે સત્તાવન કરોડ જેટલું સૈન્ય હતું. યુદ્ધના આરંભમાં કોણિકનો ભાઇ કાલ રાજા ગયો પણ ચેડારાજાના બાણથી તે હણાયો. ચેડારાજાને રોજનું એક જ બાણ મૂકવાનો નિયમ હતો. પરંતુ એ બાણ એવું હતું કે એ બાણ જે દિશામાં જાય તે દિશામાં જેટલા માણસો શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૭