________________
પ્રતિક્રમણ પૂરું થતું. સ્તવન વગેરે પાછળના મહાત્માઓએ લાભની દૃષ્ટિએ બોલવાનું શરૂ કર્યું હતું. પરંતુ વર્તમાનમાં કોઇ સ્તવન-સજઝાય ન બોલે તો તેનું પ્રતિક્રમણ અધૂરું ગણાય કે પૂરું થયેલું ગણાય ? અધૂરું જ ગણાય ને ? જેઓ સામાચારી ને સિદ્ધાંતના ભેદને સમજાવી અવળે માર્ગે દોરે એવા સાધુઓની પાસે ન જવું. સાધુ ન મળે તો સાધુ પાસે નહિ જાઓ તો ચાલશે, પણ આવા કુસાધુ પાસે તો ન જવું. કેરી ન મળે તો ચિત્રમાં દોરેલી કે શો-કેસમાં મૂકેલી લાકડાની કે માટીની કેરી ખવાય ? સ, હાફુસ ન મળે તો પાયરી વાપરે ને ?
એ બરાબર. હાફુસ ન મળે તો પાયરી વાપરે તેમ સુગુરુનો યોગ ન મળે તો માર્ગસ્થ શ્રાવકને માર્ગ પૂછવો પણ કુગુરુ પાસે સુગુરુ માની. ન જવું. શ્રાવક શક્તિના અભાવે આચરણ ન કરી શકે પરંતુ માર્ગનું જ્ઞાન તેની પાસે પૂરું હોય. ગુરુ પાસે પિસ્તાળીસ આગમનું શ્રવણ કરી શ્રાવક લબ્ધાર્થ અને ગૃહીતાર્થ (લદ્ધઢા, ગહીઅટ્ટી - અર્થનો જાણકાર) બનેલો હોય. કોઈ વાર નાના સાધુ ઘણા વખતથી ગુરુને ભેગા ન થઇ શકે ને કોઇ આગમના પદાર્થમાં શંકા પડે તો આવા શ્રાવકને પૂછીને પણ સાધુઓ શંકાનું નિરાકરણ કરતા. કારણ કે તેને ગુરુનું વચન યાદ હોઇ શકે, આપણે ભૂલી ગયા હોઇએ. તો ઉન્માર્ગદશક ગુરુ પાસે જવું કે માર્ગગામી શ્રાવક પાસે જવું સારું ? સામાચારીની વાત આપણને પાપથી બચાવવા માટે હતી, માર્ગમાં ટકવા માટે હતી, ઉન્માર્ગગામી બનવા નહિ. માર્ગે ચાલી શકાય કે ન ચાલી શકાય, પણ ઉન્માર્ગગામી તો નથી બનવું. તમે પણ શું કરો ? પૈસો જોઇએ છે - તે બરાબર, પણ પાપ કરવું નથી – બરાબર ને ? સ0 પૈસો કમાવો એ પણ પાપ જ છે ને ?
એ વાત બરાબર, પણ શ્રાવક ગૃહસ્થપણામાં રહ્યો હોય તો ભીખ માંગીને ગુજરાન ન ચલાવે, કમાઇને જ પૈસો મેળવે. કમાવું પડે તોપણ પાપ નથી કરવું. કમાવાનું પાપ ચાલુ હોય તોપણ જૂઠ, ચોરી વગેરેનાં પાપ નથી કરવાં ને ? જૂઠ-ચોરીનો પ્રસંગ આવે તો પૈસો જતો કરો કે નીતિ જતી કરો ?
સ0 પાપ કરતાં ખટક થાય, ‘કર્યું એ ખોટું કર્યું” એમ થાય.
- પાપ કરતી વખતે ઉદ્વેગ આવતો હોત તો ત્યાંથી ખસી જાત. કરતી વખતે નહિ, કર્યા પછી ઉદ્વેગ આવે છે - એ તકલીફ છે. ‘કર્યું - એ ખોટું થયું ?’ કે ‘કરીએ છીએ – એ ખોટું છે ?' પાપ કરતી વખતે ખટક નથી, પાપ કર્યા પછી ખટકે - તેનો શો અર્થ ? સ0 પાપ કર્યા વિના ચાલે એવું નથી.
પાપ કર્યા વિના ચાલે એવું નથી કે ચલાવવું નથી ? શ્રાવક થયા એટલે પાપ કરવાનો પરવાનો નથી મળી જતો. પાપનાં ફળ તો તમારે ને અમારે બધાએ ભોગવવાં પડવાનાં છે. મહાપુરુષોએ આપણા હિતની ચિંતા કરવામાં કશું બાકી નથી રાખ્યું. આપણે જન્મ્યા એ પહેલાં શાસ્ત્રકારોએ ભવિષ્યની ચિંતા કરીને કલ્યાણનો માર્ગ બતાવ્યો હતો. એની ઉપેક્ષા નથી કરવી.
આપણે અવિનીત શિષ્ય કેવો હોય એ જોઇ ગયા. જે ગુરુની આજ્ઞા ન માને તે અવિનીત શિષ્ય છે. ધર્મ ભગવાનની આજ્ઞામાં છે, એ આજ્ઞા જે ન માને તેને ધર્મી ક્યાંથી કહેવાય ? ગુરુની સેવા કરે એ મહત્ત્વનું નથી, ગુરુની આજ્ઞા માનવી એ મહત્ત્વનું છે. આ તો સેવા બંધી કરે અને આજ્ઞા માનવાનો વખત આવે તો પ્રતિકાર કરે, આઘાપાછા થાય - એ ચાલે ? કામ ન કરે તો વાંધો નહિ, પણ આજ્ઞા ન માને એ ન ચાલે. આથી જ ગુરુની સેવા પહેલાં ન બતાવતાં ગુરુની આજ્ઞાનો સ્વીકાર કરવાનું પહેલાં જણાવ્યું.
કુલવાલક મુનિની કથામાં આપણે જોઇ ગયા કે નદીનું વહેણ તેમના તપના પ્રભાવથી નદીદેવીએ બદલ્યું હતું તેથી તેમને કુલવાલક મુનિ કહેતા હતા. આ પ્રસંગ શ્રેણિકમહારાજાના વખતમાં બનેલો. શ્રેણિકમહારાજા મગધ દેશના રાજા હતા. તેમને નંદા અને ચલ્લણા બે મુખ્ય રાણીઓ હતી. નંદારાણીને અભયકુમાર અને ચેલુણારાણીને કોણિક, હલ્લ અને વિહલ્સ આ પુત્રો હતા. એક જ પિતાનાં સંતાન હોવા છતાં આ પુત્રોના સ્વભાવમાં ઘણો ફરક હતો. માતાપિતા ગમે તેટલા સારા સંસ્કાર આપે તોપણ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર