________________
જવું છે. નેત્ર ઊઘડે તો કર્મનિર્જરા દેખાય જ. જેને કર્મનિર્જરા ન દેખાય તેનું સાધુપણું આજે નહિ તો કાલે છૂટી જ જવાનું. ગમે તેટલું કષ્ટ પડે તોપણ આસનની સ્થિરતા છોડવી નથી. અન્ય રામાયણમાં વાલ્મિકી ઋષિનો પ્રસંગ આવે છે. રામચંદ્રજી વનવાસમાં ગયા ત્યારે વાલિયો ચોર સાથે આવવા તૈયાર થયો. રામચંદ્રજીએ તેને ત્યાં જ ‘રામ, રામ' બોલવાનું,
જ્યાં સુધી પાછા ન ફરે ત્યાં સુધી બોલવાનું કહ્યું. ચૌદ વરસે પાછા ફર્યા ત્યારે જોયું તો આજુબાજુમાં માટીના રાફડા તૈયાર થયા હતા. તેમાં ‘રામ, રામ'નો અવાજ આવ્યો. જોયું તો જટાધારી એવો વાલિયો ચોર હતો. આ જાપના પ્રભાવે રામચંદ્રજીની કૃપાથી તે ઋષિ થયો. ચૌદ વરસની આવી આસનની સ્થિરતાના કારણે ચોર ઋષિ થઇ ગયો. જેનામાં આસનની સ્થિરતા ન હોય તે ઋષિમાંથી ચોર બની જાય. સાધુને ત્રણ કલાક તડકામાં ઊભા રાખે તોપણ તે મજેથી ઊભા રહે. સ્વાધ્યાય માટે બેઠા હોય તોપણ સ્વસ્થતાથી ત્રણ-ચાર કલાક બેસે ત્યાંથી ઊઠે પણ નહિ. આ આસનસ્થિરતાનુણ ત્રીજી દૃષ્ટિમાં આવે છે અને યોગીઓની લઘુનીતિવડીનીતિ અલ્પ હોય એટલે એના કારણે પણ આસનમાં વિક્ષેપ ન પડે. સાધુભગવંત કર્મનિર્જરા માટે સાધુ થયા છે અને ફરફર કરવાથી નિર્જરા ન થાય તેથી આસનની સ્થિરતા કેળવીને બેસે છે. સવ અમારે કર્મનિર્જરા અહીં બેસીને કરવી હોય તો ?
તો એ શક્ય નહિ બને. તમારે કર્મનિર્જરા કરવી હોય તો સાધુ થવું જ પડશે. તેથી આવો વિકલ્પ મગજમાંથી કાઢી નાખો. કર્મનિર્જરા માટે આસનની સ્થિરતા જરૂરી છે – આથી નૈષધિકાપરીષહ જણાવ્યો છે. આ પરીષહ ઉપર એક નાનકડી કથા છે. ગજપુર નગરમાં કુરુદત્ત નામના શ્રેષ્ઠિપુત્રો હતા. તેઓ સંવિગ્ન બન્યા તેથી દીક્ષા લેવા તૈયાર થયા. સંવિગ્ન એટલે મોક્ષની અભિલાષાવાળા. તેમને મોક્ષની અભિલાષા જાગી તો દીક્ષા લેવા તૈયાર થયા, તમારે ઘરમાં બેસીને કર્મનિર્જરા કરવી છે ને ? જો કર્મનિર્જરા કરવી હોય અને મોક્ષમાં જવું હોય તો દીક્ષા લેવી જ પડશે. આ સાધુએ ગુરુ પાસે દીક્ષા લીધી અને દીક્ષા લીધા પછી શ્રુતની ૨૮૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
ઉપાસના કરી અને શ્રુતજ્ઞાનથી એકાકી વિહાર કરવાની યોગ્યતા પ્રાપ્ત કરીને એકાકી વિહાર કરવા માટે નીકળી પડ્યા. સમુદાયમાં રહીને કોઇનું કરવું ન પડે તે માટે એકાકી વિચરવાનું નક્કી કર્યું ન હતું, સમુદાયમાં રહીને કોઇની સેવા લેવી ન પડે માટે એકાકી વિચરવાનું નક્કી કરેલું. તેમની પાસે જ્ઞાન પરિપૂર્ણ હતું, સત્ત્વ પણ અપ્રતિમ હતું અને તે બેના યોગે ધીરતા પણ અસાધારણ કોટિની હતી. આ રીતે એક વાર સાકેતનગરમાં પ્રતિમા ધારીને તેઓ કાઉસ્સગ્રુધ્યાનમાં સ્થિર ઊભા હતા. એવામાં ત્યાંથી કેટલાક ચોરો ગાયોને ચોરીને તે માર્ગેથી આગળ ગયા. પાછળ ગાયને શોધવા નીકળેલા માણસોએ તે કાઉસ્સગ્રુધ્યાનમાં રહેલા સાધુભગવંતને પૂછ્યું કે “ચોરો કયા માર્ગે ગયા છે ?' ત્યારે પ્રતિમાધારી સાધુ કશું બોલ્યા નહિ. આથી ગુસ્સે થયેલા માણસોએ ત્યાં પડેલી ભીની માટીથી સાધુને માથે પાળ કરી અને એમાં અંગારા ભર્યા અને ત્યાંથી ભાગી ગયા. આ બાજુ સાધુભગવંત પોતાના આસનમાંથી ચલાયમાન થયા નહિ અને પોતાના શરીરને ઉદ્દેશીને કહે છે કે – “હે કલેવર ! તું આ પરીષહને સારી રીતે સહન કરી લે. અત્યારે તું સ્વાધીનપણે આ કર્મના વિપાકને સહન કરી લઇશ તો એ કર્મો પૂરાં થઇ જશે અને જો તું અહીં સ્વાધીનપણે સ્વેચ્છાથી દુ:ખોને સહન નહિ કરે તો તારે નરકાદિમાં પરાધીનપણે આ દુ:ખો સહન કરવાનો વખત આવશે અને એમાં પાછો કોઇ ગુણ પણ પ્રાપ્ત નહિ થાય...’ આ રીતે શુભધ્યાનમાં કાળ કરી તે મહાત્મા પરલોકે સિધાવ્યા. આમ જે રીતે આ મુનિએ નિષેધિકાપરીષહ સહન કર્યો તે રીતે સર્વ મુનિઓએ તે સારી રીતે સહન કરવો જોઇએ, મકાનમાં તડકો આવે કે પવન લાગે એટલામાત્રથી આસનબેઠક બદલી નાંખનારા આ પરીષહને પાળી નહિ શકે.
(૧૧) શધ્યાપરીષહ : જ્યારે જીવ જે સ્થિતિમાં હોય ત્યારે તે સ્થિતિને નભાવવાનું કામ કઇ રીતે કરવું - તે આ બાવીસ પરીષહમાં શીખવ્યું છે. સાધુભગવંતો કર્મના યોગે જે સંયોગોમાં મુકાય તે સંયોગોને નભાવીને જીવતા હોય છે. મમત્વ મારવા માટે વિહારપરીષહ છે, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૮૯